________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૬-૭
ચરણકરણાનુયોગ આદિ ચાર અનુયોગના પરમાર્થને જાણીને તે ચારે અનુયોગમાં અગ્રેસર એવા દ્રવ્યાનુયોગનો બોધ ક૨વા અર્થે પ્રસ્તુત ગ્રંથના સૂક્ષ્મ તાત્પર્યને જાણવા યત્ન કરે છે અને જાણીને સતત જે રીતે સર્વજ્ઞએ છએ દ્રવ્યોના ગુણતથાપર્યાયને બતાવ્યા છે તે સ્વરૂપે સદા ભાવન કરે છે તેનાથી તે મહાત્મામાં વર્તતી પાપશ્રેણી નાસી જાય છે; કેમ કે સંસારી જીવોએ જગતના વાસ્તવિક સ્વરૂપને જોવાને બદલે મોહથી જ જગતનું સ્વરૂપ અત્યાર સુધી જોયું છે અને તે રીતે જ તેનું ભાવન કરીને સ્થિર કર્યું છે. તેથી તે મોહથી કરાયેલા ભાવનથી વિરુદ્ધ છ દ્રવ્યો વિષયક યથાર્થ વિચારણા કરવાથી અને તે છ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ જાણીને તે ભાવોથી આત્માને ભાવિત કરવાથી તે મોહધારાના સંસ્કારો દૂર થાય છે તથા મોહને વશ જે કર્મો બાંધેલાં હતાં તે પણ તેના વિરુદ્ધ ભાવોથી નાશ પામે છે. તેથી તે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના ભાવનથી પ્રતિદિન ગુણશ્રેણીમાં ચડે છે અર્થાત્ જેમ જેમ મોહશક્તિ ક્ષીણ થાય છે તેમ તેમ આત્માની ગુણશક્તિની વૃદ્ધિ થાય છે તેથી ગુણશ્રેણીમાં ચડે છે અને તેના પ્રકર્ષને પામીને તે મહાત્મા મુક્તિરૂપી પટ્ટરાણીને પ્રાપ્ત ક૨શે અર્થાત્ શાશ્વત સુખને પ્રાપ્ત કરશે.
તે મહાત્મા ગુણશ્રેણીમાં ચડવાને કારણે મોક્ષસુખને કઈ રીતે પ્રાપ્ત ક૨શે ? તેથી કહે છે
-
૨૫૩
જેમ કોઈ ઘાણીમાં તલ પીલે તેમ તે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના ભાવનથી ઘનઘાતિકર્મોને પીલે છે અર્થાત્ અનાદિ કાળથી આત્મામાં ઘન થયેલા એવા જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોને પીલે છે. તેથી વર્તમાનના ભવમાં સંઘયણના બળના અભાવે ક્ષપકશ્રેણી પામી શકે નહીં તોપણ ક્ષીણપ્રાયઃ ઘાતિકર્મોને કરીને તે મહાત્મા અલ્પ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
તે મહાત્મા પ્રસ્તુત ગ્રંથના ભાવનના બળથી અલ્પ ભવમાં કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરશે ? તેથી કહે
છે
ઘણા ભવ્ય પ્રાણીઓ વીતરાગના વચન પ્રત્યેની આસ્થાવાળા છે. તેઓ વીતરાગના વચનાનુસાર પ્રસ્તુત ગ્રંથના રહસ્યને પામીને નિર્મળ ગુણને પામે છે અર્થાત્ ક્ષમા, માર્દવ આદિ મોહની અનાકુળતાની પરિણતિવાળા ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરે છે, જેથી ઘનઘાતિકર્મો નાશ પામે છે. માટે સુખપૂર્વક અલ્પ ભવોમાં મોક્ષને પ્રાપ્ત કરશે. I॥૧૬/કા
ખલ જન જો એમાં દ્વેષ ધરઈં અભિમાણી, તોપણિ સજ્જનથી એહની ખ્યાતિ મચાણી;
અવતરણિકા :
પ્રસ્તુત ગ્રંથ મોક્ષનું સાક્ષાત્ કારણ બને તેવો છે તોપણ ખલજનો તેમાં દ્વેષ ધરનારા છે, છતાં સજ્જન પુરુષો પ્રસ્તુત ગ્રંથની ખ્યાતિને કરનારા થશે, માટે તેવા ઉત્તમ પુરુષોથી જ આ ગ્રંથ ઘણા જીવોના કલ્યાણનું કારણ બનશે. તે બતાવવા અર્થે કહે છે -
-
ગાથા: