________________
૧૬૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩] ગાથા-૧૭-૧૮ પોતાના આત્માનો નિત્યાનિત્યરૂપે પૂર્ણરૂપે બોધ થાય છે.
વળી, શરીર સાથે ભેદભેદની સપ્તભંગી કરાય છે ત્યારે પણ વ્યવહારનયથી પોતાના શરીર સાથે અભેદ છે અને નિશ્ચયનયથી પોતાના શરીર સાથે ભેદ છે તેને આશ્રયીને તે સ્થાનમાં પણ પ્રતિપક્ષનયપૂર્વક સપ્તભંગી થાય છે; કેમ કે વ્યવહારનયથી શરીર સાથે આત્માનો અભેદસ્વીકાર્યા પછી નિશ્ચયનયથી શરીર સાથે આત્માનો ભેદસ્વીકારાય છે; પરંતુ એક નયને આશ્રયીને ક્યાંય સપ્તભંગી કરાતી નથી.
વળી, કોઈક સ્થાને કોઈપણ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી નથી' એ પ્રકારનું અવલંબન લઈને અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કરાય છે ત્યારે પણ સ્વદ્રવ્યને જોનારી દૃષ્ટિ અને સ્વથી ભિન્ન એવા પરદ્રવ્યને જોનારી દૃષ્ટિ એવી બે દૃષ્ટિઓ પ્રવર્તે છે તેથી સ્વપ્રતિપક્ષનયરૂપ તે બે દૃષ્ટિઓથી સપ્તભંગી પ્રાપ્ત થાય છે. તેથી ભાવાભાવ સ્વરૂપે તે દ્રવ્યનો પૂર્ણ બોધ થાય છે અર્થાત્ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી તે વસ્તુ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી તે વસ્તુ નથી. તેથી સ્વદ્રવ્યાદિને જોનારી અને પારદ્રવ્યાદિને જોનારી બે નયરૂપ બે દૃષ્ટિઓ છે જ્યારે દિગંબર પ્રક્રિયા અનુસાર એક જ વસ્તુને સ્વદ્રવ્યાદિગ્રાહકત્વરૂપે અસ્તિસ્વભાવ અને પરદ્રવ્યાદિગ્રાહકવરૂપે નાસ્તિસ્વભાવ પ્રાપ્ત થાય છે તેથી એક જ દ્રવ્યમાં માત્ર દ્રવ્યને જોનારી દૃષ્ટિથી અસ્તિ-નાસ્તિની સપ્તભંગી સ્વીકારવાની આપત્તિ આવે, જેમાં સ્વપ્રતિપક્ષનયનું આશ્રયણ નથી પરંતુ એક નયનું આશ્રયણ છે માટે સર્વજ્ઞએ બતાવેલી પ્રક્રિયાનો ભંગ થાય.
આનાથી એ ફલિત થાય કે કોઈપણ એક વસ્તુને પરિપૂર્ણ રીતે જોવા માટે સપ્તભંગી કરાતી હોય કે જગતની સર્વ વસ્તુનો બોધ કરવા માટે સપ્તભંગી કરાતી હોય, તોપણ સર્વત્ર સ્વપ્રતિપક્ષનયથી જ સપ્તભંગી થાય છે, કોઈ એક જ નયને આશ્રયીને સપ્તભંગી થતી નથી. માટે ગુણપર્યાયથી પૃથએવા સ્વભાવની કલ્પના ઉચિત નથી; કારણ એ કથનમાં અનેક પ્રકારની આપત્તિઓ આવે છે, માટે ગ્રંથકારશ્રી કહે છે કે આ કથનમાં ઘણું વિચારણીય છે. ll૧૩/૧૭ના અવતરણિકા -
પ્રસ્તુત ઢાળનું નિગમન કરે છે –
ગાથા :
સ્વભાવ ભેદસહિત કહિયા રે, ઈમ એ ગુણહ પ્રકાર; હવઈ ભય પક્ઝાયના રે, સુણિહૈં સુના ભંડારો રે. ચતુ II૧૩/૧૮
ગાથાર્થ :
સ્વભાવ ભેદસહિત એમ=પૂર્વમાં વર્ણન કર્યું એમ, ગુણના પ્રકાર કહ્યા. હવે સુજસના ભંડાર એવા શ્રોતા પુરુષો પર્યાયના ભેદ સાંભળો. ll૧૩/૧૮