________________
૨૨૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૪-૫ અવર્ણવાદ મુખથી બોલે છે. ગુણનિધિ ગુણના નિધાન, એવા જે ગુરુ જિનવચતના પરમાર્થને જાણીને એકાંતે સ્વપરના કલ્યાણમાં પ્રવર્તે એવા ગુણનિધિ ગુરુ, તેહથી બહાર રહીને–તેમનો ત્યાગ કરીને, વિરુઓ એવું નિજમુખથી બોલે છે="તે ગુરુ તો બહારથી દેખાય છે તેવા નથી, પરંતુ તેમના દોષ કહેવા યોગ્ય નથી” એવું નિજમુખથી બોલે છે તે પ્રાણી વાસ્તવિક વિચાર કર્યા વગર અસમંજસપણે ભાખે છે. ૧૫/૪ ભાવાર્થ :
કેટલાક મુનિઓ સંસારથી ભય પામેલા હોય છે, કલ્યાણના અર્થી હોય છે તો પણ તેમનામાં વિપર્યાસ આપાદક ગાઢ ક્લિષ્ટ કર્મો હોય છે. તેથી કલ્યાણના અર્થે સંયમ ગ્રહણ કર્યા પછી પણ પોતે મોહદશાનું ઉમૂલન કરીને વીતરાગ થવા માટે કેમ યત્ન કરવો ? તેનો કાંઈ બોધ નહીં હોવા છતાં શાસ્ત્રો કાંઈક ભણીને, કાંઈક સ્વમતિ અનુસાર યથાતથ જોડીને બાહ્ય ક્રિયાઓમાં રક્ત હોય છે અને પોતાની કપટદશાને જાણી શકતા નથી અર્થાતુ “કઈ રીતે હું સંસારનો ઉચ્છેદ કરીશ ?” તેની કોઈ દિશાસૂઝ નહીં હોવા છતાં “હું જાણું છું” એવી મતિથી પોતાના આત્માને ઠગીને અજ્ઞાનને વશ “અમે સંયમી છીએ” તેમ પોતાને માને છે. તે પ્રકારે પોતાના આત્માને ઠગવારૂપ કપટદશાને તેઓ જાણતા નથી.
વળી, સ્વમતિ અનુસાર પોતાની પ્રવૃત્તિને અનુરૂપ બીજાની પ્રવૃત્તિ ન દેખાય તો સ્વમુખેથી અવર્ણવાદ બોલે છે અને કહે છે કે “આ સાધુઓ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી, માટે સુસાધુ નથી.” તેમ કહીને તેઓની નિંદા કરે છે.
વસ્તુતઃ વિવેકી પુરુષ કોઈની નિંદા કરે નહીં, ક્વચિત્ કોઈકના હિત અર્થે કાંઈક કહેવા જેવું જણાય તોપણ જે રીતે અન્યનું હિત થાય તેવું જ કથન કરે; પરંતુ પોતાની અસહિષ્ણુ પ્રકૃતિથી પારકા અવર્ણવાદ
ક્યારેય બોલે નહીં, જ્યારે ઉપર કહ્યા તેવા સાધુ તો તત્ત્વના અજ્ઞાનને કારણે અને પોતાની અસહિષ્ણુ પ્રકૃતિને કારણે પારકા અવર્ણવાદ બોલે છે.
વળી, ગુણના નિધાન એવા ગુરુ કોઈક રીતે પ્રાપ્ત થયા હોય તો પણ પોતાની રુચિ અનુસાર તેઓની પ્રવૃત્તિ ન જણાવાથી તેઓથી દૂર રહે છે અને લોકોમાં કહે છે કે “તે જ્ઞાની ગુરુ ઘણાં શાસ્ત્રો ભણ્યા છે તોપણ તેઓ કેવા છે ? તે કહેવા યોગ્ય નથી.” આ પ્રકારે લોકમાં અસમંજસ ભાખીને જિનવચનના સાર ઉપર ચાલનાર ગુણવાન ગુરુની નિંદા કરીને દુર્લભબોધિપણું બાંધે છે અને પોતાની તુચ્છ અને અસાર પ્રકૃતિને દઢ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. II૧૫/૪ અવતારણિકા -
વળી, તે અજ્ઞાની બાહ્ય આચરણા કરનારા સાધુમાં પણ કેવા કેવા સાધુ હોઈ શકે છે ? અને તેઓની અજ્ઞાનજન્ય કેવી કેવી પ્રવૃત્તિઓ હોઈ શકે છે ? તે બતાવવા અર્થે કહે છે –