________________
૧૮૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ ગાથા ૮
ટબાર્થ ઃ
પુદ્ગલદ્રવ્યનો શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અણુ કહેતાં પરમાણુ જાણવો. તે પરમાણુનો ક્યારેય નાશ થતો નથી તે કારણે (શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે.) ત્યણુકાદિક દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યના અશુદ્ધવ્યંજનપર્યાય છે, સંયોગથી થયેલા છે તે માટે (અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે, એમ અન્વય છે; કેમ કે નાશ પામે છે.)
એમ=શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય અને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય બતાવ્યા એમ, ગુણા કહેતાં પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય તે નિજ નિજ ગુણ આશ્રિત જાણવા. નિજ નિજ ગુણ આશ્રિત કહેવાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
પરમાણુનો ગુણ તે શુદ્ધગુણવ્યંજનપર્યાય અને બે પ્રદેશાદિક સ્કંધોનો ગુણ તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય. ।।૧૪/૮૦
ભાવાર્થ:
દિગંબર પ્રક્રિયા અનુસાર પ્રસ્તુત ગાથામાં પુદ્ગલદ્રવ્યને આશ્રયીને (૧) શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૨) અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, (૩) શુદ્ધગુણવ્યંજનપર્યાય અને (૪) અશુદ્ધગુણવ્યંજનપર્યાય - એમ ચાર ભેદો બતાવેલ છે.
(૧) શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય :- ૫૨માણુ ક્યારેય નાશ પામતો નથી તેથી પરમાણુ શુદ્ધ દ્રવ્ય છે; કેમ કે ‘જે ધ્રુવ હોય તે દ્રવ્ય કહેવાય’ એ પ્રકારનું દ્રવ્યનું લક્ષણ ૫૨માણુમાં સંગત છે માટે પરમાણુ શુદ્ધ દ્રવ્ય છે. પરમાણુમાં અણુભાવ ત્રિકાળવર્તી છે, તેથી તેને વ્યંજન કરનાર પર્યાય છે. જેમ પુરુષરૂપ જીવમાં ‘પુરુષ' શબ્દવાચ્ય પર્યાય ત્રણ કાળને સ્પર્શનાર છે માટે પુરુષ વ્યંજનપર્યાય છે તેમ પરમાણુમાં ‘અણુ’ શબ્દવાચ્ય પર્યાય ત્રિકાળવર્તી છે માટે પુદ્ગલદ્રવ્યનો શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય ‘અણુ’ જાણવો.
(૨) અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય :- વળી, હ્રચણુકાદિ સંયોગ પામે છે અને વિયોગ થાય છે તેથી સદા રહેનારા ભાવો નથી, તોપણ દ્રચણુકાદિ પર્યાય પુદ્ગલમાં ઘણો કાળ પ્રાપ્ત થાય છે, તેથી પુરુષની જેમ ત્રિકાળવર્તી છે, અને ચણુકાદિ ભાવો નાશ પામનાર હોવાથી અશુદ્ધ દ્રવ્ય છે, તેથી પુદ્ગલદ્રવ્યનો અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય ‘દ્વચણુકાદિ’ છે.
(૩) શુદ્ધગુણવ્યંજનપર્યાય :- ૫૨માણુ શુદ્ધ દ્રવ્ય છે; કેમ કે નાશ પામતો નથી તેથી પરમાણુમાં વર્તતો ગુણ અર્થાત્ રૂપ, ૨સાદિ ગુણો તે પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણવ્યંજનપર્યાય છે.
(૪) અશુદ્ધગુણવ્યંજનપર્યાય :- દ્વિપ્રદેશાદિ સ્કંધો અશુદ્ધ છે તેથી તેમના રૂપ, રસાદિ ગુણો તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે; કેમ કે તે ગુણો પણ ત્રણ કાળમાં પ્રાપ્ત થાય છે માટે વ્યંજન છે, રૂપાદિ ગુણો છે માટે ગુણવ્યંજનપર્યાય છે અને હચણુકાદિ અશુદ્ધ છે માટે અશુદ્ધગુણવ્યંજનપર્યાય છે. II૧૪/૮ના