________________
પ૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૧-૨ થાય છે. આ પ્રમાત્વ સર્વ પ્રમરૂપ જ્ઞાનમાં છે, તેથી તે જ્ઞાનના વિષયભૂત પ્રમેય પણ સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. આથી કેવલીમાં વર્તતા પ્રમાત્વનું જ્ઞાન છદ્મસ્થને શાસ્ત્ર દ્વારા થવાથી છબસ્થને પણ અપ્રત્યક્ષ એવા પરમાણુ આદિમાં પણ પ્રમેયત્વ ગુણનું જ્ઞાન થાય છે. તેથી જેમ ચક્ષુથી દેખાતા ઘટને જોઈને ઘટમાં પ્રમેયપણાનો વ્યવહાર થાય છે તેમ કેવલીમાં વર્તતા પ્રમાત્વનું પોતાને જ્ઞાન થવાથી તે જ્ઞાનના વિષયભૂત સર્વ પ્રમેયમાં પ્રમેયત્વનો વ્યવહાર થાય છે, માટે રૂપી-અરૂપી એવા સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયોમાં પ્રમેયત્વગુણ અનુગત છે.
(૫) અગુરુલઘુત્વગુણ - વળી, સર્વ દ્રવ્યોમાં અગુરુલઘુત્વગુણ છે અને તે સૂક્ષ્મ છે, તેથી છાના જ્ઞાનનો વિષય નથી; પરંતુ ભગવાનનાં વચનોનાં બળથી જ ગ્રાહ્ય છે. જેમ નિગોદના એક શરીરમાં અનંત જીવો છે તે છબસ્થના જ્ઞાનનો વિષય નથી; પરંતુ કેવલી કેવળજ્ઞાનથી પ્રત્યક્ષથી જોઈ શકે છે કે ચૌદ રાજલોકમાં નિગોદના અસંખ્ય ગોળાઓ છે, નિગોદના પ્રત્યેક ગોળાઓમાં અસંખ્યાતાં શરીરો છે અને પ્રત્યેક શરીરમાં સિદ્ધના જીવો કરતાં અનંતગુણા જીવો છે. તે રીતે કેવલી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં અગુરુલઘુત્વગુણને જોનાર છે, જે વાણીનો વિષય નથી પરંતુ ભગવાનના વચનથી જ ગ્રાહ્ય છે. ll૧૧/૧ ગાથા -
પ્રદેશત, અવિભાગી પુલ, પેરભાવ જે વ્યાપિઉ જી; ચેતનતા અનુભૂતિ, અચેતનભાવ, અનનુભવ થાપિઓ જી, મૂરતતા રૂપાદિકસંગતિ, અમૂર્તતા તદભાવો જી;
દસ સામાન્ય ગુણા, પ્રત્યેકઈ, આઠ-આઠ એ ભાવો જી. I૧૧/શા ગાથાર્થ -
અવિભાગી પુગલદ્રવ્ય પરમાણુદ્રવ્ય, જે ક્ષેત્રભાવમાં વ્યાપ્યું છે=જેટલા ક્ષેત્રમાં વ્યાપ્યું છે, તે પ્રદેશત્વગુણ છે તેટલું ક્ષેત્રવ્યાપિપણું પ્રદેશત્વ છે. ચેતનતાઃચેતનતાગુણ, અનુભવરૂપ ગુણ છે. અચેતનભાવ=અચેતનતાગણ, અનનુભવ થાપ્યો છે—શાસ્ત્રકારોએ કહ્યો છે. મૂર્તતા=મૂર્તતાગણ, રૂપાદિકની સંગતિ છે. અમૂર્તતા=અમૂર્તતા ગુણ, તેનો અભાવ છે=રૂપાદિકનો અભાવ છે. દસ સામાન્યગુણો=ગાથા-૧માં બતાવેલ પાંચ અને પ્રસ્તુત ગાથામાં બતાવેલ પાંચ કુલ મળી દસ સામાન્યગુણો, પ્રત્યેકમાં=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં, આઠ-આઠ ગુણો છે, એ ભાવો =એમ વિચારો. ૧૧/રા. ટબો :
અવિભાગી પુદ્ગલ યાવતું ક્ષેત્રઈ રહઈ, તાવતું ક્ષેત્રવ્યાપીપણું, તે પ્રદેશત્વગુણ ૬.