SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૭ નાસ્તિ’ વિકલ્પ દ્વારા સપ્તભંગી કરવામાં આવે તો એક દ્રવ્યાસ્તિકનયને આશ્રયીને જ સપ્તભંગી છે એમ સ્વીકા૨વાની આપત્તિ આવે; જ્યારે ભગવાનના શાસનમાં સર્વત્ર દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી સપ્તભંગી થાય છે અર્થાત્ સ્વપ્રતિપક્ષનયથી સપ્તભંગી થાય છે પરંતુ એક નયથી સપ્તભંગી થતી નથી. અન્ય રીતે સપ્તભંગી કરવામાં આવે તો શબ્દોની જાળરૂપ તે સપ્તભંગી બને, પરંતુ પરિપૂર્ણ અર્થના બોધના પ્રયોજનથી સર્વત્ર સપ્તભંગી કરાય છે તે માર્ગના વિલોપની આપત્તિ આવે, તે આ રીતે – સપ્તભંગી સત્-અસત્ની, નિત્ય-અનિત્યની, ભેદ-અભેદની, અસ્તિ-નાસ્તિની, એક-અનેકની કરાય છે, તે સર્વ સ્થાનમાં દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનયરૂપ ઉભયનું આશ્રયણ કરાય છે. જેમ, દ્રવ્યરૂપે વસ્તુ ત્રિકાળવર્તી છે માટે સત્ છે અને પર્યાયરૂપે વસ્તુ પ્રતિક્ષણ નાશવંત છે માટે અસત્ છે. તેથી દ્રવ્યાસ્તિકનયથી વસ્તુ સત્ છે અને પર્યાયાસ્તિકનયથી વસ્તુ અસત્ છે તેમ કહેવામાં આવે ત્યારે સરૂપે સર્વ દ્રવ્યોની ઉપસ્થિતિ થાય છે અને પર્યાયરૂપે પ્રતિક્ષણ નશ્વરભાવની ઉપસ્થિતિ થાય છે. જેમ કેવલીને કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો સ્પષ્ટ બોધ છે તેવો જ સંગ્રહાત્મક બોધ ‘દ્રવ્યાસ્તિકનયથી સત્ત્તું અને પર્યાયાસ્તિકનયથી અસત્’નું જ્ઞાન થવાથી યથાર્થ બોધ કરનાર સમ્યગ્દષ્ટિને જિનવચનાનુસાર સર્વ દ્રવ્યોનો અને સર્વ પર્યાયોનો પરિપૂર્ણ રીતે થાય છે. આથી જ જેમ ‘સવ્વયં સમ્મત્ત' એ વચનથી સર્વ દ્રવ્યના અને સર્વ પર્યાયના વિષયવાળું સમ્યક્ત્વ છે એમ કહેલ છે તેમ સત્-અસત્ આદિમાંથી કોઈ પણ એક પ્રકારની સપ્તભંગીનો યથાર્થ બોધ ક૨ના૨ને સર્વ દ્રવ્યવિષયક અને સર્વ પર્યાયવિષયક જિનવચનાનુસાર યથાર્થ બોધ થાય છે. તેથી સંક્ષેપથી સર્વ દ્રવ્યોનો અને સર્વ પર્યાયોનો બોધ કરનાર પ્રાજ્ઞને એક સપ્તભંગીનું જ્ઞાન સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય જે પ્રકારે ભગવાને કહ્યા છે તે પ્રકારે જ સંગ્રહરૂપે એક સપ્તભંગીથી તે મહાત્માને બોધ થાય છે અને બોધ હંમેશાં સમ્યગ્ હોય તો પ્રવૃત્તિ સમ્યગ્ જ થાય, જેનાથી એકાંતે હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ થાય છે. વળી, જો દિગંબર પ્રક્રિયા અનુસાર માત્ર દ્રવ્યાસ્તિકનયને જ ગ્રહણ કરીને વસ્તુમાં અસ્તિ-નાસ્તિ સ્વીકારવામાં આવે તો માત્ર દ્રવ્યાસ્તિકનયના જ બે વિકલ્પોની પ્રાપ્તિ થાય, જેનાથી કલ્પાયેલી સપ્તભંગી દ્વા૨ા વસ્તુનો પૂર્ણ બોધ થઈ શકે નહીં અને જે સપ્તભંગી વસ્તુના પૂર્ણ બોધનું કારણ ન હોય તે સમ્યક્ત્વની પ્રાપ્તિનું પણ કારણ બને નહીં; તેથી જૈનશાસનની સપ્તભંગીની પ્રક્રિયાના વિલોપનું કારણ સ્વભાવના વિભાગમાં કરાયેલા અસ્તિનાસ્તિસ્વભાવથી થાય છે. વળી, કેટલીક વખત એક વસ્તુનો પરિપૂર્ણ બોધ કરવા અર્થે પણ સપ્તભંગીનો આશ્રય કરાય છે. જેમ, પોતાના આત્માનો નિત્યાનિત્યરૂપે બોધ ક૨વા અર્થે સપ્તભંગીનો આશ્રય કરાય છે, તે વખતે પોતાનો આત્મા ત્રિકાળવર્તી છે તેવો બોધ દ્રવ્યાર્થિકનયથી કરાય છે અને પોતાનો આત્મા ક્ષણિક છે તેવો બોધ પર્યાયાર્થિકનયથી કરાય છે અને તેને આશ્રયીને નિત્યાનિત્યની સપ્તભંગી થાય છે. તેમાં જગતવર્તી સર્વ દ્રવ્યોનો અને સર્વ પર્યાયોનો બોધ થતો નથી; તોપણ દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને આશ્રયીને
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy