________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૫-૧૬
વિભાવસ્વભાવ આત્માનો છે. શુદ્ધદ્રવ્યાર્થિકતયથી શુદ્ધ સ્વભાવ છે, અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અશુદ્ધ સ્વભાવ જાણવો. ।।૧૩/૧૫/
ભાવાર્થ
૧૬૦
:
શુદ્ધ-અશુદ્ધ ઉભયથી મિશ્ર એવા દ્રવ્યને જોનારી દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે ત્યારે કર્મથી મિશ્ર એવા સંસારી જીવની ઉપસ્થિતિ થાય છે અને તેવા જીવને જોવામાં ઉપયુક્ત દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે તો આત્માનો જ્ઞાનરૂપ શુદ્ધભાવ અને કર્મજનિત ક્રોધાદિ પરિણતિરૂપ અશુદ્ધ ભાવ આત્મામાં દેખાય છે. વસ્તુતઃ તે ક્રોધાદિ પરિણતિમાં આત્મદ્રવ્યનો શુદ્ધ એવા જ્ઞાનનો અંશ છે અને ક્રોધાદિરૂપ અશુદ્ધ એવો વિકારનો અંશ છે. તે બે અંશનો વિભાગ કર્યા વગર સંયુક્તપણે જોવામાં આવે ત્યારે આત્માનો વિભાવસ્વભાવ છે તેમ પ્રતીત થાય છે.
વળી, શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે જેમ દૂધ અને પાણી મિશ્ર હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારનું પાણીથી પૃથગ્ દૂધનો અંશ જણાય છે તેમ કર્મથી મિશ્ર આત્મા હોવા છતાં જોનારને કર્મથી પૃથક્ એવું જ્ઞાનમય આત્મદ્રવ્ય દેખાય છે અને તે આત્મદ્રવ્ય બુદ્ધિરૂપી ચક્ષુથી મોહથી અનાકુળ અને અક્રિય સ્વભાવવાળું દેખાય છે. આથી જ સિદ્ધના જીવો સંપૂર્ણ મોહથી અનાકુળ અને સંપૂર્ણ ક્રિયાથી રહિત નિયત આકાશપ્રદેશ ઉપર સ્વસ્થતાથી સદા માટે સ્થિર રહેલા છે તેમ દેખાય છે. વળી, યોગીને વર્તમાનમાં પોતાનો આત્મા મોહથી આકુળ હોવા છતાં અને સ્પષ્ટ રીતે ક્રિયાવાળો હોવા છતાં શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સર્વથા મોહથી અનાકુળ અને સર્વથા અક્રિય, જ્ઞાનમય દેખાય છે. જેટલા જેટલા અંશથી શુદ્ધ સ્વભાવને અભિમુખ પોતાનો ભાવ પ્રગટ થાય છે તેટલો તેટલો અંશ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આવિર્ભાવરૂપે દેખાય છે, અને જેટલો અંશ આવિર્ભૂત નથી તે અંશ પણ પોતાના શુદ્ધ આત્મામાં વિદ્યમાન છે, તેમ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જોનારને દેખાય છે. આથી જ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી શુદ્ધ આત્માને જોવામાં તન્મય થયેલા મહાત્મા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
વળી, અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્માનો અશુદ્ધ સ્વભાવ દેખાય છે અર્થાત્ ‘હું દેહવાળો છું,' ‘હું કર્મવાળો છું’ ‘હું સંપત્તિવાળો છું' ઇત્યાદિ અશુદ્ધ સ્વભાવ દેખાય છે. II૧૩/૧પા
અવતરણિકા :
હવે ઉપચરિત સ્વભાવ કયા નયથી છે ? તે બતાવીને ઢાળનું નિગમન કરે છે
ગાથા ઃ
અસદ્ભૂત વ્યવહારથી રે, છઈં ઉપચરિત સ્વભાવ; એ સ્વભાવ નય યોજના રે, કીજŪ મનિ ધરિ ભાવો રે.
ચતુ॰ ||૧૩/૧૬॥