________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩, ગાથા-૧૦
૧૫૧ મનુનાણુયાગં અન્યોન્ય અનુગતનું અન્યોન્ય અનુગત એવા જીવ અને પુદ્ગલોનું, ‘મંa '=આ અને તે=આ જીવ છે અને તે પુદ્ગલો છે', ત્તિ વિષયમનુત્ત એ પ્રમાણેનું વિભાજન અયુક્ત છે. નદ=જે પ્રમાણે, યુદ્ધપાળિયા-દૂધ-પાણીનું અન્યોન્ય અનુગત એવા દૂધ અને પાણીનું, (આ અને તે=આ દૂધ છે અને તે પાણી છે એ પ્રમાણેનું વિભાજન અયુક્ત છે.)
ક્યાં સુધી વિભજન અયુક્ત છે ? તેથી કહે છે –
જાવંત વિલેપન્નાયા=જ્યાં સુધી વિશેષ પર્યાયો પ્રાપ્ત થાય=જ્યાં સુધી જીવના અને પુદ્ગલના પરસ્પર મિશ્રણ વગરના વિશેષ પર્યાયો પ્રાપ્ત થાય. (ત્યાં સુધી વિભજન અયુક્ત છે. એમ અન્વય છે.) (સમ્મતિતર્ક પ્રકરણ કાંડ૧, ગાથા-૪૭)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. II૧૩/૧ ભાવાર્થ :
ગાથા-૯માં કહ્યું કે અનુગમને વશ જ ઉપચારનો વ્યવહાર થાય છે, તેને દઢ કરવા અર્થે “સમ્મતિતર્ક પ્રકરણ'નું વચન બતાવે છે –
“સમ્મતિમાં કહ્યું છે કે જેમ દૂધ અને પાણી મિશ્ર હોય ત્યારે આ દૂધ છે અને આ પાણી છે એ પ્રકારે વિભજન અયુક્ત છે તેમ સંસારી જીવના ઔદારિકશરીરથી અને કાર્મણશરીરથી પોતાનો આત્મા પૃથફ પ્રતીત થતો નથી. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ઉદયને કારણે માત્ર જ્ઞાનસ્વરૂપ આત્મા છપ્રસ્થને દેખાતો નથી, પરંતુ પોતાનો આત્મા સંસારી જીવોને મતિજ્ઞાનસ્વરૂપે અનુભવાય છે. કોઈ છમસ્થ જીવો કર્મથી પૃથગુરૂપે કેવલ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી. આથી જ ઘણાં કર્મોનો ક્ષય કરીને બારમા ગુણસ્થાનકે પહોંચેલા વીતરાગ પરમાત્મા પણ “આ અરૂપી આત્મા છે અને આ કર્મ છે એ રીતે પૃથર્ જોઈ શકતા નથી, પરંતુ કર્મથી પૃથ એવા શુદ્ધ આત્માને જોવા માટે દઢ વ્યાપારયુક્ત મતિજ્ઞાનના ઉપયોગવાળા હોય છે. આ મતિજ્ઞાનનો ઉપયોગ ચાર પ્રકારના જ્ઞાનના પ્રકર્ષના ઉત્તર ભાવિ એવા વિશેષ પ્રકારના બોધસ્વરૂપ છે, છતાં કર્મોથી પૃથગુ એવી અરૂપી ચેતનાને જોવા માટે તે મહાત્મા સમર્થ નથી તેથી “આ મારો અરૂપી આત્મા છે અને આ કર્મો છે એ પ્રકારનો વિભાગ તે મહાત્મા કરી શકતા નથી. જે વખતે કેવળજ્ઞાન થાય છે ત્યારે રૂપી એવાં કર્મો અને અરૂપી એવો આત્મા સર્વથા પૃથગુ નહીં હોવા છતાં જ્ઞાનના ઉપયોગથી “આ આત્મા છે અને આ કર્મ છે” એ પ્રકારનો વિભાગ તે મહાત્મા કરી શકે છે. તેથી શુદ્ધ પુદ્ગલના અંત્યવિશેષનો અને અરૂપી એવા આત્માના અંત્યવિશેષનો ભેદ કેવળજ્ઞાનના બળથી તેઓ કરી શકે છે. કેવળજ્ઞાનની પૂર્વે આ પ્રકારનો વિભાગ જ્ઞાનથી પણ જણાતો નથી માટે જીવની સાથે કર્મનો અત્યંત સંબંધ હોવાથી જીવમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર થાય છે. આથી બારમા ગુણસ્થાનકે પણ જે અંશથી કર્મના ઉદયકૃત જ્ઞાન આવરાયેલું છે તેના કારણે તે મહાત્મામાં જેટલા અંશથી જડતા છે તેટલા અંશથી પુદ્ગલના ધર્મનો તે મહાત્મામાં ઉપચાર થાય છે, તેથી તે મહાત્માને તેટલા અંશથી અચેતન કહી શકાય. વળી, જ્યાં સુધી દેહનો સંબંધ છે ત્યાં સુધી સયોગી કેવલીને કે ચૌદમા ગુણસ્થાનકે રહેલા અયોગી કેવલીને પણ પુદ્ગલના ધર્મનું આરોપણ કરીને અસભૂત વ્યવહારનયથી મૂર્ત કહી શકાય.