SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૭ વળી, દિગંબરો જે રીતે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય કહે છે તે પોતાને સંમત છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ ગાથા-૬માં “સમ્મતિ'ની સાક્ષી આપી. હવે, જે રીતે દિગંબરો કેવળજ્ઞાનમાં શુદ્ધ ગુણવ્યંજનપર્યાય સ્વીકારે છે તે રીતે કેવળજ્ઞાનનો શુદ્ધગુણઅર્થપર્યાય સ્વીકારવો જોઈએ અને મતિજ્ઞાનાદિરૂપ અશુદ્ધગુણવ્યંજનપર્યાય સ્વીકારે છે તે રીતે મતિજ્ઞાનના પણ પ્રતિક્ષણના પર્યાયને આશ્રયીને અશુદ્ધગુણઅર્થપર્યાય સ્વીકારવો જોઈએ. તે બતાવવા અર્થે કહે છે – ગાથા - પગુણહાણી-વુષ્ટિથી, જિમ અગુરુલધુત્ત; નવ નવ તિમ ખિણ ભેદથી, કેવલપણિ વૃત્ત. શ્રી જિન. ll૧૪/ના ગાથાર્થ : પગુણહાનિવૃદ્ધિથી જેમ અગુરુલઘુપણું છે તેમ ક્ષણના ભેદથી નવું નવું કેવળજ્ઞાન પણ દેખાડ્યું છે. I૧૪/ના ટબો: “પાપહાનિવૃદ્ધિનાપુરનયુવા સૂમાર્થપયાઃ” એ જિમ કહિઉં છઈ, તિમ ક્ષણભેદથી કેવલજ્ઞાનપર્યાય પણિ ભિન્ન ભિન્ન દેખાડ્યા છઈ. “ઢમસમયસનોવિત્યવત્તનાને અપઢAસમયસનોમવત્યવત્તનછે.” ચાવવાના ર્ત માર્ટિ-જુસૂત્રાદેશઈ શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. ll૧૪/૭ ટબાર્ચ - “પશુપનિવૃદ્ધિનક્ષ/મુમનયુપર્યાય સૂાર્થપર્યાયઃ”=“પગુણહાનિવૃદ્ધિલક્ષણ અગુરુલઘુપર્યાયોરૂપ સૂક્ષ્મ અર્થપર્યાયો” એ જેમ કહ્યા છે=કેવળીમાં કહ્યા છે, તેમ ક્ષણભેદથી કેવળજ્ઞાતપર્યાય પણ ભિન્ન ભિન્ન દેખાડ્યા છે; કેમ કે “પઢમસમયસનોમવત્થવનાને"=પ્રથમસમયના સયોગીનું ભવસ્થકેવળજ્ઞાન, પઢમસમયસનોમવત્યવત્તના=અપ્રથમસમયના સયોગીનું ભવસ્થકેવળજ્ઞાન.” રૂત્યવિષના—ઈત્યાદિ વચન છે. તે માટે ઋજુસૂત્રઆદેશથીશુદ્ધગુણના પણ અર્થપર્યાય માનવા. ૧૪/છા ભાવાર્થ - સિદ્ધ અવસ્થામાં પગુણની હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુઆત્મક સૂક્ષ્મ અર્થપર્યાયો કેવલીગમ્ય તરીકે શાસ્ત્ર સ્વીકાર્યા છે તેથી “દરેક સિદ્ધના આત્મામાં પ્રતિક્ષણ સૂક્ષ્મ અગરુલઘુપર્યાયોરૂપ શુદ્ધગુણઅર્થપર્યાય છે અને તે સતત છ સ્થાનથી હાનિ-વૃદ્ધિ પામી રહ્યા છે જેને શબ્દોથી બતાવી શકાતાં નથી, તે કેવળીગમ્ય છે” એમ શાસ્ત્રમાં કહ્યું છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy