________________
૧૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૩ | ગાથા-પ-૬ વિવલિત જીવરૂપે થવાની અભવ્યતા છે. આથી જ સંસારમાં સ્નેહસંબંધથી પરસ્પર આત્મીયતા બુદ્ધિ ધારણ કરનારા જીવો પણ પોતાના સ્નેહના વિષયભૂત અન્ય દ્રવ્યરૂપે થવાના સ્વભાવવાળા નથી. તેથી સ્નેહથી કોઈની સાથે સંબંધવાળા હોવા છતાં પોતાનો આત્મા ક્યારેય તે સ્નેહીજનરૂપે પરિણમન પામે તેવા સ્વભાવવાળો નથી, તેથી તે સ્વરૂપે થવાની પોતાની અભિવ્યતા છે. સંસારી જીવો કર્મની સાથે અને દેહની સાથે કથંચિત્ એકમેકભાવે હોવા છતાં જીવનો કર્મરૂપે કે દેહરૂપે થવાનો અભવ્ય સ્વભાવ જ છે. દેહનો અને કર્મનો પણ જીવરૂપે થવાનો અભવ્ય સ્વભાવ છે આથી અભવ્યતા પરભાવની સાધારણ છે. તે માટે ભવ્યતાસ્વભાવ નિરૂપિત છે અને અભવ્યતાસ્વભાવ ઉત્પન્ન સ્વભાવની છે તેમ જ પરભાવની સાધારણ છે તે માટે, પરમગ્રાહકનયની દૃષ્ટિમાં જે ભવ્યતાસ્વભાવ છે અને જે અભવ્યતાસ્વભાવ છે એમાં અસ્તિ-નાસ્તિસ્વભાવની જેમ સ્વપદ્રવ્યાદિ ગ્રાહકનય બંનેની પ્રવૃત્તિ નથી.
આશય એ છે કે દરેક દ્રવ્યો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ ગ્રાહકનયની દૃષ્ટિથી અસ્તિસ્વભાવવાળાં છે, કેમ કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે તે સ્વરૂપે વસ્તુ છે તે પ્રકારની પ્રતીતિ થાય છે અને પરદ્રવ્ય, પરક્ષેત્રાદિ ગ્રાહકનયથી નાસ્તિસ્વભાવવાળાં છે; કેમ કે પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિ ગ્રાહકનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે તે વસ્તુ નથી એમ જ પ્રતીત થાય છે. જેમ વિવક્ષિત જીવ અન્ય જીવને ગ્રહણ કરનારી દૃષ્ટિથી નથી એમ પ્રતીત થાય છે, તે પ્રકારે ભવ્યતાસ્વભાવની અને અભવ્યતાસ્વભાવની પ્રવૃત્તિ નથી; કેમ કે દરેક દ્રવ્યો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ દૃષ્ટિથી અસ્તિત્વ ધરાવે છે પરંતુ ભવ્યતાસ્વભાવ ધરાવતાં નથી, પણ જે સ્વરૂપે થવાનો સ્વભાવ છે તેનો ભવ્યતાસ્વભાવ ધારણ કરે છે. દરેક દ્રવ્યો પદ્રવ્યાદિને જોનારી દૃષ્ટિથી નાસ્તિરૂપે પ્રતીત થાય છે પરંતુ પરદ્રવ્યાદિને જોનારી દૃષ્ટિથી અભવ્યતાની પ્રતીત થતાં નથી તેથી પરદ્રવ્યરૂપે નહીં થવાના સ્વભાવની પ્રતીતિ થાય છે તે અભવ્યતાસ્વભાવ છે.
આ રીતે ભવ્ય-અભવ્ય સ્વભાવ બતાવ્યા પછી આત્માનો ચેતન સ્વભાવ કયા નયની દૃષ્ટિથી છે? તે બતાવે છે –
આત્માના શુદ્ધ સ્વરૂપ કે અશુદ્ધ સ્વરૂપના વિભાગ કર્યા વગર શુદ્ધ અને અશુદ્ધ બંનેમાં સામાન્યરૂપે વર્તતો આત્મદ્રવ્યનો જે પરમભાવ, તેને જોનારી દૃષ્ટિ, તે દૃષ્ટિથી વિચારીએ તો આત્માનો ચેતન સ્વભાવ છે એમ કહેવાય છે. આથી જ સંસારી જીવો કર્મથી અશુદ્ધ હોવા છતાં કર્મથી અશુદ્ધ એવા આત્માનો પરમભાવ ચેતન સ્વભાવ છે એમ ગ્રહણ થાય છે. સિદ્ધના આત્માઓ કર્મથી રહિત હોવાથી શુદ્ધ છે પરમભાવને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો તેમાં પણ ચેતન સ્વભાવ દેખાય છે, માટે સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવના પરમભાવને જોનારી દૃષ્ટિ જીવના ચેતન સ્વભાવને બતાવે છે. ll૧૩/પી અવતરણિકા :
પૂર્વની ગાથાના ઉત્તરાર્ધમાં શુદ્ધાશુદ્ધ વિભાગ વગરના પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી આત્માનો ચેતન સ્વભાવ છે તેમ બતાવ્યું. હવે ચેતન સ્વભાવ અન્ય નયદષ્ટિથી કોનો છે? તે બતાવીને તેનો પરમભાવગ્રાહકનયની દૃષ્ટિથી અચેતન સ્વભાવ છે. તે બતાવે છે –