________________
૨૧૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૨-૩ છે અર્થાત્ કઈ રીતે ભગવાનનું શાસન ઉત્સર્ગ-અપવાદનું યોજન કરીને સમભાવના કંડકોની વૃદ્ધિનું કારણ છે ? તેના પરમાર્થનો બોધ નથી તેવી સ્વમતિ અનુસાર યોજન કરીને દોષોનું સેવન કરે છે. તેઓ અજ્ઞાનક્રિયા સહિત સાધ્વાચારની ક્રિયા કરે છે. આવા સાધુઓ તેવા પ્રકારની જૈન પ્રક્રિયાઓનો અવબોધ પામ્યા નથી અર્થાત્ જે પ્રકારની જૈન પ્રક્રિયા ઉત્સર્ગ-અપવાદના તથા ગુરુ-લાઘવના ઉચિત યોજનપૂર્વક સમભાવની વૃદ્ધિનું કારણ છે તેનો બોધ નથી, તેઓ માર્ગમાં નથી. નંદિષેણ મુનિ આદિની જેમ નિરુપક્રમ કર્મને વશ વિપરીત આચરણા કરનારા છે, તેઓને પણ માર્ગમાં કહ્યા છે; ફક્ત નંદિષેણ મુનિ ચારિત્રઆવારક નિરુપક્રમ કર્મવાળા હતા તેથી ચારિત્રના માર્ગમાં ન હતા, જ્યારે માપતુષ જેવા કેટલાક મહાત્માઓએ જ્ઞાનાવરણીય કર્મ નિરુપક્રમ બાંધેલ હતું પરંતુ નિરુપક્રમ ચારિત્ર મોહનીય કર્મવાળા ન હતા, તેઓને પણ રત્નત્રયીરૂપ માર્ગમાં કહ્યા છે.
કેમ તેઓને સમ્યજ્ઞાન નહીં હોવા છતાં રત્નત્રયીરૂપ માર્ગમાં કહ્યા છે ? તેથી કહે છે –
તેવા મહાત્માઓને જ્ઞાની જ્ઞાનવંત, જે ગુરુ, તેમના ચરણકમલને વિશે એકાંતે રક્તપરિણામ છે. તેથી તેઓના વચનાનુસાર સંયમની સર્વ બાહ્યક્રિયા કરે છે અને તે ક્રિયાનું દઢ અવલંબન લઈને જ્ઞાની ગુરુ વડે બતાવાયેલા મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ વ્યાપારમાં પણ યત્ન કરે છે. સતત મોહનું ઉમૂલન કરીને વીતરાગ થવા માટેનો તેમનો પ્રયત્ન વર્તે છે, તેથી જે જ્ઞાનીના જ્ઞાનગુણના બળથી જ્ઞાનહીન પણ માપતુષ જેવા મહાત્માઓ જ્ઞાનના ફળને પામે છે, તે જ્ઞાની ગુરુ વડે બતાવાયેલા જિનમાર્ગને જ સેવવો જોઈએ. તે જિનમાર્ગના પરમાર્થને બતાવવા અર્થે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના કરી છે. માટે સર્વ ઉદ્યમથી તેના પરમાર્થને જાણીને તે વચનાનુસાર ઉચિત યત્ન કરીને જિનમાર્ગનું સેવન કરવું જોઈએ. II૧પ/ચા અવતરણિકા :
જ્ઞાનથી યુક્ત ઉચિત ક્રિયાવાળા મહાત્મા અને જ્ઞાનથી રહિત પણ સાધુ જ્ઞાનીને પરતંત્ર હોય તો કઈ રીતે સ્વહિત સાધી શકે છે ? તે બતાવ્યા પછી, સર્વ કલ્યાણમાં જ્ઞાન જ પ્રબળ કારણ છે જ્ઞાનરહિત ક્રિયા નહીં. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
નાણરહિત હિત પરિહરી, અજ્ઞાન જ હઠરાતા રે;
કપટ ક્રિયા કરતા યતી, ન હુઈ નિજમતિમાતા રે. શ્રી જિન I૧૫/૩ ગાથાર્થ :
જ્ઞાનરહિત એવા સાધુ જેઓ હિતનો પરિહાર કરીને અજ્ઞાનથી હઠમાં રાતા=રત, છે, કપટ ક્રિયા કરતા એવા તે યતિ નિજમતિને વિશ=નિજમતરૂપ જૈનમતને વિશે, માતા ન હુઈ=પુષ્ટ થતા નથી. II૧૫/3II