________________
૨૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૩ ભાવાર્થ
આવશ્યકસૂત્રમાં જ્ઞાનમાર્ગને પ્રધાને કહ્યો છે, કેમ કે સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા બને તે જ ક્રિયા મોક્ષનું કારણ બને છે. ક્વચિત્ કોઈક મહાત્મા ક્રિયામાં વિદ્ભકારી કર્મો બળવાન હોય તો સમ્યગુ ક્રિયા ન કરી શકે છતાં સમ્યજ્ઞાનમાં તે મહાત્મા યત્ન કરે તો સમ્યફરુચિ અતિશય થાય છે. તેથી તે મહાત્મામાં જે ભાવોથી અને જે ગુણોથી ષડૂ આવશ્યકની ક્રિયા કરવાની ભગવાને કહી છે તે ભાવોથી અને તે ગુણોથી ક્રિયા કરવાની રુચિ પ્રગટે છે. માટે સમ્યફ ક્રિયાના અભાવમાં પણ જ્ઞાનના બળથી તે મહાત્મા તે તે પ્રકારની ઉત્કટ રુચિ અનુસાર સંસારનો ઉચ્છેદ કરે છે. જે મહાત્માને આવશ્યકાદિ સૂત્રોનું સમ્યજ્ઞાન નથી, તેથી જે ગુણોથી અને જે ભાવોથી અરિહંત પરમાત્માએ ક્રિયાઓ કરવાની કહી છે તેનો યથાર્થ બોધ નથી તથા તે પ્રકારે જાણવાની જિજ્ઞાસા નથી, પરંતુ માત્ર લોક આચરણા અનુસાર ક્રિયાઓ કરે છે તેઓની તે ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત નહીં હોવાને કારણે ઇષ્ટ ફલપ્રાપક નથી. માટે “આવશ્યકસૂત્ર”માં “જ્ઞાન જ પર મોક્ષ છે” તેમ કહીને જ્ઞાનનું જ પ્રધાનપણું બતાવ્યું છે જેઓ જ્ઞાનના પરમાર્થને જાણનારા છે તથા પોતાની શક્તિને ગોપવ્યા વગર સ્વભૂમિકાનુસાર આચરણાપથમાં છે, તેઓ તે તે ક્રિયાઓ કરીને તે ક્રિયાથી જે ભાવો અને જે ગુણો નિષ્પન્ન કરવાના ભગવાને કહ્યા છે તે ભાવોને અને તે ગુણોને પ્રાપ્ત કરે છે. તેથી તેઓનો આચરણાપથ શુદ્ધ માર્ગ છે. આ માર્ગે ચાલીને તેઓ આલોકમાં અને પરલોકમાં યશ અને બહુમાનને પામે છે અર્થાત્ આ મહાત્માઓ જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને પોતાનો મનુષ્યભવ સફળ થાય એ પ્રકારનો લોકમાં યશ પ્રાપ્ત કરે છે અને શિષ્ટ લોકો તેવા મહાત્મા પ્રત્યે બહુમાનવાળા થાય છે. વળી, તે મહાત્મા જેમ આલોકમાં યશ અને બહુમાન મેળવે છે તેમ પરલોકમાં પણ ઉત્તમ પ્રકૃતિવાળા થવાથી તે મહાત્મા સર્વત્ર યશ અને બહુમાનને પામે છે.
વળી, લોકમાં પણ કહેવાય છે કે અનેક જ્ઞાનનો અભ્યાસવાળો પુરુષ સઘળે પૂજાય છે. જે કારણથી કહેવાયું છે –
વિદ્વાનપણું અને રાજાપણું ક્યારેય તુલ્ય થાય નહીં, કેમ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, જ્યારે વિદ્વાન પોતાની વિદ્વત્તાને કારણે સર્વત્ર પૂજાય છે. માટે સર્વ કલ્યાણના અર્થી જીવોએ કરચલીઓ પડેલી કાયા વાળી અવસ્થામાં પણ શ્રતનો સંગ્રહ કરવો જોઈએ; કેમ કે ધનનો સંગ્રહ કરવાથી ધનિક પુરુષ જે આપત્તિનો ઉકેલ નથી કરી શકતો તે આપત્તિનું નિરાકરણ બહુશ્રુતો કરી શકે છે. આથી જ અનેક આપત્તિઓથી ભરેલા આ સંસારસમુદ્રનું ઉલ્લંઘન ધનથી કોઈ કરી શકતું નથીપરંતુ બહુશ્રુતો સંસારના પરમાર્થને જાણીને તેના ઉચ્છેદના ઉપાયોનો ઉચિત નિર્ણય કરીને બહુશ્રુતપણાના બળથી દુસ્તર એવા સંસારસમુદ્રને પણ સુખપૂર્વક કરી શકે છે. માટે કલ્યાણના અર્થીએ સંસારના વાસ્તવિક સ્વરૂપના નિર્ણય અર્થે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ દ્રવ્ય-ગુણ-પર્યાયના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન ગીતાર્થ પાસેથી કરીને બહુશ્રુત થવા ઉદ્યમ કરવો જોઈએ. I૧૫/૧૩