________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-પ
૧૪૧
ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કરાયેલા ભવ્ય-અભવ્યસ્વભાવ પરમભાવગ્રાહકનયથી છે; કેમ કે દરેક પદાર્થોમાં વર્તતો પોતાનો જે પરમભાવ જે પ્રકૃષ્ટભાવ, તેને ગ્રહણ કરનાર જે નય, તે દૃષ્ટિથી વિચારીએ તો દરેક પદાર્થોમાં કોઈક રીતે થવાનો સ્વભાવ છે અને કોઈક રીતે નહીં થવાનો સ્વભાવ છે. જે દ્રવ્યમાં જે રૂપે થવાનો સ્વભાવ છે, તે ભવ્યતાસ્વભાવ છે અને તે નિરૂપિત છે; કેમ કે જે દ્રવ્ય જે રૂપે થાય છે તેનાથી નિરૂપિત એવી ભવ્યતા તે દ્રવ્યમાં છે.
જેમ માટીમાંથી ઘડો થાય છે તેથી ઘટનિરૂપિત ભવ્યતા માટીમાં છે, પટનિરૂપિત ભવ્યતા માટીમાં નથી, તેમ ધર્માસ્તિકાયદ્રવ્ય જીવન અને પુદ્ગલને ગતિમાં સહાયક થવારૂપ સ્વભાવવાળું છે તેથી તે પ્રકારની ભવ્યતા તેનામાં છે. જે વખતે તે જેને ગતિમાં સહાયક થાય છે તેની ગતિની સહાયકતાનિરૂપિત ભવ્યતા પૂર્વમાં ધર્માસ્તિકાયમાં હતી, તેથી તેની ગતિની સહાયકતારૂપ કાર્યથી નિરૂપિત ભવ્યતાસ્વભાવ ધર્માસ્તિકાયમાં પૂર્વમાં પ્રાપ્ત થાય છે.
જીવદ્રવ્ય પણ સંસારમાં જે જે ભાવરૂપે થાય છે તે તે ભાવોથી નિરૂપિત ભવ્યતા તે જીવમાં છે. આથી જ મરુદેવા માતા અત્યંત સ્થાવરમાંથી નીકળીને સિદ્ધિને પામ્યાં, તે પ્રકારની ભવ્યતા તેમનામાં હતી, પરંતુ નરક-દેવાદિ ભાવરૂપે થવાની ભવ્યતા નિશ્ચયનયની દૃષ્ટિથી તેમનામાં ન હતી, માટે તે ભાવોથી નિરૂપિત ભવ્યતા નહીં હોવાને કારણે તે પ્રકારનું કાર્ય થયું નહીં. આમ જે જે દ્રવ્યમાં જે જે પ્રકારની ભવ્યતા છે કે તે પ્રકારે તે તે દ્રવ્ય પરિણમન પામે છે.
વળી, જે વસ્તુનો જે રૂપે નહીં થવાનો સ્વભાવ છે તે અભવ્યતાસ્વભાવ છે. જેમ, જીવદ્રવ્યનો પુદ્ગલદ્રવ્યરૂપે નહીં થવાનો સ્વભાવ છે, માટે જીવમાં પુદ્ગલરૂપે થવાની અભવ્યતા છે. આ રીતે દરેક દ્રવ્યોમાં અન્ય દ્રવ્યરૂપે નહીં થવાનો સ્વભાવ છે તેથી તે પ્રકારની અભવ્યતા દરેક દ્રવ્યોમાં છે. આથી જ, સંસારી જીવમાં જેમ કર્મ સાથે સંબંધ થવાનો સ્વભાવ છે, તેથી સંસારી જીવોમાં તે પ્રકારની ભવ્યતા છે તેમ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં કર્મ સાથે સંબંધ થવાનો સ્વભાવ નથી, તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં તે પ્રકારની અભવ્યતા છે.
વળી, અભવ્યતાસ્વભાવ ઉત્પન્નસ્વભાવવિષયક છે. જેમ જીવ અજીવરૂપે ઉત્પન્ન થતો નથી, તેથી જીવમાં અજીવરૂપે ઉત્પન્ન સ્વભાવની અભવ્યતા છે.
વળી, આ અભવ્યતા પરભાવની સાધારણ છે અર્થાત્ જેમ જીવમાં અજીવરૂપે ઉત્પન્ન થવાની અભવ્યતા છે, તેમ અજીવમાં પણ જીવરૂપે ઉત્પન્ન થવાની અભવ્યતા છે, તેથી પરભાવની સાધારણ છે. માટે જેમ ભવ્યતા નિરૂપિત છે પરંતુ પરભાવની સાધારણ નથી, તેવી અભવ્યતા નથી, પરંતુ અભવ્યતા પરભાવની સાધારણ છે. આથી જ, દરેક દ્રવ્યો પરસ્પર એકબીજારૂપે થવાના સ્વભાવવાળાં નથી માટે તે રીતે દરેક દ્રવ્યોમાં પરસ્પર સાધારણ અભવ્યતા છે. આથી જ, બે જીવદ્રવ્યો પણ એકબીજારૂપે થવાના સ્વભાવવાળાં નથી, તેથી વિવક્ષિત જીવની અન્ય જીવરૂપે થવાની અભવ્યતા છે અને અન્ય જીવની પણ