________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૨
૧૭૧
ગાથા :
અનુગત કાલકલિત કહિયો, વ્યંજન પર્યાય; વર્તમાન સૂષિમ તિહાં, અત્થહ પજાય. શ્રી જિન૦ ૧૪/ચા
ગાથાર્થ :
અનુગત કાલકલિત ઘણા કાળ સુધી રહેનારો. વ્યંજનપર્યાય કહ્યો છે. તેમાં સૂક્ષ્મ એવો વર્તમાનકાળસ્પર્શી અર્થપર્યાય કહ્યો છે. ll૧૪/રા ટબો:
જે-જેહ ત્રિકાલસ્પર્શી પર્યાય, ર્તસ્નેહનો વ્યંજનપર્યાય કહિઈ, જિમ, ઘટાદિકનઈ મૃદાદિ પર્યાય. તેહમાં-સૂમ વર્તમાનકાલવર્તી અર્થપર્યાય. જિમ, ઘટનઈ તાત્મણવર્તી પર્યાય. ll૧૪/રા ટબાર્થ :
જે, જેનો ત્રિકાલસ્પર્શી પર્યાય, તે તેનો વ્યંજનપર્યાય કહેવાય. જેમ ઘટાદિને મૃદાદિ ત્રણ કાળમાં સ્પર્શના પર્યાય છે તેથી વ્યંજનપર્યાય છે. તેમાંeઘટાદિમાં, સૂક્ષ્મ એવો વર્તમાનકાળવર્તી અર્થપર્યાય છે. જેમ ઘટતો તત્ક્ષણવર્તી પર્યાય. I૧૪/રા ભાવાર્થ
વસ્તુમાં જે પર્યાય ત્રણ કાળમાં સ્પર્શતો હોય તે વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ મનુષ્ય મનુષ્યરૂપે જન્મ છે, તેનો મનુષ્યપર્યાય જન્મથી માંડીને મૃત્યુ સુધી સ્પર્શે છે અને તેના દ્વારા “આ મનુષ્ય છે એ પ્રકારે અભિવ્યક્ત થાય છે તેથી તે વ્યંજનપર્યાય છે.
વળી, વર્તમાનક્ષણવર્તી વસ્તુમાં જે પર્યાય વર્તતો હોય તે પર્યાય તે પદાર્થરૂપ અર્થના સ્વરૂપને બતાવનાર છે માટે અર્થપર્યાય છે. જેમ મનુષ્ય વર્તમાન ક્ષણે જે અવસ્થામાં વિદ્યમાન હોય તે અવસ્થાને બતાવનાર ભાવ તે અર્થપર્યાય છે.
વળી, ગ્રંથકારશ્રી ઘટાદિ દ્રવ્યમાં વર્તમાનપર્યાય અને અર્થપર્યાય સ્પષ્ટ કરતાં કહે છે –
ઘટ ઉત્પત્તિથી માંડીને નાશ ન પામે ત્યાં સુધી તેમાં મૃત્ની પ્રતીતિ થાય છે તેથી મૃદુ “મૃદુ’ એ પ્રકારે ઘટના નાશકાળ સુધી પ્રતીત થનારો પર્યાય છે, માટે મૃદુ એ ઘટનો વ્યંજનપર્યાય છે.
વળી, ઘટ ઉત્પન્ન થયા પછી પ્રથમ શ્યામ હોય, પછી રક્ત થાય, વળી ક્યારેક ખંડિત થાય, તે સર્વ અવસ્થામાં જે વખતે ઘટની જે અવસ્થા હોય તે વખતે તે ઘટમાં વર્તતી અવસ્થા તે ઘટનો અર્થપર્યાય છે. આથી જ વર્તમાનમાં ખંડિત થયેલો ઘટ હોય તો વર્તમાનક્ષણવર્તી જે પર્યાય છે તે પર્યાય તે ઘટનો અર્થપર્યાય કહેવાય છે. II૧૪/ગા