________________
૧૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૪ પર્યાય થાય છે તેમ ધમસ્તિકાયાદિમાં ઘટાદિના સંયોગથી અશુદ્ધ પર્યાય થાય છે તેથી પરની અપેક્ષાએ અશુદ્ધતાનો ભેદ નથી,
કેમ અશુદ્ધતાનો ભેદ નથી ? તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ જીવદ્રવ્યને પુદ્ગલદ્રવ્યને વિષે પુદ્ગલદ્રવ્યરૂપ પરની અપેક્ષાએ અશુદ્ધતા છે તેમ ધમસ્તિકાયાદિને ઘટાદિના સંયોગરૂપ પરની અપેક્ષાએ અશુદ્ધતા છે તેથી અશુદ્ધતાનો ભેદ નથી. I૧૪/૧૪ ભાવાર્થ
અવતરણિકામાં કહ્યું કે, બે તંતકાદિ અનેક દ્રવ્યો ભેગા થઈને એક દ્રવ્ય બનતું હોય ત્યારે અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું ઉચિત ગણાય. તે રીતે વિચારીએ તો જીવનો દેહની સાથે કે કર્મની સાથે જે એકમેક ભાવ છે તેને આશ્રયીને જીવનો દેહરૂપ પર્યાય અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય કહી શકાય; પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો સંયોગ છે અથવા ધર્માસ્તિકાયને ગતિવાળા જીવ-પુદ્ગલ સાથે સંયોગ છે તે સંયોગ એકદ્રવ્યજનક અવયવના સંઘાતરૂપ નથી તોપણ પરની અપેક્ષાએ જે પર્યાય હોય તે અશુદ્ધ પર્યાય અને પરની અપેક્ષા વગર જે પર્યાય હોય તે શુદ્ધ પર્યાય એ પ્રમાણે સ્વીકારવામાં આવે તો સર્વ દ્રવ્યોમાં શુદ્ધાશુદ્ધ પર્યાયની પ્રાપ્તિરૂપ અનેકાંતનું વ્યાપકપણે પ્રાપ્ત થાય. અનેકાંત સર્વત્ર વ્યાપક છે એ જ જૈન સિદ્ધાંત છે, તેથી ધર્માસ્તિકાયાદિમાં શુદ્ધાશુદ્ધ પર્યાયનું વ્યાપકપણે સ્વીકારવા માટે કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયાદિના સ્વપરિણામ તે સ્વપર્યાય છે અને ધર્માસ્તિકાયનો અધર્માસ્તિકાય સાથે કે ઘટાદિ સાથે જે સંયોગ છે તે સંયોગ પરપર્યાય છે. સ્વપર્યાયથી પરપર્યાયની વિલક્ષણતા એ છે કે જેમાં પરની અપેક્ષા હોય તે પરપર્યાય કહેવાય અને જેમાં પરની અપેક્ષા ન હોય તે સ્વપર્યાય કહેવાય. તેથી ધર્માસ્તિકાયમાં વર્તતો પોતાનો પરિણામ તે તેનો સ્વપર્યાય છે અને ધર્માસ્તિકાયમાં વર્તતો અન્યના સંયોગરૂપ પર્યાય તે પરપર્યાય છે. જો આમ સ્વીકારીએ તો જેમાં પરની અપેક્ષા હોય તે અશુદ્ધ પર્યાય છે અને બે તંતુકાદિમાં પણ પરની અપેક્ષા છે તેથી તે પણ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે. આ રીતે એકદ્રવ્યના જનક એવા અવયવના સંઘાતરૂપ ગૃહ આદિમાં પણ પરની અપેક્ષા છે અને ધર્માસ્તિકાયની સાથે અન્ય દ્રવ્યનો સંયોગ છે ત્યાં પણ પરની અપેક્ષા છે. પરની અપેક્ષાએ અશુદ્ધતા સર્વત્ર સમાન છે માટે સર્વત્ર અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે; કેમ કે અશુદ્ધતાનો કોઈ ભેદ નથી. જેમ જીવદ્રવ્યને દેહરૂપ પુદ્ગલ દ્રવ્યને આશ્રયીને થયેલા મનુષ્યાદિ પર્યાયમાં પરની અપેક્ષાએ અશુદ્ધતા છે તેમ ધર્માસ્તિકાયાદિને પણ અન્ય દ્રવ્યના સંયોગમાં પરની અપેક્ષાએ અશુદ્ધતા છે. તેથી દરેક દ્રવ્યમાં વર્તતા પોતાના પર્યાયોમાં પરની અપેક્ષા નથી અને પરની અપેક્ષાએ થનારા પર્યાયોમાં પરની અપેક્ષા છે. આમ પરની અપેક્ષાવાળા પર્યાયો અશુદ્ધ પર્યાય છે અને પરની અપેક્ષા વગર તે તે દ્રવ્યમાં વર્તતા પર્યાય શુદ્ધ પર્યાય છે તેમ સ્વીકારીએ તો શુદ્ધાદ્ધનું વ્યાપકપણે સર્વ દ્રવ્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ દિગંબર માને છે તેમ માનીએ