________________
૨૩૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૫ ગાથા-૧૨-૧૩ ભાવાર્થ :
જે શ્રાવકો સંસારથી ભય પામેલા છે છતાં અવિરતિનો તીવ્ર ઉદય છે તેથી પાંચેય ઇન્દ્રિયોને સંવર કરીને સર્વવિરતિમાં ઉદ્યમ કરવાનું પોતાનું સામર્થ્ય ન હોવાથી ચારિત્રનું પાલન કરતા નથી તોપણ મોક્ષના અર્થી હોવાથી લઘુ ધર્મના અભ્યાસી છે અર્થાતુ પોતાની ભૂમિકા અનુસાર સલ્લાસ્ત્રોને ભણીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે પ્રકારે ઉચિત અનુષ્ઠાન કરવાના અભ્યાસવાળા છે, તેમને પણ જ્ઞાન જ પ્રધાન છે. અર્થાત્ ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનો તો તેઓ આદરે છે તોપણ મુખ્યરૂપે નવું નવું શ્રત ભણવું, ભગવાનના વચનનાં રહસ્યોને જાણવાં અને તેનાથી પોતાના આત્માને વાસિત કરવું તે જ પ્રધાન છે; કેમ કે જ્ઞાનના અધ્યયનથી અને ભાવનથી જ વીતરાગના વચનાનુસાર પરિણતિ કરીને તેઓ સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બને છે.
વળી, મુનિ તો અત્યંત ધીરપુરુષ છે, તેથી સર્વ શક્તિથી જિનવચનના પરમાર્થને જાણે છે અને જિનવચનનું દૃઢ આલંબન લઈને અપ્રમાદથી સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી તેવા મહાત્માઓને જ્ઞાન અને ચારિત્રની ક્રિયા બન્ને મુખ્ય છે; કેમ કે લઘુ ધર્મઅભ્યાસ કરતાં મહાબળના સંચયવાળા હોવાથી મુનિ ગુરુધર્મના અભ્યાસવાળા છે.
વળી, જેઓ જ્ઞાનનો અભ્યાસ કરતા નથી અને શક્તિ હોવા છતાં તેના પ્રત્યે પ્રમાદવાળા છે, તેઓ સાધુ હોય કે શ્રાવક હોય તોપણ પરમાર્થથી સંસારના પરિભ્રમણથી ભય પામેલા નથી. આથી જ કદાચ ધર્મનાં બાહ્ય અનુષ્ઠાનોને સેવે કે ચારિત્રની ક્રિયાઓ કરે છે, તોપણ લઘુ ધર્મઅભ્યાસીમાં પણ તેમનું સ્થાન નથી.
વળી, ગ્રંથકારશ્રી પોતાના કથનમાં “આવશ્યકસૂત્ર'ની ગાથાની સાક્ષી આપે છે. તે વચન પ્રમાણે ચારિત્રથી રહિત મંદ ધર્મવાળા શ્રાવકોને દર્શનપક્ષ હોય છે. આ દર્શનપક્ષ ભગવાનના વચનમાં ઉત્કટ રુચિરૂપ હોવાથી શક્તિના પ્રકર્ષથી જ્ઞાનમાં યત્ન કરાવે છે. પરલોકાકાંક્ષી એવા શ્રમણો દર્શન અને ચારિત્ર બંનેના પક્ષવાળા હોય છે. ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોવાને કારણે જિનવચનના પરમાર્થને જાણવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે અને ચારિત્રનો પક્ષપાત હોવાથી જિનવચનના બોધથી નિયંત્રિત ધર્મઅનુષ્ઠાનો સેવીને પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સર્વ શક્તિથી સદા સંસારઉચ્છેદમાં પ્રવર્તાવે છે. માટે સાધુ સંસારના ઉચ્છેદના કારણ એવા શ્રુતજ્ઞાન અને ચારિત્રની આચરણા બંનેમાં પ્રધાનરૂપે પ્રયત્ન કરનારા છે.
આનાથી એ ફલિત થાય થાય છે કે સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી એવા મંદધર્મી શ્રાવકને પણ જ્ઞાન પ્રધાન છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી એવા સાધુને ક્રિયા સહિત ચારિત્ર અને જ્ઞાન બંને પ્રધાન છે, તેથી કલ્યાણના અર્થીએ જ્ઞાનનું પ્રધાનપણું જ આદરવું જોઈએ. II૧પ/૧ણા અવતરણિકા -
વળી, શાસ્ત્રવચનના બળથી જ જ્ઞાનની પ્રધાનતા મોક્ષમાર્ગમાં છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –