________________
૨૧૬
ગાથા:
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૨
વશ નિરુપક્રમ કર્મનŪ, જે પણિ જ્ઞાનવિહીના રે;
તે પણિ મારગમાં કહિયા, જ્ઞાની ગુરુપદલીના રે. શ્રી જિન૦ ||૧૫/રા
ગાથાર્થઃ
નિરુપક્રમ કર્મના વશથી=ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે ઉત્કટ ઈચ્છા હોવા છતાં સ્વપરાક્રમથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે નહીં એવા નિરુપક્રમ કર્મના વશથી, જે પણ સાધુ જ્ઞાનવિહીન છે, જ્ઞાની ગુરુના પદમાં લીન તે=તેમને, પણ માર્ગમાં કહ્યા છે. ૧૫/૨।।
ટોઃ
તાદ્દશ સત્ ક્રિયા-વસત્યાદિક દોષ સહિત છઈ, તે પણિ અજ્ઞાનક્રિયા સહિત છઈ. તાદ્દશ જૈન પ્રક્રિયાનો અવર્બાધ નથી પામ્યા, તે પણિ માર્ગમાંહે કહ્યા છઈ. સ્થા પરમાર્થે ? જ્ઞાની-તે જ્ઞાનવંત, જે ગુરુ, તેહના ચરણકમલને વિષે એકાંતે રક્ત પરિણામ છઈ, તે માટઈ, શ્રી જિનમાર્ગનેહિ જ સેવીયે. /૧૫/૨/
ટબાર્થઃ
તેવા પ્રકારની સત્ ક્રિયા=જિનવચનાનુસાર યથાર્થ બોધથી નિયંત્રિત મોહના ઉન્મૂલનનું કારણ બને તેવા પ્રકારની સત્ ક્રિયા, જેમાં નથી એવી વસતિ આદિ દોષ સહિત છે=સાધુની વસતિ આદિ દોષવાળી છે તેનો ઉપયોગ કરે છે, તે પણ અજ્ઞાનક્રિયા સહિત છે; કેમ કે તાદ્દશ જૈન પ્રક્રિયાનો અવબોધ નથી પામ્યા. (તેઓ માર્ગમાં નથી; પરંતુ નિરુપક્રમકર્મના વશે જેઓ જ્ઞાનવિહીન છે,) તે પણ માર્ગમાં કહ્યા છે. સ્યો પરમાર્થ છે ? અર્થાત્ જ્ઞાન નહીં હોવા છતાં તેઓ માર્ગમાં છે એમ કહ્યું તેનો શો પરમાર્થ છે ? તેથી કહે છે
-
જ્ઞાની તે જ્ઞાનવંત, જે ગુરુ, તેના ચરણકમલને વિશે એકાંતે રક્ત પરિણામ છે, તે માટે માર્ગમાં કહ્યા છે, એમ અન્વય છે.
શ્રી જિનમાર્ગને જ સેવીએ. ।।૧૫/૨ા
* મૂળ ટબામાં ‘તેઓ માર્ગમાં નથી પરંતુ નિરુપક્રમકર્મના વશે જેઓ જ્ઞાનવિહીન છે’ એ લખેલ નથી; પરંતુ અર્થથી અહીં આવશ્યક લાગે છે, તેથી ( )માં ઉમેરીને ટબાર્થ લખેલ છે.
ભાવાર્થ :
“સમ્યજ્ઞાનથી નિયંત્રિત સત્ ક્રિયા ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ છે એ પ્રકા૨નો માર્ગનો જેમને સૂક્ષ્મ બોધ છે તે મહાત્મા તેવી ક્રિયા સેવીને સમભાવના પરિણામની વૃદ્ધિ કરે છે; પરંતુ જે મહાત્માને ક્રિયા વિષયક તેવો સૂક્ષ્મ બોધ નથી, તેથી “ભગવાનનું શાસન ઉત્સર્ગ-અપવાદમય છે” તેમ માનીને નિર્દોષ વસતિ આદિની અપ્રાપ્તિમાં અપવાદનું આલંબન લઈને આચારો સેવે છે, તે સાધુઓ પણ અજ્ઞાનક્રિયાયુક્ત