Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 279
________________ ૨૫૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા ગાથા : એહથી સવિ જાઈ પાપશ્રેણિ ઉજાણી, ગુણશ્રેણિ ચઢતાં લહઈ મુગતિ પટરાણી; ઘનઘાતિ કર્મનઈ પીલઈ જિમ તિલ ઘાણી, - નિરમલ ગુણ એહથી પામિઆ બહુ ભવિ પ્રાણી. ૧૬/કા ગાથાર્થ - એહથી દ્રવ્યગુણપર્યાયના રાસના વર્ણનથી ભાવિત થયેલા ચિતથી, સવિ પાપશ્રેણી ઉજાણી જાઈ=બધી પાપશ્રેણી નાસી જાય. ગુણશ્રેણી ચઢતાં મુક્તિરૂપ પટ્ટરાણી પ્રાપ્ત કરીએ. ઘનઘાતિકર્મને પલીએ, જેમ ઘાણીમાં તલ પીલાય. ઘણા ભવિ પ્રાણી=ભવ્ય જીવો, એહથી=પ્રસ્તુત એવા ગ્રંથથી, નિર્મલ ગુણ પામે છે. ll૧૬/૬ll ટબો: એહથી સર્વ જે-પાપની શ્રેણિ, તે ઉજાણી-નાઠી જાઈ. ગુણઐણિ ચઢતાં લહઈપામઈ, મુગતિ રૂપ પટરાણી-પૌં. ઘનઘાતી સકલ કર્મને પીલે, જિમ ઘાણી તલ પીલાઈ, તિમ કર્મક્ષય થાઈ. અનેક ક્ષાત્પાદિક નિર્મળ ગુણ પામઈ, ભવિ પ્રાણી-નિર્મળ વીતરાગ વચનનો આસ્થાવંત જે જીવ. f/૧૬/કા ટબાર્થ : એહથી પ્રસ્તુત ગ્રંથના ભાવનથી, સર્વ જે પાપની શ્રેણી દ્રવ્યગુણપર્યાયના ભાવ કરતાં વિપરીત એવી આત્મામાં ઉત્પન્ન થયેલી પાપની પરિણતિ, તે ઉજાણી=નાસી જાય. ગુણશ્રેણી ચઢતા=પાપશ્રેણી તાસવાને કારણે ગુણશ્રેણી ચઢતાં, મુક્તિરૂપી પટ્ટરાણી પ્રત્યે પામીએ=મુક્તિની પ્રાપ્તિની ભૂમિકાને પ્રાપ્ત કરીએ. ઘનઘાતી સકલ કર્મને પીલે=પ્રસ્તુત ગ્રંથના ભાવતથી જીવમાં વર્તતાં સકલ ઘનઘાતિકર્મોને પીલીએ, જેમ ઘાણીમાં તલ પીલાય છે તેમ કર્મક્ષય થાય. ભવિ પ્રાણી=નિર્મળ એવા વીતરાગતા વચનનો આસ્થાવંત જે જીવ, તે અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણને પામે=પ્રસ્તુત ગ્રંથના ભાવનથી નિર્મળ ગુણને પ્રાપ્ત કરે. I/૧૬/ ભાવાર્થ જે મહાત્માઓ ભવથી વિરક્ત થયા છે અને ભવના ઉચ્છેદના અત્યંત અર્થી છે તથા જેમને ભવના ઉચ્છેદનું પ્રબળ કારણ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાવન છે તેવો બોધ છે; કેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના ચિંતવનથી ક્ષપકશ્રેણીનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે. તેથી ક્ષપકશ્રેણીના અત્યંત અર્થી જીવો તેના ઉપાયભૂત

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300