Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 292
________________ ૨૫ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૭ | ગાથા-૯-૧૦ કરી અંગોઅંગ પરિણમી. તેહતી તેથી, સ્વેચ્છા રુચિરૂપે થઈકશાસ્ત્ર ભણવાની જે પોતાની ઈચ્છા હતી તે શાસ્ત્રના પરમાર્થને જાણીને શાસ્ત્રના પરમાર્થમાં રુચિરૂપે થઈ. II૧૭/૯ ભાવાર્થ - ગ્રંથકારશ્રીના ગુરુ શ્રી નવિજયજી છે, તેમણે ઘણી મહેનત કરીને યોગ્ય સ્થાને ગ્રંથકારશ્રીને જૈન શાસ્ત્રો ભણાવ્યાં અને કાશીમાં ભણાવીને પરસમયમાં નિષ્ણાત બનાવ્યા. તેથી કાશીમાં ગ્રંથકારશ્રીને ન્યાયવિશારદ” એવુ બિરુદ પ્રાપ્ત થયું. આ બિરુદ પણ સામાન્ય પંડિતો વડે અપાયેલું ન હતું, પરંતુ વિદ્વાનો દ્વારા તે બિરુદ અપાયું હતું. તે બિરુદ પામીને ગ્રંથકારશ્રી હર્ષવાળા થયા નથી; પરંતુ ગ્રંથકારશ્રીને સમ્યગ્દર્શનરૂપ જિનવચનાનુસાર જે રુચિ હતી તે સ્વસમય-પરસમયના અભ્યાસને કારણે સુરભિતાને પામી છે. તેથી ભગવાનના શાસનના સ્યાદ્વાદની મર્યાદામાં ગ્રંથકારશ્રીની મતિ મેરુની જેમ નિષ્પકંપ થઈ અને તેઓનો આસ્તિષ્પગુણ ઊંડાણને પામ્યો. તેથી ગ્રંથકારશ્રીને દીક્ષા ગ્રહણકાળમાં શાસ્ત્રના પરમાર્થને જાણવાની જે ઇચ્છા હતી તે ઇચ્છા શાસ્ત્રના પરમાર્થને જાણીને તે પરમાર્થમાં રુચિરૂપે પરિણમી. તેથી પૂર્વ કરતાં વિશુદ્ધ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ll૧૭/લા ગાથા : જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ મેં લહિ8; તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા? ગાવાનઈ ગહ ગહિઓ રે. હમચડી. II૧૭/૧ના ગાથાર્થ : જેમની સેવાના સુપસાયથી સહજ “ચિંતામણિ =અન્ય દર્શનનો “ચિંતામણિ' નામનો વ્યાયશાસ્ત્રનો ગ્રંથ, ગ્રંથકારશ્રીને પ્રાપ્ત થયો. તેમના સઘલા ગુણ=જે ગુરુના પસાયથી ગ્રંથ મળ્યો તેમના સઘલા ગુણ, કેમ ગાઈ શકું? ગાવાને માટે હું અતિ ગહગહિઓ છું. I૧૭/૧૦|| ટબો: જસ ર્સવા-તેહની સેવારૂપ જે સુપ્રસાદ, તેણે કરીર્ન સહજમાંહે ચિંતાન-શિરોમણિ નામે મહા ચાવશાસ્ત્ર, તે લહ્યા-પાઓ, તસગુણ-તેહ જે મારા ગુરુ, તેહના સંપૂર્ણ ગુણ, એક જિલ્લાએ કરીને કિમ ગાઈ સકાઈ ? અને માહરું મન તો ગાવાને ગહગાહી રહ્યું છે, આતુર થયું છÚ. ll૧૭/૧૦// ટબાર્થ: જેમની સેવા–તેમની સેવારૂપ, જે પ્રસાદ, તેણે કરીને સહજમાંહે “ચિંતામણિ-શિરોમણિ' નામે મહાત્યાયશાસ્ત્ર તે લહા=ો પાયો, તેના સંપૂર્ણ ગુણ તેવા જે મારા ગુરુ-તેમના જે સંપૂર્ણ ગુણ,

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300