________________
૨૭૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | કાવ્યમ્ | ગાથા-૧ વાણી વીતરાગતાના ઉપાયને બતાવનારી છે, તે ગુણથી ભગવાનની વાણીને જાણીને તેના ઉપાયપૂર્વક તેનાથી આત્માને ભાવિત ક૨વામાં આવે ત્યારે આત્મામાં વર્તતો ધ્યાનરૂપ શ્રેષ્ઠ પરિણામ તે વાણીના બતાવનારા તીર્થંકરતુલ્ય બનવા યત્ન કરે છે, તેથી ગ્રંથકારશ્રી ભાવના કરે છે કે “પ્રસ્તુત ગ્રંથના ભાવનથી પ્રગટ થયેલા ધ્યાનરૂપી પુષ્પો દ્વારા ભગવાનની પૂજા કરીને ભગવાનતુલ્ય થવા હું સમર્થ બનું.” આ પ્રકારની ઇચ્છા કરીને ભગવાનના વચનના બળથી ગ્રંથકારશ્રી ભગવાનતુલ્ય બનવાનો યત્ન કરે છે. IIII
***
સમાપ્ત