Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 285
________________ રપ૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૭ | ગાથા-૧-૨ કોણ પ્રગટ્યો છે ? તેથી બતાવે છે – શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રગટ્યા છે. તે કેવા છે ? તેથી કહે છે – સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે=સૌભાગ્યવંત છે; કેમ કે ‘સુમ Tો સળનફો સુભગ માણસ સર્વ જનને ઈષ્ટ છે'. રૂતિ વયના–એ પ્રકારનું વચન છે. જેમ તારાના ગણમાં ચંદ્રમા શોભે છે તેમ સકલ સાધુસમુદાયમાં દેદીપ્યમાન છે=શ્રી હીરવિજયસૂરીશ્વરજી દેદીપ્યમાન છે. આ=કેમ દેદીપ્યમાન છે? તેથી કહે છે – સૂરિમનાર સ્વા–સૂરિમત્રના આરાધક હોવાથી, દેદીપ્યમાન છે. II૧૭/૧૫ ગાથા : તાસ પાર્ટિ વિનયસેનસૂરીસર, જ્ઞાન રયણનો દરિયો; સાદ સભામાં જે જસ પામિયો, વિજયવંત ગુણ ભરિયો રે. હમચડી. II૧૭/શા ગાથાર્થ : તેમની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી જ્ઞાનરત્નના દરિયા થયા, જે સાહી સભામાં=બાદશાહની સભામાં, જસ પામિયા=વાદને જીતીને જશને પામ્યા, અને વિજયવંત થયા. ગુણ ભરિયો અનેક ગુણોથી ભરેલા થયા. ll૧૭/શા બો - તાસ પાર્ટ તેહનો પટ્ટ પ્રભાકર શ્રી વિજયર્સનસૂરીશ્વર, આચાર્યની છત્રીશ છત્રીશીઇં વિરાજમાન, અનેક જ્ઞાનરૂપ, જે રત્ન, તેહનો અગાધ સમુદ્ર છે. સાહિ, તે પાતસ્યાહ, તેહની સભામાંહે વાદવિવાદ કરતાં જપવાદ રૂપ જે જસ, તે પ્રત્યું પામ્ય-વિજયવંત છે, અનેક ગુર્ણ કરી ભર્યો છે. II૧૭/શા રબાઈ - તાસ પાટે કહેતાં તેમની પાટે તેમના પટ્ટપ્રભાકર શ્રી વિજયસેનસૂરીશ્વર થયા, જેઓ આચાર્યની છત્રીશ છત્રીશીઓમાં બિરાજમાન, અનેક જ્ઞાનરૂપ જે રત્નના અગાધ સમુદ્ર છે. સાહિ, તે બાદશાહ, તેની સભામાં વાદવિવાદ કરતાં, જયવાદરૂપ જે જશ, તે પ્રત્યે પામ્યા= વિજયવંત છે=વાદમાં વિજયવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી છે, અને અનેક ગુણે કરીને ભર્યા છે. II૧૭/૨ા.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300