SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૬, ગાથા-૨ ગાથા : ગુરુ પાસઈ શીખી, અર્થ એહના જાણી, તેહનઈ એ દેજ્યો-જેહની મતિ નવિ કાણી; લઘુને નય દેતાં, હોઈ અર્થની હાણી, યોવૃષ્ટિસમુચ્ચય એહવી રીતિ વખાણી. ૧૬/શા ગાથાર્થ : ગુરુ પાસે શીખીને પ્રસ્તુત ગ્રંથના પારમાર્થિક અર્થને શીખીને, તેના અર્થને જાણીને=પ્રસ્તુત ગ્રંથના ગંભીર અર્થને યથાર્થ જાણીને, તેને એ દેજો તે વ્યક્તિને આ અર્થ આપજો, જેની મતિ કાણી નથી=ગંભીર અર્થને ધારણ કરવામાં સમર્થ છે પરંતુ અસમર્થ નથી, તેને આપજો. લઘુને= તુચ્છ જીવોને, નય દેતાં=પદાર્થને જોવાની જુદી જુદી દષ્ટિ દેતાં, અર્થની હાનિ થાય=૮ચ્છમતિવાળા જીવો સ્વમતિથી સ્વઅભિપ્રેત અર્થને ગ્રહણ કરીને પ્રસ્તુત ગ્રંથના અર્થની હાનિને કરે, એવી રીતિયોગ્યને આપવું જોઈએ એવી રીતિ, “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં વખાણી છે. I૧૬/રા. બો - એટલા માટે-સદગુરુ પાર્સ-ગીતાર્થ સંર્ગ, એહના અર્થ સમજીને લેવા, જિમ ગુરુ અદત્ત એ દોષ ન લાગઈ. શુદ્ધ વાણી, તે ગુરુ સેવાઈ પ્રસન્ન થાઈ. તેહને-તેહવા પ્રાણીનેં, એ શાસ્ત્રાર્થ આપ, જેહની મતિ કાણી-છિદ્રાળી, ન હોઈ, છિદ્ર સહિત જે પ્રાણી, તેહને સુત્રાર્થ ન દેવો. કાણું ભાજન, તે પાણીમાં રાખીઈ, તિહાં સુધી ભર્યું દિસઈ, પછે ખાલી થાઈ. અને લઘને પણિ નથાર્થ દેતાં અર્થની હાણી થાઈ. તે માટે, સુરુચિ જ્ઞાનાથિને જ દે, પણ મૂર્ખને ન જ દેઊં. એહવી રીત યોવૃષ્ટિસમુચ્ચયપ્રન્થ વખાણી છઈ-વર્ણવી છઈ, હરિભદ્રસૂરિજીયે. ll૧૬/ ટબાર્થ : એટલા માટે=ભગવાનનું વચન અતિ ગંભીર છે તેથી યોગ્ય જીવો જ તેના પરમાર્થને જાણી શકે છે એટલા માટે, સદ્ગુરુ પાસે=ગીતાર્થના સંગે=પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જોવામાં સમર્થ એવા ગીતાર્થ પુરુષની પાસે, એના અર્થ સમજીને લેવા પ્રસ્તુત ગ્રંથના યથાર્થ અર્થને જાણીને ગ્રહણ કરવા. જેમ-જે પ્રમાણે, કરવાથી ગુરુઅદા એ દોષ ન લાગે. શુદ્ધ વાણી=ભગવાનનાં યથાર્થ વચનો, તે ગુરુસેવાથી પ્રસન્ન થાય=ગુરુગમથી યથાર્થ પ્રાપ્ત થાય.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy