________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬| ગાથા-૪-૫
૨૪૭ ઊભા થઈને હાથ જોડીને તે વાણી પ્રત્યે પોતાની ભક્તિને અભિવ્યક્ત કરે છે. વળી, પ્રસંગે પ્રસંગે તીર્થકરો આદિ મહાપુરુષોની વાણી પણ સાંભળે છે. તે વાણીરૂપ જ પ્રસ્તુત ગ્રંથ છે, તેથી પ્રસ્તુત ગ્રંથની વાણી ઇન્દ્રાદિક સર્વ મતિમાન જીવોથી પૂજાય છે.
વળી, અમૃતસમાન આ વાણીથી જે ભવ્ય જીવોની મતિ સિંચાય છે, તે જીવોમાં તત્ત્વની સુંદર રુચિરૂ૫ જે વેલી મિથ્યાત્વાદિને કારણે અર્થાત્ મિથ્યાત્વને કારણે કે પ્રમાદને કારણે, કરમાઈ ગયેલી હતી તે ફરી ઉલ્લસિત થાય છે.
આશય એ છે કે યોગ્ય જીવો સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા બને છે ત્યારે તત્ત્વને જોનારી મતિ તેઓમાં પ્રગટે છે, છતાં એવા યોગ્ય જીવો પણ જ્યારે જ્યારે પ્રમાદવાળા હોય છે ત્યારે પ્રમાદના અભ્યાસને કારણે આત્મામાં તત્ત્વરુચિ વિદ્યમાન હોવા છતાં તત્ત્વરુચિરૂપ વેલી કાંઈક કરમાય છે. તેથી તે તત્ત્વરુચિને કારણે પરલોકની અને આત્માની ચિંતા કંઈક વિદ્યમાન હોવા છતાં સંસારનાં નિમિત્તોમાં ચિત્ત વારંવાર ક્લેશ પામે છે. આવા જીવો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાયનું પારમાર્થિક સ્વરૂપ તે મહાત્માના ચિત્તમાં યથાર્થ ભાસે છે, જેનાથી સંવેગ અત્યંત પ્રબળ બને છે, તેથી પ્રમાદભાવ નષ્ટ થાય છે અને જિનવચનથી સંચિત થયેલી તેમની મતિ થવાથી કરમાયેલી એવી ભલી રુચિરૂપ વેલી શુદ્ધ યુક્તિયુક્ત નયની વાણી સાંભળીને ઉલ્લાસને પામે છે અર્થાત્ આત્માના શુદ્ધ પારમાર્થિક સ્વરૂપને બતાવનાર ન્યાયયુક્ત તાત્પર્યને સ્પર્શનારી ભગવાનની વાણી સાંભળીને તે મહાત્માનું જીવવીર્ય આત્મહિત સાધવા માટે ઉલ્લસિત બને છે. I/૧૧ અવતરણિકા :
વળી, પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ સર્વજ્ઞનાં વચનોને સંક્ષેપથી કહેલાં છે તોપણ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા પ્રસ્તુત ગ્રંથ પરમાત્માની સાથે સમાપતિનું પ્રબળ કારણ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
બહુ ભાવ એહના જાણઈ કેવલનાણી, સંખેવઈ એ તો ગુરુમુખથી કહાણી; એહથી સંભારી જિનગુણ શ્રેણિ સુહાણી,
વચનાનુષ્ઠાન સમાપત્તિ પરમાણી. ૧૭/પા ગાથાર્થ -
એહના દ્રવ્યગુણપર્યાયના, ઘણા ભાવો કેવળજ્ઞાની જાણે છે. એ તો ગુરુમુખથી મેં સાંભળેલી, સંક્ષેપથી એ કહેવાણી=મારા વડે કહેવાઈ છે. એકથી દ્રવ્યાનુયોગના ભાવનથી, જિનગણને સંભારીને શ્રેણિ સુહાણી ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ શ્રેણીની પ્રાપ્તિ થાય છે. વચનાનુષ્ઠાને=