________________
૨૫૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૭ | યોજનાનું સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથની વાણી યશને દેનારી થાય છે.
વળી, જે સજ્જન પુરુષો છે અને અનંત કલ્યાણી સંઘ છે, તેમને પણ સૌભાગ્યને આપનારી એવી પ્રસ્તુત ગ્રંથમાં આપેલી ભગવાનની વાણી છે.
આશય એ છે કે, ગુણવાન જીવો ગુણના અર્થ હોય છે તેથી વીતરાગના વચનાનુસાર શુદ્ધ પ્રરૂપણા જોઈને તેનાથી તેઓ આત્માને ભાવિત કરે છે. સજ્જન પુરુષો પણ “સર્વજ્ઞનાં વચનોસ્વરૂપ આ ગ્રંથ છે” તેમ જાણીને તેનાથી આત્માને ભાવિત કરે છે. ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ હંમેશાં તત્ત્વને જાણવાના અર્થી હોય છે તેથી તેઓને ક્યારેય પણ અંત ન પામે તેવું અનંત કલ્યાણ પ્રાપ્ત થાય છે. આવા અનંત કલ્યાણી સંઘમાં સ્થાન યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથની વાણી પામેલા સર્વજ્ઞના વચનના પરમાર્થને બતાવીને સન્માર્ગને દેનારી બનશે. જેનાથી ભાવિત થઈને તે ત્રણ પ્રકારના જીવો=ગુણીજનો, સજ્જનો અને અનંત કલ્યાણી સંઘમાં વર્તતા જીવો, પ્રસ્તુત ગ્રંથથી ભાવિત થઈને સદ્ગતિની પરંપરાને પ્રપ્ત કરશે. તેથી પ્રસ્તુત ગ્રંથ તેઓને મહાયશ દેનારો બનશે. II૧૬ના
કિ પ્રસ્તુત ઢાળમાં આત્મકલ્યાણમાં પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપ -
eી
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષામાં રચેલ છે, જે પ્રાકૃત વાણી છે. તેથી કોઈક વિચારકને શંકા થાય કે સુસંસ્કૃત ભાષા સંસ્કૃતિ છે તેને છોડીને ગ્રંથકારશ્રીએ પ્રાકૃત ભાષામાં ગ્રંથ કેમ લખ્યો? તેની સ્પષ્ટતા કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે જેનાથી લોકને ઉપકાર થાય તેવી ભાષા પ્રાકૃત છે, તેથી ગ્રંથકારશ્રીએ યોગ્ય જીવોને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય તોપણ ઉપકાર થાય તેને માટે પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચેલ છે. વળી, કલ્યાણ અર્થે શું ઉપયોગી છે ?” તેના પરમાર્થનો વિચાર કરીને જે જીવ કલ્યાણના અર્થી હોય એવા યોગ્ય જીવોને જ પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ તેમ ગ્રંથકારશ્રીએ સૂચન કરેલ છે; કેમ કે જેઓની મતિ તત્ત્વને અભિમુખ છે એવા જ જીવો પ્રસ્તુત ગ્રંથથી તત્ત્વને જાણીને હિત સાધી શકશે. વળી, જેઓની મતિ માત્ર વિદ્વાન થવાને અભિમુખ છે, તેઓ સ્થૂળથી પ્રસ્તુત ગ્રંથનું કાંઈક યોજન કરી શકશે; તોપણ પોતાના હિતમાં તેનું યોજન કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ બળસંચય થાય તે રીતે દ્રવ્યગુણ-પર્યાયનો બોધ કરી શકશે નહીં. આ પ્રકારનું સૂચન કરીને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરનારા યોગ્ય જીવોને હિતશિક્ષારૂપે કહ્યું છે કે પ્રસ્તુત ગ્રંથને માત્ર અધ્યયન કરવા અર્થે અધ્યયન કરશો નહીં તથા ઉપદેશકને પણ સૂચિત કર્યું છે કે પ્રસ્તુત ગ્રંથનો યોગ્ય જીવોને શબ્દમાત્રથી બોધ કરાવશો નહીં, પરંતુ જે રીતે યોગ્ય શ્રોતા પણ શુદ્ધ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને પ્રાપ્ત કરવા ઉલ્લસિત થાય એ રીતે ઉપદેશક બોધ કરાવવો જોઈએ અને શ્રોતાએ પણ ઉપદેશના શ્રવણકાળમાં આ ગ્રંથ કઈ રીતે શુદ્ધ આત્માને પ્રગટ કરવાનું પરંપરાએ કારણ બનશે ? તેનું આલોચન કરીને પ્રસ્તુત ગ્રંથને ગ્રહણ કરવા યત્ન કરવો જોઈએ.