________________
૨૩૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૧-૨
જે જીવો જ્ઞાનમાં રુચિવાળા છે આથી જ સમ્યજ્ઞાન મેળવીને મોક્ષ મેળવવાના અર્થી છે તેઓને પ્રાકૃત ભાષાથી સુખપૂર્વક બોધ થઈ શકે. તેથી તેઓને મોક્ષમાર્ગનો યથાર્થ બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ હૈયામાં ઉત્સાહ લાવીને પ્રાકૃત વાણીમાં રચના કરી છે.
વળી, લોકોના ઉપકાર માટે પ્રાકૃતવાણી ઉચિત છે તેમાં સાક્ષી બતાવતાં કાવ્ય બતાવે છે –
કોઈક કાવ્યના રચયિતા મહાત્મા કહે છે કે, “તોપણ ભાષારસમાં લંપટ એવો હું સંસ્કૃત ભાષામાં વિશેષ બુદ્ધિવાળો છું અર્થાતુ મેં પ્રાકૃત ભાષામાં રચના કરી છે તોપણ ભાષાના રસમાં લંપટ એવો હું સંસ્કૃત ભાષામાં વિશેષબુદ્ધિવાળો છું. જેમ દેવતાઓને દેવાંગનાઓના હોઠના ચુંબનમાં અમૃતના આસ્વાદતુલ્ય રુચિ વર્તે છે તેમ વિદ્વાનોને સંસ્કૃત ભાષામાં વિશેષ રુચિ હોય છે.”
વળી પણ કલ્યાણના અર્થી એવાં બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ જીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞો વડે સિદ્ધાંત પ્રાકૃતમાં કરાયો છે અર્થાત્ તત્ત્વજ્ઞ જાણે છે કે અલ્પબુદ્ધિવાળા પણ જીવોને ઉપકાર કરવો હોય તો તેઓ જે ભાષાથી તત્ત્વને ગ્રહણ કરી શકે તે ભાષાથી તેઓને કહેવું જોઈએ જેથી તેઓને પણ માર્ગની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે, પ્રાકૃત ભાષા' શબ્દથી શું વાચ્ય છે? તેથી કહે છે –
પ્રકૃતિ એ સંસ્કૃત ભાષા છે. તેનાથી જ થયેલી લોકભોગ્ય એવી પ્રાકૃત ભાષા છે. તેથી લોકોમાં જે વપરાતી ભાષા હોય તે ભાષાથી ગંભીર ભાવોને બતાવવામાં આવે તો ભાષાના અસામર્થ્યવાળા બાળજીવો,
સ્ત્રી, મંદબુદ્ધિવાળા કે સૂક્ષ્મ પદાર્થને જાણવામાં મૂર્ખ હોવા છતાં કલ્યાણના અર્થી હોય તેઓનો ઉપકાર તેઓની ભાષામાં સરળતાથી થાય છે. માટે ગ્રંથકારશ્રીએ તે વખતે પ્રચલિત ગુજરાતી ભાષામાં પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. પ્રસ્તુત ગ્રંથને પ્રાકૃતવાણીમાં વાંચીને જે લોકો તેના પરમાર્થને જાણી શકે તેવી નિર્મળ દૃષ્ટિવાળા છે તેવા સમ્યગુદૃષ્ટિ જીવોને તો ગુજરાતી ભાષામાં રચાયેલ પ્રસ્તુત ગ્રંથ સાકર સમાન મીઠાશને દેનારો બને છે; કેમ કે પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણીને તેઓ વિચારે છે કે મહાત્માએ આપણી ભાષામાં પણ ભગવાનના પારમાર્થિક રહસ્યોને બતાવીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. જેઓ મિથ્યાષ્ટિ છે તેઓ પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણવાને બદલે ગ્રંથકારશ્રીએ આ ગ્રંથં પ્રાકૃત ભાષામાં રચીને પોતાની હીનતા જ કરી છે તેમ બોલે છે; પરંતુ માર્ગાનુસારી નિર્મળ દૃષ્ટિથી તત્ત્વને જાણવા પ્રયત્ન કરતા નથી. તેથી દૃષ્ટિરાગવાળા એવા તેઓને પ્રસ્તુત ગ્રંથ પણ અરુચિને કરનાર થાય છે, તેથી તેઓમાં વર્તતા દૃષ્ટિરાગરૂ૫ રોગની વૃદ્ધિ થાય છે, જ્યારે તત્ત્વની રુચિવાળા જીવોને વિશેષ રુચિ થાય છે અને પ્રાકૃત ભાષા જોઈને વિશેષ હર્ષ થાય છે; કેમ કે પોતે સુખપૂર્વક તત્ત્વને જાણી શકે છે. II૧૧/૧૫ અવતરણિકા :
પ્રસ્તુત ગ્રંથ લોકભોગ્ય પ્રાકૃત ભાષામાં કેમ કરેલ છે ? તે બતાવ્યા પછી હવે પ્રસ્તુત ગ્રંથ કઈ રીતે ગ્રહણ કરવો જોઈએ ? અને કેવા જીવતે આપવો જોઈએ ? જેથી ગ્રહણની ક્રિયાથી અને આપવાની ક્રિયાથી એકાંત સ્વપરનું હિત થાય. તે બતાવવા અર્થે કહે છે –