SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૫ | ગાથા-૫ પાળે અને અંતરમાં આકરી માયા રાખે, તેને જે ભલા કહે છે, તે પણ દુબુદ્ધિ જાણવા. પણ તેમની મતિએ તેમને ભલા કહેનારા ગૃહસ્થોની બુદ્ધિએ, તેમની જાતિ જાણી નથી= આ કુસાધુ છે એ પ્રકારની તેમની જાતિને તેમણે જાણી નથી. ગત =આથી જ–તેવા ફસાધુની જાતિને જેઓએ ઓળખી નથી માટે ભલા માને છે તેવા પુરુષોને મતિહીન માનવા. આથી જ – “નિવૃદ્ધિ પુરુષો સેવા"=વિબુદ્ધિક પુરુષ જાણવો એવું માનનાર પુરુષને વિબુદ્ધિક જાણવો. તિ ભાવ:=એ પ્રમાણે ભાવ છે. I/૧૫/પા ભાવાર્થ કેટલાક સાધુઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા નથી, તેથી સંયમની બાહ્ય ક્રિયાઓ કઈ રીતે અસંગભાવ પ્રગટ કરીને વિરતિના પરિણામરૂપ સ્વાથ્યનું કારણ છે ? તેના પરમાર્થને જાણી શકતા નથી. તેઓ બાહ્યક્રિયાઓ કરીને હિત સાધવાના અર્થ છે અને બાહ્ય કોઈક ઉપયોગપૂર્વક સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તેથી જે મહાત્માઓને અસંગભાવના ઉપાયરૂપે વિરતિની ક્રિયાઓ દેખાતી નથી, તેઓને તે ક્રિયાથી પોતે ત્યાગી છે, જગન્યૂજ્ય છે, તે પ્રકારના સંગનો જ પરિણામ વર્તે છે. તેથી જેમ બગલો માછલાને પકડવા અર્થે શાંત મુદ્રાથી સરોવરની અંદર ઊભો રહે છે અને તેની શાંત પ્રકૃતિને જોઈને સરોવરનાં માછલાં આદિ ત્યાં આવે છે જેમને તે ગ્રહણ કરે છે, તેમ બાહ્યદૃષ્ટિથી જોનારા સાધુઓ પોતાના બાહ્ય આચારોથી પૂજાય છે તેનો જ તેઓને મધુર આસ્વાદ છે, તેથી બગલાની જેમ લોકોને પોતાનામાં જયણાનો પરિણામ છે તેવું દેખાય તે રીતે નીચે જોઈને જીવોની અનુકંપાથી ધીમે ધીમે પગ મૂકે છે; પરંતુ પોતાના જ આત્માની તેઓને અનુકંપા નથી, તેથી લોકોના આદર-સત્કરને ઝીલવાની વૃત્તિ દ્વારા પોતાના ભાવપ્રાણોની હિંસા કરે છે. તેઓના ચિત્તમાં આકરી માયા વર્તે છે, તેથી લોકને રીઝવવામાં અને આત્માને ઠગવામાં જ તેઓનો માનસવ્યાપાર વર્તે છે. આવા સાધુને જે અન્ન લોકો બાહ્યત્યાગાદિ જોઈને ભલા કહે છે તે પણ દુર્બુદ્ધિવાળા છે; કેમ કે તેમની મતિ તેવા સાધુઓની જાતિને જાણી શકતી નથી અર્થાતુ કેવા સાધુઓ સંવેગરને ઝીલે છે ? અને કેવા સાધુઓ ઔદયિકભાવના તપત્યાગાદિ કરે છે ? તે પ્રકારના જાતિના ભેદને જાણી શકતા નથી અને સ્પષ્ટ લિંગોથી માનકષાયાદિયુક્ત બાહ્ય આચારો પાળનારા સાધુઓને તેઓ સુસાધુ કહે છે. આથી તેઓ નિબુદ્ધિવાળા પુરુષો છે. આમાં ગ્રંથકારશ્રી સાક્ષીપાઠ બતાવે છે, જેનો અર્થ આ પ્રમાણે છે – વનવાસકાળમાં લક્ષ્મણને ઉદ્દેશીને શ્રીરામ કહે છે કે “જીવોની અનુકંપાથી આ બગલો ધીમે ધીમે પગોને મૂકીને જાય છે તેથી જણાય છે કે આ બગલો પરમ ધાર્મિક છે.” આ પ્રકારના શ્રીરામના વચનને સાંભળીને સરોવરમાં રહેલો દેડકો કહે છે કે “સહવાસીઓનું સહજ દુઃખ સહવાસી જ જાણી શકે, બીજો જાણી શકે નહીં.” આમ કહીને દેડકો શ્રી રામને પૂછે છે કે “હે રાજન ! મંત્રમાં પૂછે=મને કોઈ ખાનગીમાં પૂછે, તો હું કહું કે એ બગલા વડે હું નિષ્ફળ કરાયો છું અર્થાત્ મારા કુળનો બગલાએ ઉચ્છેદ કર્યો છે. આ પ્રકારના ઉપદેશનાં વચનો દ્વારા એ બતાવવું છે કે કેમ તે બગલો પરમાર્થથી ધાર્મિક નથી તેમ જેઓ નીચે જોઈને જીવોની અનુકંપાથી ધીમે ધીમે પગ મૂકે છે છતાં ભગવાનના વચનના પરમાર્થને
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy