SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૯ વાતો મનુષ્યક્ષેત્રઅવચ્છિન્ન આકાશાદિમાં, ત્રિદ્રવ્યોપચાર પત્ર સરકાળદ્રવ્યનો ઉપચાર જ શરણ છે, રૂતિ વિનાત્ર =એ પ્રકારે આ દિશામાત્ર છેઃકાળદ્રવ્યને ઉપચારરૂપ સ્વીકારનાર વચનનું દિશામાત્ર કથન છે અર્થાત્ પ્રસ્તુતમાં ઘણું વક્તવ્ય છે. ૧૦/૧૯ ભાવાર્થ - શાસ્ત્રમાં પદ્રવ્યની વિચારણાનાં વચનો ઉપલબ્ધ થાય છે, કેમ કે પાંચ કારણોને અંતર્ગત કાળને પણ કારણરૂપે કહેવામાં આવે છે અને કાર્યકારણભાવની વ્યવસ્થામાં કાળ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી જ જીવનો જ્યારે કાળ પાકે છે ત્યારે જ યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ શાસ્ત્રવચનો પ્રસિદ્ધ છે. તેથી કાળદ્રવ્યરૂપે સંમત નહીં હોવા છતાં કાળને કારણરૂપે બોધ કરાવતી વખતે તે વસ્તુ છે' તેવી ઉપસ્થિતિ આવશ્યક છે. તેથી તે તે ક્ષણપર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને યોગમાર્ગનો કાળ પાક્યો છે તે બતાવવા કાળને કારણે સ્વીકારાય છે ત્યાં અન્ય સર્વ કારણોની જેમ કાળ પણ એક કારણ છે તેમ બતાવાય છે, માટે પાંચ દ્રવ્યથી અતિરિક્ત છઠ્ઠા કાળદ્રવ્યને સ્વીકાર્યું છે અને તે છ દ્રવ્યની સંખ્યાની પૂર્તિ માટે જીવઅજીવના પર્યાયરૂપ કાળદ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર કરીને ભગવતીસૂત્ર” આદિ ગ્રંથોમાં જેમ કાળની વિચારણા કરી છે તેમ સૂત્રમાં જે ધર્માસ્તિકાયાદિ અનેક પ્રદેશવાળાં દ્રવ્યો છે તેવું કાળદ્રવ્ય નથી, એ બતાવવા માટે કાળદ્રવ્યની અપ્રદેશતા કહી છે. કાલપરમાણુઓ પણ સૂત્રમાં કહ્યા છે તેના યોજના માટે તે કાળને અપ્રદેશ કહેનારા વચનના યોજના માટે, “યોગશાસ્ત્રના અંતરશ્લોકોમાં ચૌદરાજલોકવર્તી જે પરમાણુઓ રહેલા છે તેમાં કાલાણુનો ઉપચાર કર્યો છે. તેથી ધર્માસ્તિકાયાદિની જેમ કાળદ્રવ્યરૂપે સંમત નથી. વળી, ગ્રંથકારશ્રીએ ગાથા-૧૫માં કહેલ તે પ્રમાણે કાળને લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્વીકારનાર ‘યોગશાસ્ત્રના અંતરશ્લોકના ચોથા પાદમાં સ્પષ્ટ કહેલ છે કે, “તે મુખ્ય કાળ છે તેથી કોઈને ભ્રમ થાય કે અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ કાલાણુઓ છે તેને આશ્રયીને મુખ્ય કાળ' એ પ્રમાણે પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ સ્વીકારેલ છે તે વચનાનુસાર દિગંબરનો મત સિદ્ધ થાય છે; કેમ કે “મુખ્ય કાળ” કહેવાથી તે “ઉપચરિત કાળ નથી એમ પ્રાપ્ત થાય છે. તે કથનના તાત્પર્યને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – “મુખ્ય કાળ' એ પ્રકારનું યોગશાસ્ત્રનું વચન અનાદિકાલીન અપ્રદેશના વ્યવહારનો નિયામક ઉપચારનો વિષય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, ધર્માસ્તિકાયાદિના જેમ અસંખ્યાત પ્રદેશો છે તેમ કાળના પ્રદેશો નથી પરંતુ કાળ વર્તમાનમાં એક સમયરૂપ છે, ભૂતના અનંતા સમયોરૂપ હતો અને ભવિષ્યના અનંતા સમયોરૂપ થશે, તે સર્વ એક સ્કંધરૂપ નહીં હોવાથી પ્રદેશરૂપ નથી. તે બતાવવા માટે લોકાકાશમાં વર્તતા પરમાણુઓમાં ઉપચાર કરીને અસંખ્યાત કાલાણુઓ કહ્યા છે. તેથી પરમાણુનો મંદગતિથી નજીકના આકાશપ્રદેશમાં સંચાર થાય તેની અવધિથી નક્કી કરાયેલો વર્તમાનનો સમય છે અને તેવા ભૂતકાળના અનંતા સમયો થયા, જે વર્તમાનમાં નથી અને ભવિષ્યના પણ અનંતા સમયો થશે, જે વર્તમાનમાં નથી, તેથી અનંતા સમયપ્રમાણ કાળ છે. તે અપ્રદેશરૂપ છે તે બતાવવા માટે “યોગશાસ્ત્ર'માં લોકાકાશમાં રહેલા પરમાણુઓમાં તે કાળનો ઉપચાર કર્યો છે, જેથી તે ત્રણ કાલના સમયોરૂપ કાલાણુઓ પરસ્પર સંલગ્ન એક સ્કંધરૂપ નથી એવો નિર્ણય થાય.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy