________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૪-૫
૧૩૯ વળી, એકસ્વભાવ અને અભેદસ્વભાવ જેમ સાધ્યવસાન અને સારોપલક્ષણાથી પ્રાપ્ત થાય છે તેમ યોગીઓ ભગવાનની ભક્તિના પ્રયોજનથી ભગવાનની પ્રતિમામાં ભગવાનનું આરોપણ કરે છે ત્યારે પણ પોતાની શક્તિ અનુસાર સારોપઅધ્યવસાનથી ભગવાનની ઉપસ્થિતિ કરે છે અને સાધ્યવસાનલક્ષણાથી પણ ભગવાનની ઉપસ્થિતિ કરે છે, તે સ્થાનમાં એકસ્વભાવ અને અભેદસ્વભાવના ભેદની સાધક સારોપ અધ્યવસાન લક્ષણા અને સાધ્યવસાનલક્ષણા નથી એ પ્રકારનો પરમાર્થ છે.
કેમ એ સ્થાનમાં સારોપલક્ષણા અને સાધ્યવસાનલક્ષણા સ્વભાવભેદની સાધક નથી ?=એકસ્વભાવ અને અભેદસ્વભાવરૂપ સ્વભાવભેદની સાધક નથી ? તેમાં હેતુ કહે છે –
સારોપલક્ષણા અને સાધ્યવસાનલક્ષણા ભગવાનની ભક્તિમાં યદ્દચ્છા નિમિત્તક છે માટે સ્વભાવભેદની સાધક નથી.
આશય એ છે કે, સાધક આત્મા તીર્થકરોના વિરહકાળમાં તીર્થંકર પ્રત્યે ભક્તિની વૃદ્ધિ કરવા અર્થે જિનપ્રતિમાની પૂજા કરે છે ત્યારે પ્રતિમાને જોઈને બુદ્ધિ કરે છે કે “જે વીર ભગવાને આ તીર્થની સ્થાપના કરી છે તે પરમગુરુની આ પ્રતિમા છે', તે વખતે પ્રતિમામાં વિર ભગવાનના સ્વરૂપનું આરોપણ કરે છે અને તે આરોપણ કરીને ભગવાનની ભક્તિ કરવાથી જે વીર ભગવાને તીર્થની સ્થાપના કરી તે વિર ભગવાનની હું ભક્તિ કરું છું એવી બુદ્ધિ થાય છે. તેથી તે ભક્તિ અનુસાર નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, કોઈક યોગીને સારોપ અધ્યવસાન દ્વારા ભક્તિ કરતાં કરતાં ભાવનો પ્રકર્ષ થાય તો “આ વીર ભગવાનની પ્રતિમા છે' તેવી ઉપસ્થિતિ તિરોધાન થાય છે અને સાધ્યવસાનલક્ષણાથી “આ સાક્ષાત્ વિર ભગવાન છે તેવી ઉપસ્થિતિ થાય છે, તેથી “સાક્ષાત્ વિર ભગવાનની સન્મુખ બેસીને તેમની ભક્તિ કરું છું એ પ્રકારની ઉપસ્થિતિ થાય છે. તે વખતે સારોપલક્ષણા કરતાં સાધ્યવસાનલક્ષણાથી જે વીર ભગવાનની ઉપસ્થિતિ થાય છે તેમાં વીતરાગ પ્રત્યે ભક્તિના ભાવનો પ્રકર્ષ હોવાથી ઘણી નિર્જરા થાય છે, તેથી નિર્જરાના પ્રયોજનવાળી સારોપ ભક્તિ છે અને સાધ્યવસાન ભક્તિ છે. આ ભક્તિ કરનારને યદચ્છાનિમિત્તથી પ્રવર્તે છે; કેમ કે ભક્તિ કરનારને પ્રથમ ભૂમિકામાં મૂર્તિમાં ભગવાનનું આરોપણ કરીને ભક્તિનો પરિણામ ઉલ્લસિત થઈ શકે છે પરંતુ વિર ભગવાનની મૂર્તિ જોવાથી “સાક્ષાત્ વીર ભગવાનને હું જોઉં છું' તે પ્રકારની ઉપસ્થિતિ થઈ શકતી નથી, જ્યારે સાક્ષાત્ ભગવાનને જોઈને “આ ભગવાન છે' તેમ ઉપસ્થિતિ થાય છે. સંપન્ન ભૂમિકાવાળા યોગી પ્રતિમાને જોઈને પણ “આ સાક્ષાત્ વીર ભગવાન છે તે રૂપે ઉપસ્થિતિ કરી શકે છે. તે વખતે સાધ્યવસાનલક્ષણાથી પ્રતિમામાં ભગવાનની ઉપસ્થિતિ કરીને તે યોગી ભગવાનની ભક્તિમાં તન્મય થવા યદચ્છાથી પ્રવૃત્તિ કરે છે તેથી સારોપ અને સાધ્યવસાનલક્ષણા ભક્તિના પ્રયોજનવાળી હોવાથી સ્વભાવભેદની સાધક નથી એ પ્રકારનો પરમાર્થ છે. ll૧૩/૪ અવતરણિકા -
હવે ભવ્ય-અભવ્ય સ્વભાવ અને ચેતન સ્વભાવ કયા નયથી છે? તે બતાવે છે –