________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૪-૧૫
૧૫૯ દૃષ્ટિ બને છે અર્થાતુ પર્યાયાર્થિકનયથી આક્રાંત બને છે માટે અશુદ્ધ બને છે, કેમ કે દ્રવ્યાર્થિકનય અભેદને બતાવનાર છે અને પર્યાયાર્થિકનય ભેદને બતાવનાર છે, તેથી ભેદકલ્પનાસાપેક્ષ દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ
જ્યારે પ્રવર્તે છે ત્યારે પર્યાયાર્થિકનયથી આક્રાંત હોવાને કારણે તે અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ નયની દૃષ્ટિથી પરમાણુને છોડીને ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને, સર્વ પુદ્ગલ સ્કંધોને કે સર્વ જીવોને અનેકપ્રદેશ સ્વભાવ કહેવાય છે.
વળી, પુદ્ગલના પરમાણુઓમાં સાક્ષાત્ અનેક પ્રદેશ વિદ્યમાન નથી તોપણ તે પરમાણુઓ જ્યારે સ્કંધરૂપે બને છે ત્યારે તે સ્કંધમાં અનેક પ્રદેશો પ્રાપ્ત થાય છે. તેથી અનેક પ્રદેશના સ્કંધરૂપે બનવાની યોગ્યતા પરમાણમાં હોવાથી ઉપચારથી પરમાણમાં અનેક પ્રદેશ સ્વભાવ કહી શકાય અને કાલાણુમાં અનેકપ્રદેશ થવાનો સ્વભાવ નથી માટે કાલાણમાં ઉપચારથી પણ અનેક પ્રદેશ સ્વભાવ કહી શકાય નહીં.
આ સર્વ કથનથી એ ફલિત થાય કે પરમાણુ સિવાયનાં સર્વ દ્રવ્યોને ભેદકલ્પનાવાળા એવા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી ઉપચારરહિત અનેકપ્રદેશ સ્વભાવ કહી શકાય અને ભેદકલ્પનાવાળા એવા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી પરમાણુને ઉપચારથી અનેક પ્રદેશ સ્વભાવ કહી શકાય અને ભેદકલ્પનાવાળા એવા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી ઉપચારથી કે ઉપચાર વગર કાલાણુને અનેકપ્રદેશ સ્વભાવ કહી શકાય નહીં. ll૧૩/૧૪ અવતરણિકા :
હવે વિભાવસ્વભાવ, શુદ્ધ સ્વભાવ અને અશુદ્ધ સ્વભાવ કયા નયથી છે ? તે બતાવે છે –
ગાથા :
શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈં રે, જાણિ વિભાવસ્વભાવ; શુદ્ધઈ શુદ્ધ સ્વભાવ છઈ રે, અશુદ્ધઈ અશુદ્ધ સ્વભાવો રે.
ચતુo ll૧૩/૧પણા ગાથાર્થ -
શુદ્ધાશુદ્ધદ્રવ્યાર્થિન્દ્રયથી વિભાવસ્વભાવ જાણવો. શુદ્ધ ઈં=શુદ્ધવ્યાર્થિક્નયથી, શુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધઈ અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી, અશુદ્ધ સ્વભાવ છે. II૧૩/૧પો ટબો :
શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનઈં સંમુગ્ધઈ વિભાવસ્વભાવ છઈ. શુદ્ધ દ્રવ્યાર્થિકન ઈં શુદ્ધ સ્વભાવ, અશુદ્ધ દ્રવાર્થિકનઈં અશુદ્ધ સ્વભાવ જાણજ્વ. I/૧૩/૧પા. ટબાર્ચ -
શુદ્ધાશુદ્ધવ્યાર્થિકનયથી સંમુગ્ધપણાથી=ચેતન-અચેતનના ભાવોના વિભાગ વગર સંમુગ્ધપણાથી,