SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યગણપર્યાયનો રાસ ભાગ- ૨ | હ | ગાથા-૧ ૨૦૧ - દુહા પૂર્વની ઢાળ સાથેનું જોડાણ - દ્રવ્ય, ગુણ અને પર્યાયનું વર્ણન કરવાની ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરેલી. તેની પૂર્ણાહુતિ થતાં હવે તે દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન આત્મકલ્યાણમાં કઈ રીતે ઉપકારક છે ? તેનું ભાવન કરવા અર્થે અંતે તેના ઉપર દુહા બતાવે છે – ગાથા - ગુરુ-શ્રુત-અનુભવબલથકી, કવિઓ દ્રવ્યાનુયોગ; એહ સાર જિનવચનનું, એહ પરમપદભોગ. દુહા-૧|| ગાથાર્થ - ગુરુ, શ્રત અને અનુભવના બળથી દ્રવ્યાનુયોગ કહેવાયો. જિનવચનનું એ=દ્રવ્યાનુયોગ, સાર છે. એe=દ્રવ્યનો અનુયોગ, પરમપદનો ભોગ છે અર્થાત્ પરમપદના ભોગનું કારણ હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને પરમપદનો ભોગ કહ્યો છે. દૂહા-ના ટબો : ગુરુ કે ગુરુઉપદેશ, શ્રુત-શાસ્ત્રાભ્યાસ, અનુભવબલ-સામર્થગ, તેહથી એ દ્રવ્યાનુયોગ કહિ. એ સર્વ જિનવચનનું સાર થઈ. એ જ પરમપદ કહિઈ-મોક્ષ, તેહ ભોગ છઈ. જે માર્ટિ-એ દ્રવ્યાદિ વિચારઈ શુક્લધ્યાનસંપદાઈ મોક્ષ પાસિંઈ. દુિહા-૧| ટબાર્થ : ગુરુ કહેતાં ગુરુઉપદેશ, શ્રત કહેતાં શાસ્ત્રનો અભ્યાસ અને અનુભવબળ કહેતાં સામર્થ્યયોગ= શ્રુતના બળથી પ્રગટ થયેલ અનુભવજ્ઞાન સ્વરૂપ સામર્થયોગ અર્થાત અનુભવને અનુકૂળ સામર્થ્યયોગ, તેહથી આ ગુણને આશ્રયીને, દ્રવ્યાનુયોગ કહેવાયોદ્રવ્યગુણપર્યાયનું સ્વરૂપ કહેવાયું. એ સર્વ જિનવચનનું સાર છે=જિનવચતનું રહસ્ય છે. એ જ દ્રવ્યાનુયોગ જ, પરમપદ કહીએ=મોક્ષ કહીએ, તેનો ભોગ છે–તેનો વિલાસ છે. જે માટે=જે કારણથી, એ દ્રવ્યાદિ વિચારે=ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારે, શુક્લધ્યાનની સંપદાથી=શુક્લધ્યાનને અનુકૂળ શક્તિનો સંચય થવાથી, મોક્ષ પામીએ=મોક્ષસુખની પ્રાપ્તિ થાય. દૂહા-ના
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy