SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૭-૮ ૨૧૧ પ્રવૃત્તિ કરવાથી હિત સાધી શકશે ? તેના પરમાર્થનો નિર્ણય કરી શકે છે. તેથી જેમ કેવળી પોતાના કેવળજ્ઞાનના બળથી યોગ્ય જીવોને સન્માર્ગમાં પ્રવર્તાવી શકે છે, તેમ જ્ઞાનવંત એવા ગીતાર્થો સ્વયં યોગમાર્ગમાં પ્રવર્તી શકે છે અને યોગ્ય જીવોને પ્રવર્તાવી શકે છે. માટે એવા યોગ્ય ગીતાર્થોને “બૃહત્કલ્પભાષ્યમાં કેવળી કહ્યા છે અર્થાત્ કેવળી અને શ્રુતકેવળી બંનેને સરખા કહ્યા છે; કેમ કે કેવળી પોતાના કેવળજ્ઞાનથી જેમ યોગ્ય જીવોને ઉચિત અનુશાસન આપીને ભૂમિકા અનુસાર ગુણસ્થાનકની વૃદ્ધિ કરાવી શકે છે તેમ ગીતાર્થ ગુરુ પોતાને શરણે આવેલા અને હિતના અર્થી યોગ્ય જીવોને સર્વજ્ઞના વચનાનુસાર માર્ગમાં પ્રવર્તાવીને તેઓના સંસારનો ઉચ્છેદ કરાવી શકે છે, માટે તેઓને કેવળી સરખા કહ્યા છે. અહીં બૃહત્કલ્પ ભાષ્યની ગાથા બતાવી છે તેનો અર્થ આ પ્રમાણે છે – ગીતાર્થ એવા શ્રુતકેવળી ચાર પ્રકારના છેઃ (૧) જ્ઞાનની અપેક્ષાએ યથાર્થ જાણનારા છે. (૨) વળી, યથાર્થ જાણનારા છે, તેમ તેનું કથન કરનારા છે અર્થાત્ યોગ્ય જીવોને સન્માર્ગનો સૂક્ષ્મ બોધ કરાવે એવા સામર્થ્યવાળા છે. (૩) રાગ-દ્વેષમાં તુલ્ય પરિણામ રાખી શકે તેવા સૂક્ષ્મ બોધવાળા છે. (૪) વળી, ચોથા પ્રકારના શ્રુતકેવળી ગીતાર્થ અનંતકાય જીવોના વર્જનના ઉપાયવિષયક સૂક્ષ્મ બોધવાળા છે. આથી એ ફલિત થાય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રુતનો અભ્યાસ અત્યંત ઉપકારક છે અને તેનો જ સૂક્ષ્મબોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના કરી છે. તેથી ગુરુગમથી જેઓ તેનો સૂક્ષ્મબોધ કરશે તેઓ પણ ભગવાનના વચનના રહસ્યને જાણીને ગીતાર્થની તુલ્ય ભૂમિકા અનુસાર અવસ્થાને પ્રાપ્ત કરશે. તેથી જે ગૃહસ્થોમાં પણ લબ્ધઅર્થવાળા અને ગરિષ્ઠઅર્થવાળા છે તેઓ ગીતાર્થોની જેમ ભગવાનના વચનની વ્યવસ્થાને જાણનારા થઈને સ્વયં પોતાના હિતને સાધી શકે છે અને યોગ્ય જીવોને કલ્યાણમિત્રના યોગસ્વરૂપ થઈને કલ્યાણનું કારણ બની શકે છે. માટે વિવેકીએ પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. આદુહા-છા અવતરણિકા: જ્ઞાન જ જીવ માટે સર્વ પ્રકારે મહાકલ્યાણનું કારણ છે. તે બતાવવા માટે કહે છે – ગાથા : નાણા પરમ ગુણ જીવનો, નાણ ભવન્નવપોત; મિથ્યામતિતમ ભેદવા, નાણા મહા ઉધોત. દુહા-દા ગાથાર્થ : જ્ઞાન તે જીવનો પરમગુણ છે. ભવરૂપી સમુદ્રમાં પોત=વહાણ, જ્ઞાન છે. મિથ્યામતિરૂપી અંધકારને ભેદવા જ્ઞાન મહા ઉધોત છે. દુહા-૮ll ટબો : જ્ઞાન તે જીવન પરમગુણ છઈ, અપ્રતિપાતીપણા માટે. જ્ઞાન તે ભવાર્ણવમાં
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy