________________
૧૮૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૯-૧૦ કે જીવ અને પુદ્ગલની જેમ પરસ્પર મિશ્ર થતો નથી તેથી તે શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ દ્રવ્ય એવા ધર્માસ્તિકાયનો ગતિસહાયક ગુણ ત્રિકાળવર્તી હોવાથી તે વ્યંજનપર્યાય છે તેમ દિગંબરો માને છે, પરંતુ શુદ્ધ દ્રવ્યરૂપ ધર્માસ્તિકાયાદિના અર્થપર્યાયને સ્વીકારતા નથી; કેમ કે પુરુષમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા બાલાદિ ભાવારૂપ જે અર્થપર્યાયો દેખાય છે તેવા અર્થપર્યાય ધર્માસ્તિકાયમાં દિગંબરોને દેખાતા નથી. તેથી જેમ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેને નિત્ય સ્વીકારીને કેવળજ્ઞાનમાં શુદ્ધગુણઅર્થપર્યાય સ્વીકારતા નથી તેમ ધર્માસ્તિકાયમાં પણ પ્રતિક્ષણ થનારો પરિણામ નહીં દેખાવાથી શુદ્ધદ્રવ્યઅર્થપર્યાયને માનતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની હઠનો ત્યાગ કરીને ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પણ પ્રતિક્ષણની પરિણતિરૂપ શુદ્ધદ્રવ્યઅર્થપર્યાય દિગંબરોએ સ્વીકારવા જોઈએ. ll૧૪/લા અવતરણિકા -
ર્ત ધર્માસ્તિકાથાદિકમાંહિ અપેક્ષાઈ અશુદ્ધપર્યાય પણિ હોઈ, નહીં તો પરમાણુપર્વતવિશ્રામ પુદ્ગલદ્રવ્યઈ પણિ ન હઈ”, એહવઈ અભિપ્રાથઈં કહઈ છઈ – અવતરણિયાર્થ:
‘તે ધમસ્તિકાયાદિમાં અપેક્ષાએ અશુદ્ધપર્યાય પણ છે અર્થાત્ જે ધર્માસ્તિકાયાદિમાં શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય છે એમ ગાથા-૯માં કહ્યું તેમ ધર્માસ્તિકાયાદિમાં અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય પણ છે, નહીં તો ધમસ્તિકાયાદિમાં અશુદ્ધપર્યાય માનવામાં ન આવે તો, પરમાણુપર્યત વિશ્રામ પામનાર પુદ્ગલ દ્રવ્યમાં પણ ત થાય=અશુદ્ધપર્યાય ન થાય', એવા પ્રકારના અભિપ્રાયથી કહે છે – ભાવાર્થ
દિગંબરો જીવ અને પુદ્ગલ બેયમાં અશુદ્ધ પર્યાય સ્વીકારે છે; કેમ કે જીવ જ્યારે કર્મ-પગલાદિની સાથે એકમેક થાય છે ત્યારે અશુદ્ધપર્યાયની પ્રાપ્તિ થાય છે અને પરમાણુમાંથી જ્યારે સ્કંધ બને છે ત્યારે એકમેક થયેલા સ્કંધોમાં અશુદ્ધપર્યાયની પ્રાપ્તિ થાય છે; પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક જ ક્ષેત્રમાં રહેલા હોવા છતાં તેમનો મિશ્રભાવ થતો નથી, જેમ સિદ્ધશિલા પર રહેલા સિદ્ધના જીવોનો તે ક્ષેત્રમાં રહેલાં કર્મો સાથે મિશ્રભાવ થતો નથી. માટે દિગંબરો ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોના અશુદ્ધપર્યાય સ્વીકારતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
“ધર્માસ્તિકાયાદિમાં અપેક્ષાએ અશુદ્ધપર્યાય પણ સ્વીકારવો જોઈએ અને જો ધર્માસ્તિકાયાદિમાં અશુદ્ધપર્યાય દિગંબરો ન સ્વીકારે તો પરમાણુપર્યત વિશ્રામ પામનારા પુદ્ગલદ્રવ્યમાં પણ અશુદ્ધપર્યાય નથી એમ માનવું જોઈએ.’ આ પ્રકારના અભિપ્રાયથી ગાથામાં કહે છે –