________________
૨૦૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪ | યોજનનું સ્વરૂપ દિગંબરોએ નયચક્રમાં અન્ય પ્રકારથી ચાર પ્રકારના પર્યાયોને કહ્યા છે : (૧) સજાતીયદ્રવ્યપર્યાય, (૨) વિજાતીયદ્રવ્યપર્યાય, (૩) સ્વભાવગુણપર્યાય અને (૪) વિભાવગુણપર્યાય. તેમાં પણ પરમાણુરૂપ દ્રવ્યપર્યાયનો સંગ્રહ થતો નથી, તેથી તેને પૃથફ સ્વીકારીને આ પાંચે ભેદોની વિચારણા કરવાથી સૂક્ષ્મ બોધ થાય છે.
વળી, દિગંબરો ગુણના વિકારો પર્યાય છે તેમ કહીને દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો બતાવે છે, તે પદાર્થને વાસ્તવિક જોવાની તેવા પ્રકારની મતિની નિર્મળતાના અભાવને કારણે જ પરસ્પર વિરોધી વચન દેવસેન નામના સાધુએ કરેલ છે. તેની યુક્તિ ગ્રંથકારશ્રીએ આપેલ છે. તે પ્રમાણે તેનો યથાર્થ બોધ કરીને જે મહાત્મા જેમ જેમ અનુભવ અનુસાર વસ્તુનું ચિંતવન કરવા યત્ન કરશે તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મના વિગમનથી વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જોનારી નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરશે, જે નિર્મળ બુદ્ધિ ક્ષપકશ્રેણીને અનુકૂળ બળસંચયનું જ કારણ બનશે. આથી જ ભાવચરિત્રને પ્રાપ્ત કર્યા પછી પણ કૃતધર્મની વૃદ્ધિ અર્થે ‘ધમુત્તર વૃદ્ધ' એ પ્રકારે “પુવરવરવીવફ્ટ' સૂત્રમાં કહેલ છે, તે દ્રવ્યાનુયોગની સૂક્ષ્મબુદ્ધિની વૃદ્ધિ અર્થે જ કહેલ છે. જે મહાત્મા આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યા પ્રમાણે દ્રવ્યાનુયોગના પદાર્થોનું મનમાં ભાવન કરશે અને અનુભવ અનુસાર તેના રહસ્યને જાણવા યત્ન કરશે તે મહાત્મા સદ્ગતિની પરંપરા દ્વારા અલ્પકાળમાં પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ કરશે.