SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૬-૭ પુર=પુરુષમાં, “પુરિસદ્દો = પુરુષ' શબ્દ, નમ્બારું રખાનપળંતોત્રજન્મથી માંડીને મરણકાળપયત છે. તસ ૩=વળી તેના=પુરુષના, વાત્રામાં પળેપેયા=બાલાદિ પર્યાયોના ભેદો, વહુવિIMા=બહુવિકલ્પવાળા છે–પ્રતિક્ષણને આશ્રયીને અનેક ભેદોવાળા છે. (સમ્મતિતર્ક પ્રકરણ, પ્રથમ કાંડ, ગાથા-૩૨) ૧૪/૬ ભાવાર્થ : ગાથા-રમાં ઘટાદિ દ્રવ્યને આશ્રયીને વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવેલ. હવે “સમ્મતિ' ગ્રંથાનુસાર પુરુષ' શબ્દને આશ્રયીને વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવે છે. જે ગાથા-૨ અનુસાર જ છે છતાં જ્ઞાની એવા “સમ્મતિ'કારના વચનથી તેને દઢ કરવા અર્થે કહે છે – “કોઈ પુરુષ જન્મે છે ત્યારથી માંડીને મરણ સુધી ‘પુરુષ” શબ્દવાચ્ય બને છે તેથી તે જીવને વ્યક્ત કરનાર એવો વ્યંજનપર્યાય પુરુષ-પુરુષ એ પ્રકારનો શબ્દ બને છે. તેથી તે શબ્દવાચ્ય એવો જીવનો જે પર્યાય ત્રણકાળમાં સ્પર્શનાર હોવાથી અર્થાત્ જન્મથી માંડીને મરણકાળ સુધી સ્પર્શનાર હોવાથી, પુરુષનો વ્યંજનપર્યાય કહેવાય છે એમ “સમ્મતિમાં કહ્યું છે. “વળી, તે પુરુષમાં પ્રતિક્ષણ બાલાદિ પર્યાયો અનેક વિકલ્પવાળા છે તે અર્થપર્યાય છે, તેથી બાલાવસ્થામાં પણ પ્રતિક્ષણના પર્યાયોને અવલંબીને વર્તમાનક્ષણનો જે પર્યાય તેમાં વિદ્યમાન છે તે પર્યાયને આશ્રયીને તે અર્થપર્યાય કહેવાય છે. તેથી અર્થપર્યાયથી વર્તમાનક્ષણનો જ પર્યાય ભાવન થાય છે; કેમ કે વર્તમાનમાં તે અર્થ તે સ્વરૂપે વિદ્યમાન છે માટે અર્થપર્યાય છે.” એમ “સમ્મતિ'માં કહ્યું છે. ll૧૪/કા અવતરણિકા - કેવલજ્ઞાનાદિક શુદ્ધગણવ્યંજનપથ જ હોઈ, તિહાં અર્થપર્યાય નથી.” એહવીકોઈક વિમાની શંકા ટાલઈ જઈ – અવતરણિકાર્ય : “કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણવ્યંજનપર્યાય જ છે, ત્યાં અર્થપર્યાય નથી” - એવી કોઈક દિગંબર આભાસની શંકાને ટાળે છે – ભાવાર્થ ગ્રંથકારશ્રીએ દિગંબર મતાનુસાર વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના ભેદો બતાવ્યા અને તેના મતાનુસાર જ શૂદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવ્યા, ત્યારપછી શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવંજનપર્યાય બતાવ્યા, ત્યારપછી દિગંબરોએ શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય અને અશુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય બતાવ્યા, પરંતુ શુદ્ધગુણઅર્થપર્યાય કે અશુદ્ધગુણઅર્થપર્યાયનો વિભાગ ગ્રહણ કરેલ નથી. આથી ગ્રંથકારશ્રીએ પણ પૂર્વે ગાથા-૪માં જે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય બતાવ્યા, ત્યાં શુદ્ધગુણઅર્થપર્યાય અને અશુદ્ધગુણઅર્થપર્યાય બતાવ્યા નથી.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy