________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૫ ગાથા-૧-૨
૦૧૫
ટબાર્થ :
જ્ઞાનસહિત જે મુનિ=સાધુ, ચારિત્રિયા છે=ક્રિયાપાત્ર છે, મહંત એવા તે મોટા ચિત્તના ધણી છે=મોહના ઉમૂલનને અનુકૂળ મહાપરાક્રમ ફોરવે તેવા મોટા ચિત્તના ધણી છે. જેમ મૃગપતિ–સિંહ, તે પાખરિયાતે જેમ મહાપરાક્રમી, હોય તેમ સાધુ મહાપરાક્રમી હોય એમ અત્રય છે. તેના ગુણો જ્ઞાનસહિત ક્રિયાવાળા મુનિના ગુણનો, અંત નથી, પરમાર્થે બહુ ગુણના ભાજન છે. તેની પ્રશંસા કહી ન શકાય, એ પરમાર્થ છે.
આવા જ્ઞાન આરાધક સુસાધુ જેમાં છે, એવું શ્રી જિનશાસન સેવીએ=ભક્તિભાવપૂર્વક આરાધીએ. II૧૫/૧/.
ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ અત્યાર સુધી કંઈક વિસ્તારથી બતાવ્યો. તેના પરમાર્થને જાણનારા મુનિ આત્માના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણ, શુદ્ધ પર્યાય શું છે ? તથા અશુદ્ધ દ્રવ્ય, અશુદ્ધગુણ અને અશુદ્ધ પર્યાય શું છે ? તેના પરમાર્થને જાણીને ધ્રુવ એવા પોતાના આત્માના અશુદ્ધ ભાવોનું ઉમૂલન કરવા અર્થે જિનવચનાનુસાર સંયમની સર્વ ક્રિયાઓ કરે છે તેવા મહાત્માઓ જ્ઞાનસહિત ચારિત્રની ક્રિયાવાળા છે. આવા મહાત્મા સર્વજ્ઞના વચનાનુસાર સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણનારા છે. વળી, આત્માનું હિત શું છે ? અને આત્માનું અહિત શું છે ? તેને યથાર્થ જાણીને અહિતથી આત્માનું રક્ષણ કરીને હિતમાં દઢ ઉદ્યમવાળા છે. તેઓ પોતાનું ચિત્ત, જે જગતના ભાવો પ્રત્યે અત્યાર સુધી અનાદિના સંશ્લેષવાળું હતું, તેના ઉમૂલન અર્થે સતત પ્રવર્તે છે; તેથી મોટા ચિત્તના ધણી છે. વળી, જેમ મૃગપતિ અર્થાત્ સિંહ શત્રુના નાશ માટે મહાપરાક્રમી હોય છે તેમ આત્મામાં અનાદિથી સ્થિર થયેલ મોહધારારૂપ મહાશત્રના નાશ માટે તેવા મહાત્મા સદા મહાપરાક્રમ કરનારા હોય છે. તેવા મહાત્માઓના ગુણનો અંત નથી અર્થાત્ તે મહાત્માઓ ઘણા ગુણોના ભાજન છે; કેમ કે મહાપરાક્રમ ફોરવીને તેઓ જેમ જેમ મોહનો નાશ કરે છે તેમ તેમ નવા નવા ગુણોનો સંચય કરીને ઘણા ગુણોની સમૃદ્ધિને પામે છે. આવા મહાત્માના ગુણોની પ્રશંસા શબ્દોથી કરી શકાય તેમ નથી, એ પ્રકારનો પરમાર્થ છે.
આવા પ્રકારના ભગવાનના વચનરૂપ શ્રુતજ્ઞાનના આરાધક સુસાધુ જેમાં વર્તે છે એવા શ્રી જિનશાસનની સેવા કરવી જોઈએ અર્થાત્ ભક્તિભાવપૂર્વક આરાધના કરવી જોઈએ, જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. II૧પ/૧ અવતરણિકા -
જેઓ જિનશાસનના રહસ્યને જાણનારા છે તેવા સુસાધુઓ મહાપરાક્રમને ફોરવીને સંસારનો ઉચ્છેદ કરે છે, જેમનું સ્વરૂપ પૂર્વની ગાથામાં બતાવ્યું. હવે જે મહાત્માઓ સંસારથી ભય પામેલા છે તેથી પોતે જિનશાસનના રહસ્યને જાણતાં નહીં હોવાથી જિનશાસનના રહસ્યને જાણનારા જ્ઞાની પુરુષને પરતંત્ર થઈને સંસારના ઉચ્છેદમાં પરાક્રમ ફોરવી રહ્યા છે તેઓ પણ માર્ગમાં છે, તે બતાવવા અર્થે કહે છે –