________________
૨૧૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૮ ભવસમુદ્રમાં પોત=વહાણ, સમાન છઈ, તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે તિમિર=અંધકાર, તેહને ભેદવાર્તે અર્થે જ્ઞાન તે મહાઉદ્યત છઈ, મોટા અજઆલા સરખો કહ્યો છે. દુહા-૮માં ટબાર્થ -
જ્ઞાન તે જીવનો પરમગુણ છે. કેમ પરમગુણ છે ? તેથી કહે છે – અપ્રતિપાતીપણા માટે. જ્ઞાન તે ભવાર્ણવમાં ભવરૂપી મહાસમુદ્રમાં, પોત વહાણ, સમાન છે. કેમ વહાણ સમાન છે ? તેથી કહે છે –
તરણતારણ સમર્થ છે=જ્ઞાની પોતે તરી શકે છે અને બીજાને તારવા માટે સમર્થ છે. મિથ્થામતિરૂપ જે તિમિર અંધકાર, તેને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉદ્યોત છે=મોટા અજવાળા જેવો કહ્યો છે. I/દુહા-૮ાા ભાવાર્થ :
જે મહાત્મા જિનવચનાનુસાર જેટલું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે તે શ્રુતજ્ઞાન તેના બોધને અનુરૂપ તેને મોહની અનાકુળ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. આ બોધ જ ઉત્તર ઉત્તરની અવસ્થાની પ્રાપ્તિ દ્વારા જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી શ્રતથી પરિકર્મિત મતિ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને કેવળજ્ઞાનમાં વિશ્રાંત થાય છે. આ જ્ઞાનગુણ જીવનો અપ્રતિપાતી ગુણ છે.
કેમ અપ્રતિપાતી છે? તે ગ્રંથકારશ્રીએ ગાથા-૬માં “મહાનિશીથ'ની સાક્ષીથી સ્થાપના કરેલ છે અને ‘ઉત્તરાધ્યયન'ના વચનથી પણ સમર્થન કરેલ છે. તેથી કોઈક જીવ સમ્યફ શ્રુતજ્ઞાનથી પાત પામે તોપણ અલ્પકાળમાં અવશ્ય તે શ્રતને ફરીથી પામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે માટે જ્ઞાન અપ્રતિપાતી ગુણ છે; કેમ કે સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો પણ જ્ઞાન સર્વથા નાશ પામતું નથી. આથી સામગ્રીને પામીને ફરી તે પ્રગટ થાય છે માટે તે અપ્રતિપાતી ગુણ છે.
વળી, સંસારી જીવો કર્મના સંયોગને કારણે ભવના સંયોગવાળા છે. ભવ ચાર ગતિઓના પરિભ્રમણરૂપ મહાસમુદ્ર છે. સમુદ્રમાં પડેલા જીવો જે રીતે કદર્થના પામે છે તેમ ભવસમુદ્રમાં પડેલા જીવો અનેક પ્રકારની કદર્થનાઓ પ્રાપ્ત કરે છે. આવા સમુદ્રથી તરવા માટે જિનવચનાનુસાર પ્રાપ્ત થયેલું જ્ઞાન વહાણ સમાન છે.
જેમ સમુદ્રમાં વહાણ સ્વયં તરે છે અને તેનો આશ્રય લેનારાને તારનાર બને છે, તેમ જ્ઞાની મહાત્મા સ્વયં જ્ઞાનના બળથી વીતરાગતાને અનુકૂળ ઉચિત યત્ન કરીને સુખપૂર્વક સંસારસમુદ્રથી તરી શકે છે અને આવા મહાત્માઓનો આશ્રય કરનારા જીવોને પણ તે મહાત્માનું જ્ઞાન તારવાને સમર્થ બને છે.
અનાદિકાળથી આત્મામાં પોતાના પારમાર્થિક સ્વરૂપના અજ્ઞાનરૂપ જે મિથ્યામતિ વર્તે છે તે અંધકારસ્વરૂપ છે. તેના કારણે જ દેહાદિથી અભિન્ન પોતાના અપારમાર્થિક સ્વરૂપને પારમાર્થિક સ્વરૂપરૂપે જાણીને