SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૧૧ ૨૬૭ ગ્રંથકારશ્રીને અનુભવ થયો, તે રૂ૫ આત્માની અનુભવદશા છે, તેણે કરીને=ભ્યાદ્વાદના સૂક્ષ્મબોધરૂપ અનુભવથી, એહ વાણી=પ્રસ્તુત ગ્રંથરૂપ વાણી, દ્રવ્યાનુયોગરૂપે પ્રકાશીત્રગ્રંથકારશ્રીએ વચન દ્વારા કરીને પ્રરૂપણા કરી. કવિ શ્રી યશોવિજયજી' ભણે છે કહેતાં કહે છે, એ ભણm=હે આત્માર્થી પ્રાણીઓ ! આ દ્રવ્યાનુયોગરૂ૫ ગ્રંથ ભણજો, પ્રતિદિન બહુ અભ્યાસ કરીને=તેના હાર્દની પ્રાપ્તિ થાય તે રીતે બહુ અભ્યાસ કરીને, ભણજો. ૧૭/૧૧ાા ભાવાર્થ ગ્રંથકારશ્રીએ ગુણવાન ગુરુની ભક્તિ કરવાનો ઉલ્લાસ કર્યો. આ ભક્તિ માત્ર આહારાદિ લાવી આપવાસ્વરૂપ નથી; પરંતુ ગુરુની પ્રસન્નતા વધે તેવી સર્વ ઉચિત પ્રવૃત્તિસ્વરૂપ છે. વળી, શિષ્ય જેમ જેમ ભગવાનના શાસનના પરમાર્થને પામીને અધિક અધિક સ્વહિત કરી શકે છે તેમ તેમ તે ગુણવાન ગુરુની પ્રસન્નતા વધે છે. તેથી શિષ્યની સ્વભૂમિકાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ એ જ ગુરુની પ્રસન્નતારૂપ ભક્તિ છે. આ ભક્તિને કારણે ગ્રંથકારશ્રીમાં શુભ શક્તિ પ્રગટી; કેમ કે ઉચિત પ્રવૃત્તિ કરીને ગ્રંથકારશ્રીએ ગુરુની ભક્તિ કરી તેનાથી આત્માની અનુભવદશારૂપ શક્તિ ગ્રંથકારશ્રીમાં પ્રગટ થઈ; કેમ કે ઉચિત પ્રવૃત્તિથી ક્ષીણ થયેલાં ઘાતિકર્મોને કારણે ગ્રંથકારશ્રીને દ્રવ્યાનુયોગના હાર્દને સ્પર્શે તેવી પરિણતિની પ્રાપ્તિ થઈ. તેનાથી= શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવરૂપ શક્તિથી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથની રચનારૂપ વાણીને વચનરૂપે પ્રગટ કરી છે. વળી, ગ્રંથકારશ્રીએ ક્ષપકશ્રેણીના હાર્દનું પ્રતિસંધાન થાય તે પ્રકારે દ્રવ્યાનુયોગના રહસ્યને પ્રાપ્ત કરીને તેના પ્રતિસંધાનનો યોગ્ય બોધ કરાવે તે પ્રકારે પ્રસ્તુત ગ્રંથ ભણ્યો છે. તેથી હિતશિક્ષા આપતાં તેઓશ્રી કહે છે કે “હે આત્માર્થી જીવો! તમે પણ તે ગ્રંથ પ્રતિદિન ઘણો અભ્યાસ કરીને તે રીતે ભણો કે જેથી અલ્પ ભવમાં ક્ષપકશ્રેણીને અનુકૂળ સૂક્ષ્મબોધ ઉલ્લસિત થાય. આ પ્રકારે પ્રસ્તુત ગ્રંથના હાર્દને પ્રાપ્ત કરો'. આ પ્રમાણે બતાવીને ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ, અયોગ્ય જીવોને નહીં, તેમ પણ સૂચિત કર્યું છે; કેમ કે “આત્માર્થી પ્રાણીઓ ભણજો' તેમ કહેવાથી અન્ય જીવો ગ્રંથના અનધિકારી છે તેમ સૂચિત થાય છે. II૧૭/૧૧ાા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy