SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૪-૧૫ ભાજન “કાલાણુ' કહેવાય છે એમ દિગંબર કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પરમાણુની મંદગતિથી નિર્ણય કરાયેલો એવો જે કાળપર્યાય, તે કાળપર્યાયનું ભાજન શ્વેતાંબર મતાનુસાર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે પરંતુ કાળદ્રવ્ય નથી, જ્યારે દિગંબર પ્રક્રિયા અનુસાર મંદગતિવાળા પરમાણુના સંચરણથી નિર્ણય કરાયેલો સમયરૂપ કાળપર્યાય કાલાણુનો છે, ધર્માસ્તિકાયાદિનો નહીં. તે કાલાણુઓ ચૌદ રાજલોકના એકેક આકાશપ્રદેશ ઉપર રત્નના ઢગલાની જેમ પરસ્પર અસંબદ્ધ રહેલા છે. તેથી ચૌદ રાજલોકમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા અરૂપી એવા કાળના અણુઓ છે. પ્રત્યેક કાળનો પર્યાય સમય છે અને તે સમય ધર્માસ્તિકાયાદિમાં વર્તન થવાનું અપેક્ષાકારણ છે એમ દિગંબર કહે છે. આમાં ગ્રંથકારશ્રી દિગંબરોના ગ્રંથની સાક્ષી આપે છે. દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે, ચૌદ રાજલોકના એકેક આકાશપ્રદેશ ઉપર એકેક એમ અસંખ્ય કાલાણુઓ રહેલા છે. કાલાણુઓ ધર્માસ્તિકાયાદિની જેમ અખંડ દ્રવ્યરૂપ નહીં હોવાથી અને સ્કંધની જેમ એકમેક પણ થયેલા નહીં હોવાથી રત્નના ઢગલાની જેમ રહેલા છે. II૧૦/૧૪ના અવતરણિકા: ગાથા-૧૪માં દિગંબર મતાનુસાર પાંચ અસ્તિકાયથી અતિરિક્ત કાળદ્રવ્ય છે તેમ ગ્રંથકારશ્રીએ બતાવ્યું અને તે મત ગંથકારશ્રીને અભિમત નથી છતાં તે મતને જ પુષ્ટ કરે તેવાં વચનો યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં પ્રાપ્ત થાય છે તે બતાવીને “યોગશાસ્ત્રનું તાત્પર્ય શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : યોગશાસ્ત્રના રે અંતર શ્લોકમાં, એ પણિ મત છઈ રે ઈ; લોકપ્રદેશે રે અણુઆ જુઆ, મુખ્ય કાલ તિહાં દિ. સમo II૧૦/૧પII ગાથાર્થ - યોગશાસ્ત્ર” ના અંતરશ્લોકમાં એ પણ મત=દિગંબરે કહ્યો એ પણ મત, ઈષ્ટ છે. કેમ ઇષ્ટ છે ? તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે – લોકપ્રદેશમાં જુદા જુદા અણુઓ=કાલાણુઓ, ત્યાં=“યોગશાસ્ત્રમાં, મુખ્ય કાળ બતાવાયું છે=કહેવાયું છે. ll૧૦/૧પIL -- ટબો - એ દિગમ્બર મત પણિ-યોગશાસ્ત્રના અંતરઊંકમાંહિ ઢઈષ્ટ છઈ, જે માર્ટિ-તે શ્લોકમળે-લોકપ્રદેશઈ જુજુઆ કાલ અણુઅ, તે મુખ્યકાલ કહિઓ છઈ. તથા ૨ તત્પs :
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy