________________
૧૨૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૧ ભાવાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે જીવનો ઉપચરિત સ્વભાવ છે. તેથી હવે તે ઉપચરિત સ્વભાવ પણ બે પ્રકારનો છે. તે સ્પષ્ટ કરે છે – (૧) કર્મજનિત ઉપચરિત સ્વભાવ, (૨) સહજ સ્વભાવજનિત ઉપચરિત સ્વભાવ.
(૧) સંસારી જીવમાં કર્મ વિદ્યમાન છે અને તે કર્મને કારણે સંસારી જીવો મૂર્તરૂપે ચક્ષુ આદિથી ગ્રહણ થાય છે, તેને સામે રાખીને સંસારી જીવને મૂર્તસ્વભાવ છે એમ કહેવાય છે.
વસ્તુતઃ સંસારીઅવસ્થામાં પણ દૂધ-પાણીની જેમ કર્મ અને આત્મા રહેલા છે તેથી દૂધ દૂધ છે, પાણી નથી અને પાણી પાણી છે, દૂધ નથી; તેમ અરૂપી આત્મા અરૂપી છે, રૂપી નથી અને રૂપી શરીર રૂપી છે અર્થાત્ મૂર્તિ છે, અરૂપી નથી અથવા અચેતન શરીર અચેતન છે, ચેતન નથી અને ચેતન આત્મા ચેતન જ છે, અચેતન નથી; છતાં શરીર સાથે કથંચિત્ એકત્વને પામેલ સંસારી આત્માને મૂર્ત કહેવાય છે, તે મૂર્ત એવા કર્મના ભાવને આત્મામાં ઉપચાર કરીને કહેવાય છે. વળી, સંસારી આત્માને અચેતન કહેવાય છે તે પણ અચેતન એવા શરીરના ધર્મનો ઉપચાર કરીને કહેવાય છે. તેથી આત્માનો મૂર્તસ્વભાવ કે અચેતન સ્વભાવ એ કર્મભનિત ઉપચરિત સ્વભાવ છે.
(૨) વળી, સિદ્ધના જીવો કર્મરહિત છે. સિદ્ધના જીવોમાં કેવળજ્ઞાન વિદ્યમાન છે. કેવળજ્ઞાન સર્વ દ્રવ્યોનું અને સર્વ પર્યાયોનું પ્રકાશન કરનાર છે, તેથી સિદ્ધમાં વર્તતું કેવળજ્ઞાન સિદ્ધના જીવોને સ્વસંવેદિત છે તેમ પોતાના આત્માથી ભિન્ન એવા જગતવર્તી પદાર્થોનું તેઓને જ્ઞાન થાય છે તેથી જગતવર્તી પદાર્થોમાં સિદ્ધનું જ્ઞાન વર્તે છે તેમ ઉપચારથી કહેવાય છે. વાસ્તવિક રીતે સિદ્ધનું જ્ઞાન સિદ્ધના આત્મામાં વર્તે છે તોપણ તે જ્ઞાનનો વિષય બાહ્ય પદાર્થો છે માટે બાહ્ય પદાર્થોમાં સિદ્ધનું કેવળજ્ઞાન વર્તે છે તે કર્મઉપાધિથી જનિત નથી પરંતુ સ્વભાવજનિત છે; કેમ કે સિદ્ધના કેવળજ્ઞાનનો તેવો જ સ્વભાવ છે કે શેયમાં તેમનું જ્ઞાન વર્તે.
વળી, સિદ્ધનું પરજ્ઞપણું સહજ ઉપચરિત સ્વભાવ છે; કેમ કે સિદ્ધના જીવોમાં કર્મની ઉપાધિ નથી માટે કર્મની ઉપાધિથી ઉપચરિત સ્વભાવ સિદ્ધમાં સંગત થાય નહીં.
કેમ સિદ્ધના જીવોને કર્મની ઉપાધિ નથી ? તેમાં આચારાંગસૂત્રની સાક્ષી આપે છે –
અકર્મવાળા જીવને વ્યવહાર થતો નથી=ઉપચરિત વ્યવહાર થતો નથી=“આ જીવ મૂર્તિ છે અથવા આ જીવ અચેતન છે” એ પ્રકારનો વ્યવહાર થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોમાં ઉપચરિત વ્યવહાર થાય છે તેમ સિદ્ધના જીવોમાં ઉપચરિત વ્યવહાર કેમ થતો નથી ? તેથી કહે છે –
કર્મથી ઉપાધિ થાય છેઃકર્મથી આત્મા ઉપાધિવાળો બને છે, તેથી કર્મરૂપ ઉપાધિને કારણે સંસારી જીવોમાં મૂર્તિપણાનો કે અચેતનપણાનો વ્યવહાર થાય છે અને સિદ્ધના જીવોમાં કર્મ નહીં હોવાથી કમરૂપ ઉપાધિને આશ્રયીને મૂર્તપણાનો કે અચેતનપણાનો વ્યવહાર થતો નથી. જો કે સિદ્ધના જીવો જે આકાશપ્રદેશ ઉપર રહેલા છે તે આકાશપ્રદેશ ઉપર અનંતા મૂર્ત એવા પુદ્ગલો રહેલા છે તોપણ કર્મરૂપ ઉપાધિથી રહિત