________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૬-૧૭
૧લ્પ પરસ્પર ભિન્ન જાતિવાળાં બે દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલો મનુષ્ય પર્યાય છે, માટે વિજાતીયદ્રવ્યપર્યાય છે. અહીં આદિ પદથી દેવ, નારક, તિર્યંચાદિ પર્યાયનું ગ્રહણ છે.
(૩) સ્વભાવગુણપર્યાય - કેવળજ્ઞાનપર્યાય એ સ્વભાવગુણપર્યાય છે, કેમ કે કેવળજ્ઞાન એ જીવનો સ્વભાવ છે અને કેવળજ્ઞાનરૂપ જીવનો જે ગુણ છે તે પ્રતિક્ષણ શેયના જ્ઞાનને કારણે અન્ય અન્યરૂપે પરિણમન પામે છે, તેથી પર્યાય છે.
કેવલજ્ઞાન જીવનો સ્વભાવગુણપર્યાય કેમ છે? તેથી કહે છે –
જીવ જ્ઞાનાવરણીય કર્મરહિત થાય છે ત્યારે કેવળજ્ઞાન ગુણ પ્રગટે છે. તે ગુણ પ્રતિક્ષણ શેયના પરિણામને અનુરૂપ નવા નવા પર્યાયરૂપે થાય છે, તેથી જીવના સ્વભાવરૂપ ગુણનો પર્યાય છે
(૪) વિભાવગુણપર્યાય - મતિજ્ઞાનાદિ પર્યાય વિભાવગુણપર્યાય છે અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ વિભાવગુણપર્યાય છે, કેમ કે મતિજ્ઞાનાદિ ચાર તે જીવના વિભાવગુણો છે. તે ગુણ પ્રતિક્ષણ તે તે બોધરૂપે પરિણમન પામે છે, તેથી તે પરિણમન પામતા પર્યાયો વિભાવગુણરૂપ મતિજ્ઞાનાદિના પર્યાયો છે.
તે જીવના વિભાવગુણપર્યાય કેમ છે? તેથી કહે છે –
કર્મના પાતંત્ર્યથી ઉત્પન્ન થનાર છે અર્થાત્ જીવનો કેવળજ્ઞાનગુણ એ કેવળજ્ઞાનાવરણીય કર્મથી આવૃત થયો, છતાં કાંઈક ઝાંખો પ્રકાશ વિદ્યમાન છે, તેના આવારક મતિજ્ઞાનાવરણીયાદિ ચાર પ્રકારનાં કર્યો છે અને તે કર્મોના ક્ષયોપશમને કારણે જીવમાં મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટે છે. તેથી કર્મના ક્ષયોપશમ અને આત્માના જ્ઞાનગુણથી પ્રગટ થયેલ મતિજ્ઞાનાદિ ગુણો છે, માટે જીવના વિભાવગુણો છે.
નયચક્ર અનુસાર ગ્રંથકારશ્રીએ આ જે ચાર ભેદો બતાવ્યા તે પણ પ્રાયિક જાણવા; કેમ કે પરમાણુરૂપ દ્રવ્યનો પર્યાય આ ચાર ભેદમાં અંતર્ભાવ પામતો નથી. શાસ્ત્રમાં વિભાગથી થયેલ પરમાણુનું પર્યાયપણું કહેલ છે, તેથી તે ચાર ભેદોથી અતિરિક્ત પરમાણુરૂપ દ્રવ્યપર્યાય પણ સ્વીકારવો જોઈએ; કેમ કે જગતવર્તી સ્કંધોમાંથી પરમાણુ છૂટા પડે છે ત્યારે તેમાં પરમાણુઅવસ્થા ઉત્પન્ન થાય છે, માટે પરમાણુરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે તેની પરમાણુરૂપ અવસ્થા છે તેનો પર્યાય છે. ll૧૪/૧૧ાા અવતરણિકા -
ગાથા-૧૫ અને ૧૬માં ગ્રંથકારશ્રીએ ‘નયચક્ર'ના વચનાનુસાર પર્યાયના ચાર ભેદો બતાવ્યા. તે ભેદમાં દ્રવ્યના પર્યાય અને ગુણના પર્યાયને ગ્રહણ કરીને દિગંબર કથન કરે છે. વસ્તુતઃ પર્યાયથી અતિરિક્ત ગુણ નથી પરંતુ દ્રવ્ય અને પર્યાય બે જ વસ્તુ છે. તેથી પરમાર્થથી સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય અને પરમાણુરૂપ દ્રવ્યપર્યાય એમ ત્રણ જ ભેદ પ્રાપ્ત થઈ શકે. પરંતુ સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય, જે દિગંબર દેવસેન કહે છે તે ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે –