________________
૨૦૨
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું માહાત્મ્ય બતાવ્યું અને બીજી ઢાળથી માંડીને અત્યાર સુધી કંઈક વિસ્તારથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ બતાવ્યું એ સર્વ, ગુરુના ઉપદેશથી અર્થાત્ પૂર્વાચાર્યોના સદુપદેશથી, શ્રુતઅભ્યાસથી અર્થાત્ સર્વજ્ઞકથિત આગમના અભ્યાસથી અને તે બંનેના બળથી પોતાને ઉત્પન્ન થયેલ નિર્મળ કોટિના અનુભવને સ્પર્શનારી મતિના બળથી તે દ્રવ્યનો અનુયોગ ગ્રંથકારશ્રીએ કહ્યો છે. ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે વર્ણન કર્યું છે તે સર્વ સર્વજ્ઞના વચનનો સાર છે; કેમ કે સર્વજ્ઞએ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રિપદી આપીને સર્વ નયથી જે દ્વાદશાંગી આપી છે તે દ્રવ્ય-ગુણ-પર્યાયને બતાવનાર છે. વળી દ્રવ્ય અને પર્યાય જ અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાય જ કંઈક વિશેષ સ્વરૂપે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત રાસમાં બતાવ્યા છે, જે જિનવચનના સારરૂપ છે. વળી, આ દ્રવ્યનો અનુયોગ જે ગ્રંથકારશ્રીએ કહ્યો છે તે પરમપદરૂપ મોક્ષનો ભોગ છે; કેમ કે મોક્ષપ્રાપ્તિનું પ્રબળ કારણ જે શુક્લધ્યાન છે તે દ્રવ્યાદિના ચિંતવનથી પ્રગટે છે અને તેના દ્વારા સર્વ કર્મોનો નાશ કરીને મહાત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી મોક્ષના કારણમાં મોક્ષનો ઉપચાર કરીને દ્રવ્યાનુયોગનું ભાવન એ મોક્ષના ભોગ સ્વરૂપ છે તેમ બતાવીને ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગની મહત્તાને જ સ્પષ્ટ કરેલ છે. IIદુહા-૧॥
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / દુહા | ગાથા-૧-૨
અવતરણિકા :
પૂર્વમાં દ્રવ્યાનુયોગ જિનવચનનો સાર છે ઇત્યાદિ કહીને તેનું મહત્વ બતાવ્યું. હવે દ્રવ્યાનુયોગમાં રત થઈ શકે તેવા જીવો કોણ છે ? તે બતાવીને પણ તેનું માહાત્મ્ય બતાવે છે
ગાથા:
ગાથાર્થ
મધ્યમ કિરિયારત હુઈં, બાલક માનઈં લિંગ; ષોડશ ભાષિઉં ધરઈં, ઉત્તમ જ્ઞાન સુરંગ. IIદુહા-સા
=
મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રિયારત થાય છે. બાળક=બાળજીવો, લિંગને માને છે=બાહ્ય સાધુનો વેશ અને સાધુની સ્થૂળ આચારની ક્રિયાને ધર્મ માને છે. વળી, ઉત્તમ પુરુષો જ્ઞાનસુરંગની ધુરાને ધારણ કરે છે એ પ્રમાણે ‘ષોડશક’માં કહ્યું છે. IIદુહા-૨।।
ટબો :
એહ દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરઈં, તેહજ પંડિત કહિઈં.” એહવું અભિયુક્ત સાખિ સમર્થઈ છઈ. ષોડશવચન વેલમ્
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ।
આગમતત્ત્વ તુ બુધઃ પરીક્ષતે સર્વવત્સેન ।।।। (પોકશજ-૨, શ્લો-૨) [[દુહા-૨||
-