________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૮
૩
પરિણમન પામ્યો તેમ માનવું, ઉચિત છે માટે ઉપાદાન એવો મનસ્કાર પરિણત આત્મા રૂપના જ્ઞાનકાળમાં અન્વયી છે એમ માનવું જોઈએ અને અન્વયીપણું તે જ નિત્યસ્વભાવ છે.
હવે જો સર્વથા નિત્યસ્વભાવ જ માનીએ=પદાર્થનો એકાંત નિત્યસ્વભાવ જ માનીએ અને અનિત્ય સ્વભાવ સર્વથા ન માનીએ=પદાર્થમાં કોઈ અપેક્ષાએ અનિત્ય સ્વભાવ નથી એમ માનીએ, તો અર્થક્રિયા ઘટે નહીં=દરેક પદાર્થો કોઈક અર્થને અનુકૂળ ક્રિયા કરે છે જે અનુભવથી દેખાય છે તે ઘટે નહીં.
કેમ ઘટે નહીં ? તેથી કહે છે
-
જે માટે, દલને=ઉપાદાનકારણરૂપ દલને, કાર્યરૂપતા પરિણતિ (સ્વીકારીએ તો અર્થક્રિયા ઘટે અને તેમ સ્વીકારીએ તો) કથંચિત્ ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પન્નપણું વિઘટીયું=ઘટે નહીં, અને જો એમ કહીએ કે, ‘કારણ તે નિત્ય જ છે અને તેમાં વૃત્તિ કાર્ય તે અનિત્ય જ છે’=‘કારણ એવા પરમાણુ નિત્ય જ છે અને તેમાં વૃત્તિ એવા ક્યણુકાદિ અનિત્ય જ છે' તો કાર્યકારણનો અભેદ સંબંધ કેમ ઘટે ?=કારણ જ કાર્યરૂપે પરિણમન પામે છે તો કાર્યકારણનો અભેદ સંબંધ ઘટે પરંતુ કારણ નિત્ય જ છે અને કારણમાં રહેનારું કાર્ય અનિત્ય જ છે એમ માનીએ તો કાર્યકારણનો અભેદ સંબંધ ઘટે નહીં. ભેદસંબંધ માનીએ તો તેના સંબંધાંતરાદિની ગવેષણાથી=કાર્ય અને કારણનો ભેદ સંબંધ માનો તો તે સંબંધનો કારણની સાથે અને કાર્યની સાથે ભેદ છે કે અભેદ છે ? એ પ્રકારે સંબંધાંતરની ગવેષણાથી, ત્યાં પણ ભેદ સંબંધ માનીએ તો અનવસ્થા થાય. તે માટે પદાર્થનો કથંચિત્ અનિત્ય સ્વભાવ પણ માનવો જોઈએ. ૪. ૧૧/૮ા
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે દરેક પદાર્થોમાં નિત્ય સ્વભાવ છે અને અનિત્ય સ્વભાવ પણ છે; આમ છતાં કેટલાક દર્શનકારો પદાર્થનો નિત્ય સ્વભાવ જ સ્વીકારે છે અને કેટલાક દર્શનકારો પદાર્થનો અનિત્ય સ્વભાવ જ સ્વીકારે છે. તે દર્શનકારો એવું માને છે કે, જો પદાર્થમાં નિત્ય સ્વભાવ હોય તો પદાર્થમાં અનિત્ય સ્વભાવ છે તેમ કહી શકાય નહીં અને જો પદાર્થમાં અનિત્ય સ્વભાવ હોય તો પદાર્થમાં નિત્ય સ્વભાવ છે તેમ કહી શકાય નહીં; કેમ કે નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ છાયા અને આતપની જેમ પરસ્પર વિરોધી છે. તેથી જ્યાં છાયા હોય ત્યાં આતપ છે તેમ કહી શકાય નહીં અને જ્યાં આતપ છે ત્યાં છાયા છે એમ કહી શકાય નહીં. માટે પદાર્થમાં નિત્યતા પણ છે અને અનિત્યતા પણ છે એમ જે સ્યાદ્વાદી કહે છે તે ઉચિત નથી. એ પ્રકારની એકાંતદર્શનની માન્યતાના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી બૌદ્ધદર્શનની માન્યતા બતાવે છે -
-
પદાર્થમાં નિત્યતા નથી; કેમ કે પદાર્થમાં પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. માટે દરેક પદાર્થો એકાંત ક્ષણિક સ્વલક્ષણરૂપ છે અર્થાત્ દરેક પદાર્થોનું સ્વસ્વરૂપ છે કે, એક ક્ષણ રહેવું અને બીજી ક્ષણમાં નાશ પામવું, આથી જ જગતમાં પરિવર્તન થતી અવસ્થા સદા દેખાય છે' આમ બૌદ્ધ કહે તેને ગ્રંથકારશ્રી કહે છે –