________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૭-૮
ક્ષણના ભેદથી કેવળજ્ઞાનપર્યાય ભિન્ન ભિન્ન દેખાડ્યા છે તેથી ઋજુસૂત્રનયના આદેશથી શુદ્ધગુણના અર્થપર્યાય દિગંબરોએ માનવા જોઈએ. જેમ શુદ્ધગુણના વ્યંજનપર્યાય ગાથા-૪માં કહ્યું તેમ દિગંબર માને છે, તે રીતે શુદ્ધ ગુણના અર્થપર્યાય પણ દિગંબરે સ્વીકારવા જોઈએ. જો કે ગુણપર્યાય જ ગ્રંથકારશ્રીને સંમત નથી તેથી સ્વયં તેનું આગળ નિરાક૨ણ ક૨શે; છતાં “જે પ્રક્રિયા અનુસાર શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિરૂપ દિગંબરો સ્વીકારે છે અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ દિગંબર સ્વીકારે છે તે રીતે પ્રતિક્ષણના કેવળજ્ઞાનને સ્વીકારીને શુદ્ધગુણના અર્થપર્યાય પણ દિગંબરોએ સ્વીકારવા જોઈએ” એમ ગ્રંથકારશ્રી કહે છે. આથી જ ભવસ્થકેવળજ્ઞાનના પ્રથમ સમયનું સયોગી ભવસ્થકેવળજ્ઞાન અને અપ્રથમ સમયનું સયોગી ભવસ્થકેવળજ્ઞાન એમ બે પ્રકારો શાસ્ત્રમાં સ્વીકારેલ છે, તેથી ક્ષણ-ક્ષણને આશ્રયીને પણ થતા અર્થપર્યાયનો દિગંબરોએ સ્વીકા૨ ક૨વો જોઈએ. II૧૪/૭॥
૧૭૯
અવતરણિકા :
ગાથા-૩ અને ૪માં શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય એ ચાર ભેદો જીવદ્રવ્યને આશ્રયીને બતાવેલા છે. હવે તે જ ચાર ભેદો પુદ્ગલદ્રવ્યને આશ્રયીને બતાવે છે -
ગાથા:
શુદ્ધ દ્રવ્ય વ્યંજન અણુ, પુદ્ગલ પર્યાય;
અશુદ્ધ ચણુકાદિક ગુણા, નિજગુણ પજ્જાય. શ્રી જિન॰ ll૧૪/૮॥
ગાથાર્થ ઃ
શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય પુદ્ગલનો અણુ છે. ચણુકાદિ અશુદ્ધ=પુદ્ગલદ્રવ્યના અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે. ગુણા=પુદ્ગલના શુદ્ધગુણવ્યંજનપર્યાય અને અશુદ્ધગુણવ્યંજનપર્યાય, નિજગુણ પર્યાય છે=નિજ નિજ ગુણ આશ્રિત પર્યાય જાણવા=શુદ્ધ એવા પરમાણુને આશ્રિત ગુણ તે શુદ્ધગુણવ્યંજનપર્યાય જાણવા અને અશુદ્ધ એવા ચણુકાદિને આશ્રિત ગુણ તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય જાણવા. ૧૪/૮
ટબો ઃ
પુદ્ગલદ્રવ્યનો શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય, અણુ ક૦ પરમાણુઓ જાણવો. તે પરમાણુનો કહિઈં નાશ નથી તે ભણી. ચણકાદિક દ્રવ્ય તે-પુદ્ગલદ્રવ્યના અશુદ્વવ્યંજનપર્યાય. સંયોગજનિત છઈ તે માર્ટિ. ઈમ-ગુણા કહતાં-પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણવ્યંજનપર્યાય, અશુદ્ધગુણવ્યંજનપર્યાય, તે-નિજ નિજ ગુણાશ્રિત જાણવા. પરમાણુનો ગુણ તેશુદ્ધગુણવ્યંજનપર્યાય, દ્વિપ્રદેશાદિકનો ગુણ તે-અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈં. ||૧૪/૮૫