SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથાબુદ્ધિવંતની મતિ સિયાણી, તે મતિ નવપલ્લવપણાને પામી, તેમાંહે-તેહના હૃદયકમળમાંહે ઉલ્લાસ પામી, ભલી રુચિરૂપ જે-વેલી આર્ગે-મિથ્યાત્વાદિ સંસર્ગ કરમાણી હુંતી, પણિ-શુદ્ધ નૈવાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ પામીઈ કઈં. ૧૩/૪ ટબાર્થ - એહના સુપ્રસાદથીeતે વાણીના પ્રસાદથી=પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યાનુયોગના કથનરૂપ જે વાણી બતાવી તેના સુપ્રસાદથી, ઊભા રહીને, પાણિ જોડીને=હાથ જોડીને, સેવા કરે છે. કોણ સેવા કરે છે ? તે બતાવે છે – સેવામાં ભક્તિવંત એવા નર-તે ચક્રવર્તી આદિ, કિન્નર-તે વ્યંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિક ઇજ પ્રમુખ, કેટલાક દેવતાની કોડીની કોડી=ોડો ક્રોડો દેવતા. (એ સર્વે ભગવાનની વાણીની સેવા કરે છે એમ અત્રય છે.) એ અમૃતદષ્ટિથી જે ભવ્ય પ્રાણીની=બુદ્ધિવંતની, મતિ સિંચાણી તે મતિ નવપલ્લવપણાને પામી, તે માંહે તે જીવના હદયકમળમાં, ઉલ્લાસ પામી=ઉલ્લાસ પામે છે. શું ઉલ્લાસ પામે છે ? તેથી કહે છે – ભલી રુચિરૂપ જે વેલી પૂર્વે મિથ્યાત્વાદિના સંસર્ગથી કરમાયેલી હતી તે વેલી ઉલ્લાસ પામે છે (એમ અવય છે.) કઈ રીતે ઉલ્લાસ પામે છે ? તેથી કહે છે – શુદ્ધ વૈયાયિકી વાણી સાંભળીને શુદ્ધ આત્માના પરમાર્થને બતાવનાર વ્યાયયુક્ત દષ્ટિવાળી ભગવાનની વાણી સાંભળીને, ઉલ્લાસ પામે છે. II૧૬/૪ ભાવાર્થ ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં કહેલ કે દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદના ચિતવનથી ક્ષપકશ્રેણીનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને અભેદના ચિંતવનથી ક્ષપકશ્રેણીનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. તેથી ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ માટે આત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો યથાર્થ બોધ આવશ્યક છે અને તેના વર્ણન અર્થે જ દ્રવ્યગુણ-પર્યાય- સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથ કંઈક વિસ્તારથી જિનવચનાનુસાર ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી બતાવેલ છે. આ વાણી વિવેકી જનના ચિત્તને પ્રસાદ કરનારી છે. ભગવાનની તેવી વાણી પ્રત્યે જેઓનું ચિત્ત પ્રસન્ન થયું છે તેવા ભક્તિવંત ચક્રવર્તી આદિ મનુષ્ય, કિન્નર=વંતરાદિક દેવો, વિદ્યાધરાદિક અને ઇન્દ્ર વગેરે ક્રોડો દેવતાઓ હાથ જોડીને તેની સેવા કરે છે, કેમ કે મહાબુદ્ધિના નિધાન એવા દેવતાઓ અને ઇન્દ્રો પણ સ્વર્ગના સુખો ભોગવતા હોવા છતાં વારંવાર ધર્મવ્યવસાયસભામાં જઈને અત્યંત ભક્તિથી પુસ્તકરત્નોને વાંચે છે. તે પુસ્તકરત્નોના આવા ઉત્તમ દ્રવ્યાનુયોગના પદાર્થો છે, તે વાંચીને તેઓ હર્ષવંત થાય છે, એટલે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy