________________
૧૭૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૫ ટબો:
ઈમ-જુસૂત્રાદેશઈ ક્ષણપરિણત જે અત્યંતર પર્યાય, ર્ત-શુદ્ધાર્થપર્યાય. અનઈંજે જેહથી અલ્પકાલવર્તી પર્યાય તે-તેહથી અલ્પત્વ વિવક્ષાઈ-અશુદ્ધ અર્થપર્યાય કહવા. ll૧૪/પાઈ ટબાર્થ -
એમ=જે પ્રમાણે પૂર્વમાં વ્યંજનપર્યાય બતાવ્યો એમ, ઋજુસૂત્રાદેશથી=ઋજુસૂત્રનયની દૃષ્ટિથી, ક્ષણ પરિણત જે અત્યંતર પર્યાય તે શુદ્ધઅર્થપર્યાય છે=કર્મરહિત શુદ્ધ આત્માનો પ્રતિક્ષણ વર્તતો કેવળજ્ઞાનરૂપ જે અત્યંતર પર્યાય તે શુદ્ધઅર્થપર્યાય છે. અને જે જેહથી અલ્પકાળવર્તી પર્યાય છે તે અત્યંતર પર્યાયથી ભવસ્થકેવળજ્ઞાનનો જે અલ્પકાળવર્તી પ્રતિક્ષણનો કેવળજ્ઞાનપર્યાય છે તે, તેનાથી અલ્પત્ય વિવક્ષાએ=સિદ્ધ અવસ્થામાં વર્તતા પ્રતિક્ષણના કેવળજ્ઞાનપર્યાયની અપેક્ષાએ ભવસ્થકેવળજ્ઞાનમાં જે અલ્પત્વ છે તે વિવક્ષાએ, અશુદ્ધઅર્થપર્યાય કહે=ભવસ્થકેવળજ્ઞાનનો પ્રતિક્ષણનો જે અલ્પકાળવર્તી પર્યાય છે તે અશુદ્ધઅર્થપર્યાય કહેવો. II૧૪/પા ભાવાર્થ :
ગાથા-રમાં ગ્રંથકારશ્રીએ કહેલ કે સૂક્ષ્મ વર્તમાનકાળવર્તી અર્થપર્યાય છે. જેમ ઘટમાં તે તે ક્ષણવર્તી પર્યાય છે, તે રીતે આત્માનો શુદ્ધઅર્થપર્યાય શું છે? તે બતાવતાં પ્રસ્તુત ગાથામાં કહેલ છે કે સર્વકર્મરહિત થયેલા સિદ્ધના જીવમાં જીવની પરિણતિરૂપ જે અત્યંતર પર્યાય પ્રતિક્ષણ વર્તે છે તે કેવળજ્ઞાનના પ્રતિક્ષણના ઉપયોગરૂપ છે અને ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ક્ષણપરિણતિરૂપ કેવળજ્ઞાન આત્માનો શુદ્ધઅર્થપર્યાય છે.
વળી, જીવ કર્મમુક્ત થાય છે તેની પૂર્વે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તે કેવળજ્ઞાન કર્મના ક્ષયથી થયેલું હોવાને કારણે, જો કે આત્માનો શુદ્ધગુણ છે તોપણ, ભવસ્થકેવળજ્ઞાન આત્માનો અશુદ્ધઅર્થપર્યાય છે અને સિદ્ધ0કેવળજ્ઞાન આત્માનો શુદ્ધ પર્યાય છે. વળી, ભવસ્થકેવળજ્ઞાનને ઋજુસૂત્રનયથી જોવામાં આવે તો પ્રતિક્ષણ વ્યવસ્થકેવળજ્ઞાન પણ અન્ય અન્ય પરિણામરૂપે થાય છે તેથી ક્ષણવર્તી એવું ભવસ્થકેવળજ્ઞાન આત્માનો અશુદ્ધઅર્થપર્યાય છે; કેમ કે સિદ્ધ0કેવળજ્ઞાનની અપેક્ષાએ અલ્પકાળ રહેનારું ભવસ્થકેવળજ્ઞાન છે, તેને અલ્પકાળ રહેવાનું મુખ્ય કારણ કર્મવાળી અવસ્થા છે, તેથી તે ભવસ્થકેવળજ્ઞાનરૂપ પ્રતિક્ષણનો પર્યાય અશુદ્ધઅર્થપર્યાય કહેવાય છે.
આ પ્રકારનો અર્થ ગ્રંથકારશ્રીના દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ ઉપર સ્વરચિત જે છૂટા બોલો છે તેમાં કહેલ “અર્થપર્યાય ઋજુસૂત્રાદેશથી છે અને તે ભવસ્થ તથા સિદ્ધસ્થરૂપ છે તેનાથી નક્કી થાય છે; કેમ કે ઋજુસૂત્રાદેશ ક્ષણપરિણતિને સ્વીકારનાર છે તેથી અર્થપર્યાય છે એમ નક્કી થાય છે ભવસ્થકેવળજ્ઞાન અલ્પકાળવર્તી છે તેથી અશુદ્ધઅર્થપર્યાય છે તેમ નક્કી થાય છે અને સિદ્ધસ્થકેવળજ્ઞાન દીર્ઘકાલીન છે તથા જીવના અત્યંતર પરિણામરૂપ છે તેથી શુદ્ધઅર્થપર્યાય છે એમ નક્કી થાય છે. II૧૪/પા.