________________
૧૬૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩નું યોજનનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. કલ્યાણનો અર્થી પદાર્થને માત્ર શબ્દથી વિચારવાની પ્રકૃતિનો ત્યાગ કરીને અનુભવ અનુસાર પદાર્થને જોવામાં યત્ન કરે તો દ્રવ્ય અને પર્યાય - બે જ વસ્તુની પ્રાપ્તિ છે, તેથી સૂક્ષ્મ પ્રજ્ઞાથી દરેક પદાર્થો દ્રવ્ય-પર્યાયસ્વરૂપે કઈ રીતે છે ?, તેમાં નયદૃષ્ટિ કઈ રીતે પ્રવર્તે છે ? અને દ્રવ્ય-પર્યાયથી ગુણ પૃથગુ નહીં હોવા છતાં ગુણને પૃથફ કહેવાનું જે પ્રયોજન છે તેનો યથાર્થ બોધ કરીને તે અનુસાર જ દ્રવ્યગુણ-પર્યાયનું ચિંતવન કરવું જોઈએ, જેથી દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતનથી પ્રગટ થનાર ક્ષપકશ્રેણીને અનુકૂળ નિર્મળબોધ પ્રાપ્ત થાય, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણીનું કારણ થશે. વળી, સ્વભાવ પૃથગુ નહીં હોવા છતાં દિગંબરોએ સ્વભાવના જે ભેદો બતાવ્યા છે અને તેમાં જે નયોનું યોજન કર્યું છે તે નયો અનુસાર તેમ જ છે, તેનો સૂક્ષ્મ પ્રજ્ઞાથી વિચાર કરવો જોઈએ. આથી જ ગ્રંથકારશ્રીએ તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે અને જે સ્થાનમાં સૂક્ષ્મ પ્રજ્ઞાના અભાવને કારણે ગુણપર્યાયથી સ્વભાવનો વિભાગ ઉચિત નહીં હોવા છતાં સ્વભાવનો પૃથક વિભાગ દિગંબરોએ કર્યો છે તેનો ત્યાગ કરીને સ્વભાવભેદોનો ગુણપર્યાયમાં જ અંતર્ભાવ કરીને ચિંતવન કરવામાં આવે તો, વસ્તુના વાસ્તવિક સ્વરૂપ અનુસાર પદાર્થનું અવલોકન કરવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે. આ નિર્મળ પ્રજ્ઞા જ કોઈ દર્શનના પક્ષપાત વગર તત્ત્વને સ્પર્શનારી બને તો સૂક્ષ્મ બોધપૂર્વકના માધ્યશ્મભાવની વૃદ્ધિથી ક્ષપકશ્રેણીનું કારણ બને છે.