________________
૧૭૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪ | ગાથા-૪-૫ ટબાર્થ:
અશુદ્ધવ્યવ્યંજનપર્યાય અશુદ્ધવ્યના વ્યંજનપર્યાયો મનુષ્ય, દેવ, તારક, તિર્યંચાદિ-ઘણા ભેદો જાણવા. જે માટે અશુદ્ધ દ્રવ્યના ઘણા ભેદો કેમ છે? તેથી કહે છે જે માટે, તે દ્રવ્યના ભેદ પુગલના સંયોગજનિત છે માટે અનેક ભેદો છે એમ=જેમ દ્રવ્યતા વ્યંજનપર્યાયો બે પ્રકારના છે એમ, શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવલજ્ઞાનાદિરૂપ છે અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ જાણવા. II૧૪/૪ ભાવાર્થ -
અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય જીવના મનુષ્ય, દેવ, નારક, તિર્યંચાદિ બહુ ભેજવાળા જાણવા; કેમ કે જીવદ્રવ્ય કર્મના અને દેહના પુદ્ગલોથી મિશ્રિત છે આથી અશુદ્ધ છે. અશુદ્ધ એવા જીવદ્રવ્યનો જન્મથી માંડીને મૃત્યુ સુધી જે મનુષ્યપર્યાય છે તે ત્રણ કાળને સ્પર્શનાર હોવાથી, તે જીવને મનુષ્યરૂપે વ્યક્ત કરનાર વ્યંજનપર્યાય છે. આ રીતે સંસારી જીવોના દરેક ભવોના પર્યાયો તે અશુદ્ધદ્રવ્યભંજનપર્યાયરૂપ જાણવા.
વળી, શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિરૂપ છે; કેમ કે કેવળજ્ઞાન જીવનો શુદ્ધગુણ છે અર્થાત્ કર્મજન્ય નથી અને શુદ્ધ આત્માનો ગુણ છે તેથી શુદ્ધગુણ છે. વળી, કેવળજ્ઞાન પ્રગટ થયા પછી શાશ્વત રહે છે, તેથી ત્રણ કાળને સ્પર્શનારો છે. માટે વ્યંજનપર્યાય છે.
વળી, અશુદ્ધગુણવ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિક જાણવા; કેમ કે કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટે છે, તેથી જીવના અશુદ્ધગુણો છે. વળી, ત્રણ કાળને સ્પર્શનારા હોવાથી વ્યંજનપર્યાય છે, જ્ઞાનગુણના પર્યાય હોવાથી મતિજ્ઞાનાદિ ગુણપર્યાય છે. તે અશુદ્ધ જ્ઞાનગુણના પર્યાય હોવાથી અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે. મતિજ્ઞાનાદિમાં “આદિ' પદથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનું ગ્રહણ છે, તે સર્વ અશુદ્ધગુણવ્યંજનપર્યાય જાણવા. ll૧૪/૪ અવતરણિકા :
પૂર્વમાં દ્રવ્યતા વ્યંજનપર્યાયના અને ગુણના વ્યંજનપર્યાયના ભેદો બતાવ્યા. હવે અર્થપર્યાયતા ભેદો બતાવવા અર્થ કહે છે –
ગાથા :
ઋજુસૂવાદેશઈ કરી, ક્ષણપરિણત એહ;
કહો અર્થપજાય એ, અત્યંતર જેહ. શ્રી જિન II૧૪/પા ગાથાર્થ -
ઋજુસૂત્રાદેશથી જુસૂત્રનયની દષ્ટિથી, ક્ષણપરિણત એહ કરી=વસ્તુને આશ્રયીને, એ અર્થપર્યાય કહો, જે અત્યંતર છે. ll૧૪/પI