________________
૧૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪| ગાથા-૧૯ | યોજનનું સ્વરૂપ ટબો:
જેહ એ અર્થ દિન દિન પ્રતિ દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારરૂપ ભાવસ્થઈ, તે વશની સંપદા પ્રતિ પામસ્થઈ, તથા સઘલાં સુખ પ્રતિ પામસ્યઈ નિશ્ચયે. ૧૪/૧૯ll ટબાર્થ :
જે=જે પુરુષ, દિવસે દિવસે–પ્રતિદિવસે, દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારરૂપ એ અર્થ ભાવશે–તેનાથી આત્માને અત્યંત ભાવિત કરશે, તે પુરુષ યશની સંપદાને પામશે અને સઘળાં સુખ પ્રતિ વિશે પામશ=સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ સુખોને નક્કી પામશે. I૧૪/૧૯iા ભાવાર્થ
અનુભવ અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ જેઓ નિર્મળ દૃષ્ટિથી જોઈને પદાર્થને તે સ્વરૂપે પુનઃ પુનઃ વિચાર કરીને ભાવન કરશે, તેઓ સ્યાદ્વાદની મર્યાદાથી પદાર્થને જોડવાની સમ્યક પ્રજ્ઞાને પામશે અને જેઓને સ્યાદ્વાદની મર્યાદા અનુસાર જ પદાર્થ યથાર્થ ભાસે છે, તેઓને સર્વજ્ઞના વચનાનુસાર યથાર્થ બોધ હંમેશાં હિતાર્થે પ્રવૃત્તિ કરાવીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરાવશે. તેથી તે મહાત્મા દરેક ભવમાં સુંદર ભવોની પ્રાપ્તિ દ્વારા યશને પ્રાપ્ત કરશે અને જ્યાં સુધી સંસારવર્તી હશે ત્યાં સુધી સઘળાં શ્રેષ્ઠ કોટિનાં સુખને પામીને ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં કહ્યું તેમ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને મોક્ષસુખને પામશે; કેમ કે સ્યાદ્વાદની મર્યાદાથી થયેલો યથાર્થ બોધ યથાર્થ રુચિ ઉત્પન્ન કરાવીને અવશ્ય હિતાનુકૂળ પ્રવૃત્તિ કરાવશે, જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થશે. ll૧૪/૧લા
કે
પ્રસ્તુત ઢાળનું આત્મકલ્યાણમાં યોજના :| દિગંબર મતાનુસાર પર્યાયના બે ભેદ બતાવ્યા છે : (૧) વ્યંજનપર્યાય અને (૨) અર્થપર્યાય. ગ્રંથકારશ્રીએ દિગંબરનાં વચનોને સમ્મતિની સાક્ષીથી સમર્થન કર્યા છે છતાં કેવળજ્ઞાનના શુદ્ધગુણવ્યંજનપર્યાય દિગંબરો સ્વીકારે છે અને અર્થપર્યાય દિગંબરો સ્વીકારતા નથી, એટલા અંશમાં પદાર્થને જોવાની તેમની દૃષ્ટિમાં ન્યૂનતા છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ગુણના પણ અર્થપર્યાય દિગંબરે માનવા જોઈએ, તેનું સમર્થન આગમવચનથી ગ્રંથકારશ્રીએ કરેલ છે. જેથી દિગંબરોએ કહેલા પદાર્થ પ્રત્યે પક્ષપાત વગર તેઓ દ્વારા કહેવાયેલા યથાર્થ પદાર્થને ઉચિત રીતે સ્વીકારીને શુદ્ધ દ્રવ્યના અર્થપર્યાય પણ જે તેઓએ સ્વીકાર્યા છે તે સર્વ પદાર્થોનું સૂક્ષ્મતાથી ભાવન કરવામાં આવે તો અનુભવ અનુસાર છએ દ્રવ્યોમાં શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય, શુદ્ધઅર્થપર્યાય, અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધઅર્થપર્યાયનો યથાર્થ બોધ થાય છે. આ રીતે જ છ દ્રવ્યના સૂક્ષ્મ ભાવોનું અવલોકન કરવાથી અનુભવ અનુસાર દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ બોધ થાય છે.