SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૫-૧૬ “નોવેશપ્રસ્થા, fમના.. વાનાવસ્તુ છે ! બવાનાં રિવર્તાવ મુક્ય: lઃ સ ૩તે II” (યોગશાસ્ત્ર પ્રકાશ-૧, ગ્લૅક-૧૬ ટીકા) ત્તિ /૧૦/૧પાઈ ટબાર્થ - એ દિગંબરમત પણ “યોગશાસ્ત્રના અંતરશ્લોકમાં ઈષ્ટ છે=સ્વીકૃત છે, જે માટે તે શ્લોકમાં= યોગશાસ્ત્રના અંતશ્લોકમાં, જુદા જુદા કાલ અણુઓ તે, મુખ્ય કાળ કહેવાયો છે. તથા ર=અને તે રીતે=દિગંબરના મતને પુષ્ટ કરે તે રીતે, તા: તેનો='યોગશાસ્ત્ર'નો, પાઠ છે – માવાનાં પરિવર્તા=ભાવોના પરિવર્તન માટે ધમસ્તિકાયાદિ દ્રવ્યોમાં ભાવોના પરિવર્તન માટે, જે નોવેશપ્રવેશથા મિના વાતાવતું=જે લોકાકાશપ્રદેશમાં રહેલા ભિન્ન કાલાણુઓ છે, તે મુ: નઃ ૩=તે મુખ્ય કાળ કહેવાય છે. ll૧૦/૧૫ ભાવાર્થ : ગાથા-૧૪માં દિગંબર મતાનુસાર રત્નના ઢગલા જેવા કાલાણુઓ ચૌદ રાજલોકપ્રમાણ છે તેમ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. તેવો જ મત પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રના અંતરશ્લોકમાં બતાવ્યો છે. શ્લોકનું કથન આ પ્રમાણે છે – ચૌદ રાજલોકરૂપ જે લોક છે, તેના દરેક આકાશપ્રદેશ ઉપર જુદા જુદા કાલાણુઓ રહેલા છે તે મુખ્યકાળ કહેવાય છે. વળી, તે કાળદ્રવ્ય ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં કે જીવ-પુદ્ગલ દ્રવ્યોમાં જે પરિવર્તન થાય છે તે પરિવર્તન પ્રત્યે અપેક્ષાકારણ છે અને તે મુખ્યકાળ છે. તેથી સ્થૂલથી કાલાણુઓ સર્વ આકાશપ્રદેશમાં છે તેમ સિદ્ધ થાય છે. છતાં યોગશાસ્ત્રના પ્રસ્તુત શ્લોક્નો અર્થ કઈ રીતે કરવો ? તે સ્વયં ગ્રંથકારશ્રી જ આગળ બતાવશે. ll૧૦/૧પમાં અવતરણિકા : ગાથા-૧૪માં દિગંબર મતાનુસાર રત્નના ઢગલા જેવા કાલાણુઓ ચૌદ રાજલોકમાં દરેક આકાશપ્રદેશ ઉપર રહેલા છે તેમ સ્થાપન કર્યું અને તે મતની પુષ્ટિ કરે એવું યોગશાસ્ત્રના અંતરશ્લોકનું વચન ગ્રંથકારશ્રીએ ગાથા-૧૫માં બતાવ્યું. હવે રત્નના ઢગલાની જેમ રહેલા, પરસ્પર એકસ્વરૂપે નહીં રહેલા એવા કાલાણુઓમાં ઊર્ધ્વતાપ્રચય છે અને તિર્યપ્રચય નથી તેમ દિગંબરો કહે છે, તે સ્પષ્ટ કરે છે – ગાથા : પ્રચયઊર્ધ્વતા રે એહનો સંભવઈ, પૂર્વ-અપર પર્યાય; તિર્યક્રપ્રચય ઘટઈ નહીં બંધનો, વિણ પ્રદેશ સમુદાય. સમ૦ II૧૦/૧છા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy