SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૬-૭ ૧૧૫ પરમાણુપ્રમાણ એવા પ્રદેશો આકાશાદિ દ્રવ્યના અનેક છે. માટે અનુભવ અનુસાર અખંડ એવા આકાશાદિ દ્રવ્યમાં પણ અનેકપ્રદેશસ્વભાવ માનવો જોઈએ. આ રીતે આત્મામાં પણ અનેકપ્રદેશસ્વભાવ છે તેની સંગતિ થાય છે. II૧૨/૬ અવતરણિકા : એહ જ યુક્તિ વિસ્તારી દેખાડઈ છઈ અવતરણિકાર્ય : - એ જ યુક્તિ=અખંડ દ્રવ્યમાં અનેક પ્રદેશસ્વભાવ છે તેમ ગાથાના ઉત્તરાર્ધમાં યુક્તિથી બતાવેલ એ જ યુક્તિ, વિસ્તારીને દેખાડે છે ગાથા: - જી હો દેશ, સકલભેદર્દી દ્વિધા, લાલા દીઠી જગમાં વૃત્તિ; જી હો પ્રત્યેકઈં દૂષણ તિહાં, લાલા બોલઈ ‘સમ્મતિવૃત્તિ'. ચતુ॰ ||૧૨/૭ના ગાથાર્થઃ દેશ અને સકલના ભેદથી બે પ્રકારની જગતમાં વૃત્તિ જોવાયેલી છે=એક પદાર્થમાં અન્ય પદાર્થની વૃત્તિ જગતમાં જોવાઈ છે. તિહાં=દેશ અને સર્વની વૃત્તિમાંથી, પ્રત્યેકના દૂષણ ‘સમ્મતિવૃત્તિ’ બોલઈ=‘સમ્મતિ”ની વૃત્તિમાં કહેવાયા છે અર્થાત્ અખંડ દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો દેશ અને સર્વ - એ બંનેમાં દોષ છે એમ ‘સમ્મતિતર્ક પ્રકરણ'ની ટીકામાં કહેલ છે. ||૧૨/૭|| ટબો ઃ એક વૃત્તિ દેશથી છઈ, જિમ કુંડઈં બંદર; નઈં બીજી સર્વથી છઈ, જિમ સમાનવસ્ત્રયની. તિહાં પ્રત્યેકઈં દૂષણ સમ્મતિવૃત્તિ બોલઈ છઈ. પરમાણુનઈં આકાશાદિકઈં દેશવૃત્તિ માંનતાં આકાશાદિકના પ્રદેશ અનિચ્છતાં પણિ આવઈં, અનઈં સર્વોવૃત્તિ માંનતા પરમાણુ આકાશાદિ પ્રમાણ થઈ જાઈ. ઉભયાભાવઈ તો પરમાણનઈં અવૃત્તિપણું જ થાઈ. “યાદિોષામાવસ્ય સામાન્યામાવનિયતત્વાત્” જ્ઞાતિ । ||૧૨/૭|| ટબાર્થ: એક વૃત્તિ દેશથી છે=એક પદાર્થમાં અન્ય પદાર્થની વૃત્તિ દેશથી છે. જેમ કુંડમાં બદર=બોર, એક દેશમાં રહે છે અને બીજી=બીજી વૃત્તિ, સર્વથી છે. જેમ સમાન વસ્ત્રદ્વયની વૃત્તિ સર્વથી છે. તેમાં=બે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy